Vibhuti Desai

Children

3  

Vibhuti Desai

Children

ગુંજા

ગુંજા

1 min
39


પુત્ર કનુને ઉદાસ જોઈ પિતાએ પૂછયું ત્યારે કનુએ કહ્યું કે, આવતી કાલે શાળામાં વેશભૂષા હરીફાઈ છે. બધાં જાતજાતના કપડાં પહેરીને આવશે મારી પાસે તો એવા કોઈ કપડાં જ નથી. કનુની વાત સાંભળી પિતા વિચારવા લાગ્યા શું કરું ? ને જ મગજમાં ઝબકારો થયો.

કનુને લઈ ઉપડ્યા ખેતરે. વાડમાંથી ખૂબ ગુંજા ભેગા કરી ઘરે આવ્યા. કનુની મા ની જુની ફાટેલી સાડીમાંથી સારો ભાગ કાઢી બનાવ્યું પીતાંબર ને ગુંજાથી સુશોભિત કર્યું. મા એ બનાવ્યા ગુંજાનાં આભૂષણ. સુંદર મજાનો મુગટ બનાવી ગુંજાથી શણગાર્યો. કનુ તો જોઈને ખુશ થઈ ગયો. કનુને વાંસળી વગાડતા આવડે, માતાએ ગીત શીખવાડ્યું.

 " કદંબની ડાળે ઝૂલે મારા કાનજી

  ઝૂલે મારા કાનજી.

 ગુંજા કેરી દોરીએ ઝૂલાવે જશોદા માતજી

  ઝૂલાવે જશોદા માતજી."

બીજે દિવસે શાળામાં કનુને પ્રથમ નંબર મળ્યો તો કનુએ કહ્યું, મારા માવતરની રાતભરની મહેનતનું પરિણામ છે.


Rate this content
Log in

Similar gujarati story from Children