ગુપ્ત દરવાજો
ગુપ્ત દરવાજો
અશોક નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે ખૂબ હોંશિયાર હતો. તેને પુસ્તક વાંચનનો ખૂબ શોખ હતો. તે શાળામાં એક મોટી લાઈબ્રેરી છે. અશોક હંમેશા લાઈબ્રેરી માં જાય અને પુસ્તકનો અભ્યાસ કરે.
એકવખત તે લાઈબ્રેરીમાં જાય છે. એકાદ આંટો આખી લાઈબ્રેરીની અંદર ફરે છે. ત્યારબાદ તે એક નવલકથાનું પુસ્તક શોધતી હતી. ત્યાં અચાનક એક પુસ્તક લેતા પાછળ ખડખડ એવો અવાજ સંભળાયો. તેને લાગ્યું કે અહીં કંઈક છે.
અશોક ત્યાં આગળ જોવા ગયો. તો તેને એક ગુપ્ત દરવાજો દેખાયો. અશોકે તે દરવાજો ખોલ્યો. તો આશ્ચર્યચકિત થઈ ગયો. લાઈબ્રેરીનો એક ખાસ વિભાગ હતો. તેમાં ખૂબ સુંદર પુસ્તકોનું સંકલન વ્યવસ્થિત ગોઠવેલ હતું. જે વ્યક્તિને વાંચનમાં રસ હોય તેના માટે તો જાણે ગોલ્ડન દરવાજો.
અશોકને લાઈબ્રેરીમાં જવાથી રોજ નવું નવું જાણવા મળતું. ઈતિહાસની ઘણી માહિતી મેળવી લીધી. દરેક લાઈબ્રેરીમાં આવો દરવાજો હોવો જ જોઈએ.
