Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

ગણપતિની સાચી ઉજવણી

ગણપતિની સાચી ઉજવણી

2 mins
154


સસલાભાઈ એ પૂછ્યું,"અરે અરે કાગડાભાઈ આમ બનીઠનીને ક્યાં ચાલ્યા ? સવાર સવારમાં આજે શુંં કંઈ તહેવાર છે."

કાગડાભાઈ કહે," સસલાભાઈ તમને ખબર નથી, શુંં આજે તો ભાદરવા સુદ ચોથનો દિવસ છે.એટલે ગણપતિ બાપાના સ્થાપનાનો દિવસ હું તૈયાર થઈ અને ગણપતિબાપાની મૂર્તિ લેવા બજારમાં જાવ છુ.પછી અમે તેને ઘરે પધરામણી કરીશુંં,ફટાકડા ફોડીશું,નૃત્ય કરીશુંં, ડિજે વગાડીશું. ખૂબ મજા પડશે. તમે પણ આવજો અમારા ઘરે. એકાદશી અગિયારસના દિવસે તેનું વિસર્જન કરીશુંં."

સસલાભાઈ કહે," કાગડાભાઈ કાગડાભાઈ તમને ખોટું ન લાગે તો એક વાત કહું."

 કાગડાભાઈ કહે, " હા હા જરૂરથી કહો, એમાં ખોટું શુંં લાગે. તમે તો મારા મિત્ર છો.બોલો બોલો શુંં કહેવું છે."

 સસલાભાઈ કહે," ગણપતિબાપા આપણા ભગવાન છે તેમનું સ્થાપન અને વિસર્જન અવશ્ય કરવું જોઈએ.પણ તે પ્રકૃતિને નુકસાન ન કરે તે રીતે તેની ઉજવણી કરીએ તો ગણપતિબાપા ખુશ પણ થાય અને આશીર્વાદ આપે."

કાગડાભાઈ કહે," તમે શુંં કહો મને કંઈ સમજાયું નહિ, પ્રકૃતિને કંઈ રીતે નુકસાન થાય."

 સસલાભાઈ કહે, તમે બજારમાંથી જે ગણપતિ લયાવા તેને નદીમાં પધરાવશો એટલે તેમાં ઘણાં બધાં કેમિકલ મળશે.પાણી પ્રદુષિત થશે અને સજીવો તેને પીવાથી બિમાર પડશે. એટલે તેની જગ્યાએ આપણે માટીના ગણપતિનું સ્થાપન કરીએ ને પાણીમાં વિસર્જન કરીએ તો પાણી પ્રદુષિત થતું અટકાવી શકાય."

કાગડાભાઈ કહે," વાત તો તમારી સાચી છે,હવેથી હું એમ જ કરીશ."

સસલાભાઈ કહે, બીજી વાત ડિજે વગાડવાથી ફટાકડા ફોડવાની ધ્વનિ અને હવા પ્રદુષિત થાય એટલે તેની જગ્યાએ આપણે સાદા રાસગરબાનું આયોજન કરીએ.

કાગડાભાઈ રાજી થઈ ઉડવા લાગ્યા અને કહેવા લાગ્યા," 

માટીના ગણપતિ બનાવીશ

પાણીનું પ્રદૂષણ ઘટાડીશ

ડિજે નહિ વગાડીશું

અવાજ પ્રદૂષણ અટકાવીશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational