Manishaben Jadav

Tragedy Inspirational

4.7  

Manishaben Jadav

Tragedy Inspirational

ગૃહિણીની વ્યથા

ગૃહિણીની વ્યથા

2 mins
345


અંકિતા કહે, "મમ્મી...ઓ મમ્મી... તું તો આખો દિવસ બસ કામ કામ જ હોય. ઘડીક તો મારી પાસે બેસ. મારે આજે શાળાની ઘણી બધી વાત તારી સાથે કરવી છે."

સાંજના સાડા પાંચનો સમય થઈ ગયો હોવા છતાં હજી નર્મદાબેન નવરાં થયા નથી. સવારે પાંચ વાગ્યે ઊઠે અને સાંજે અગિયાર વાગ્યે માંડ કામ પુરુ થાય.

નર્મદાબેન કહે," બોલને બેટા...., તારે શું વાત કરવી છે ? ચાલ હું કામ સાથે તારી વાત પણ સાંભળતી જઈશ. બસ, બોલ શું થયું આજે તારી શાળામાં."

 અંકિતા કહે, " એમ નહિ મમ્મી,. તું મારી પાસે બેસ તો ખરી...!"

 મમ્મી કહે," અંકિતા બેટા હેરાન ન કરને. તું તો જાણે છે હમણાં તારો ભાઈ શિવમ શાળાએથી આવતો જ હશે. એને ભૂખ લાગી હશે. તેના માટે નાસ્તો બનાવવો છે. દાદા દાદી માટે ચા બનાવવી છે. રસોઈનો સમય થઈ ગયો છે. તારા પપ્પા હમણાં ઓફિસેથી આવી જશે. એના માટે ચા બનાવવી. બધાને જમાડવા."

હું તારી સાથે બેસીશ તો પછી આ બધા કામ મારા કોણ કરશે. તું તો મોટી થઈ ગઈ છે. મારી દીકરી. મારે "રાત છોડીને વેશ ઝાઝા." એટલા કામ હું ક્યારેય પતાવી લઈશ.

અંકિતા કહે," મમ્મી હું જાણું છું. આખા ઘરનાં બધાં સભ્યોની જવાબદારી તારા પર છે. ચાલ ઘડિક તો મારી પાસે બેસ. આજે હું તને કામમાં મદદ કરીશ."

મમ્મી કહે," અરે.... લાગે છે આજ તો ખરેખર મારી દીકરી મોટી થઈ ગઈ છે. "

નર્મદા બેન અંકિતાની બાજુમાં બેસે છે. પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે. બોલો શું કહેવું છે તારે. 

અંકિતા કહે," મમ્મી મારી શાળામાં કાલે તમારે આવવાનું છે. બાળકોની સિદ્ધિ વિશે વાત કરવાના છે. મમ્મી તું આવીશ ને ? હું તને કામમાં મદદ કરીશ."

નર્મદાબેન કહે," અરે બેટા, એમાં પૂછવાનું હોય. હું ચોક્કસ આવીશ. તમે બધા મારું અસ્તિત્વ છો."

"ઘર આ મારું રહે ખુશીથી

એ જ તમન્ના રહે દિલથી."

નર્મદાબેન મનમાં વ્યથિત છે. હા તો પાડી દીધી. પણ આ કામ બધા કયારે પુરા થશે અને ક્યારે હું જઈશ. એમનો નાસ્તો,ટિફિન, સાસુ સસરાની સેવા, બંને ભાઈ-બહેનની જવાબદારી, આ બધા કામ. છતાં લોકો કહે, ગૃહિણી એટલે ઘેર મોજ. શું ખરેખર ગૃહિણીને આરામ છે ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy