Rohan Vamja

Classics Thriller Tragedy

3  

Rohan Vamja

Classics Thriller Tragedy

ગણેશોત્સવ

ગણેશોત્સવ

2 mins
3.0K


"વિનાયક, ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને હજી તો બધી તૈયારી બાકી છે. ક્યારે કામ હાથ પર લેવું છે હવે?"અનિલે પૂછ્યું. વિનાયકે થોડીવાર વિચાર્યા પછી ઉત્તર આપ્યો, "હા યાર, કાલે જ મંડપ સર્વિસવાળાને કહી દઇએ, એડવર્ટાઇઝમેન્ટ માટે પણ આપણા એરિયાના મોટા શોરૂમવાળાઓને મળી આવીએ, ગયા વર્ષ કરતાં આ વખતે વધારે બેનર લગાવવા છે." "અને મૂર્તિ?" અનિલે ટૂંકમાં પૂછ્યું. "મૂર્તિનો ઓર્ડર તો આ વખતે એક મહિના પહેલા જ આપી દીધો છે. સાલ્લાએ ગઈ વખતે ઘણી દોડાદોડી પછી છેક ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિ આપી હતી." વિનાયક આક્રોશ સાથે બોલ્યો.

આખરે ગણેશ ચતુર્થી અને મોદકપ્રિય ગણેશજીની સવારી આવી પહોંચી. સવારે ધામધૂમથી ડી.જે.ના તાલે, હિંદી ફિલ્મોના ગીતોને સંગ ડિસ્કો-ડાંડિયા કરતાં કરતાં, વિઘ્નહર્તાની મૂર્તિ લાવી, ચોકમાં ઊભા કરેલા વિશાળ મંડપમાં સ્થાપના કરવામાં આવી. બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું, 'હે વિઘ્નહર્તા રે બાપ્પા વિઘ્નહર્તા...'

સાંજે પ્રથમ દિવસની આરતી ટાણે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં. ઇલેક્ટ્રીક નગારાં-ઝાલર ચાલુ થયાં એ સાથે જ બાપ્પાની આરતી ચાલુ થઈ. બે મોટી એલ.ઈ.ડી. સ્ક્રીન પર તથા સ્થાનિક કેબલની ચેનલમાં આરતીનું લાઈવ પ્રસારણ ચાલુ થયું. ચોકની ચારે તરફના રોડ પર રોશનીથી સજાવટ કરવામાં આવી હતી તથા રસ્તેથી પસાર થવામાં રાહદારીઓને નડે તેમ બેનર લગાવવામાં આવ્યા હતાં.

આરતી પૂરી થતાંની સાથે જ 'ગણપતિ બાપ્પા મોરીયા'નાં નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો. લાઇનબદ્ધ ગોઠવાયેલા ભક્તો અહોભાવપૂર્વક વારાફરતી મૂર્તિને પગે લાગી બહાર નીકળવા માંડ્યા. પાલતુ પ્રાણીઓ વેચવાવાળાની દુકાનેથી લાવેલ સફેદ ઉંદરની જોડી મૂર્તિની આજુબાજુ આમથી તેમ ઘૂમી રહી હતી. પ્રસાદના સ્ટોલ પર ભક્તોની ભીડ જામી. 'ગયા વર્ષે સાડા ત્રણ લાખ વધ્યાં હતાં, આ વખતે તો પાંચેક લાખ જેવું કાઢી જ લેવું છે.' એવું વિચારતો વિનાયક મૂછમાં મલકી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics