STORYMIRROR

Ishita Raithatha

Romance

4.1  

Ishita Raithatha

Romance

ગમતું ગીત, વ્યક્તિ અને સંબંધ

ગમતું ગીત, વ્યક્તિ અને સંબંધ

4 mins
196


આમ તો પ્રિયાને ગરબા અને ગુજરાતી ગીત ખૂબ ગમે, પણ એમાં પ્રિયાનું પ્રિય છે, "આજ પ્રીતમને પ્રીત મલી જાશે તું જો, રાધા ને શ્યામ મલી જાશે તું જો....." આ ગીત પ્રિયાનું પ્રિય કેવી રીતે થયું એની પાછળ એક અરેંજડ મેરેજની લવ સ્ટોરી છે. હા, અરેંજડ મેરેજની લવ સ્ટોરી.

   પ્રિયાનું હજુતો બી.કોમ. પૂરું થયું હતું, અને ઘરમાં એની બાયો - ડેટા છાપવાની વાતો થવા લાગી. અરે ! હજુતો કોલેજની પરીક્ષા પૂરી થઈ, એનો થાક પણ નથી ઉતર્યો ત્યાં તો પ્રિયાને જીવનભરની કસોટી આપવાની વાતો શરૂ થઈ ગઈ.

    પ્રિયાને તો હજુ ભણવું હતું, માટે એમ. કોમ. શરૂ કરી દીધું. લગ્નતો નસીબમાં હશે ત્યારે થશે, એની રાહ જોઈને થોડું બેઠું રહેવાય? ઘણાં બાયો - ડેટા આવે, કોઈકમાં જન્માક્ષર ન મળે, તો કોઈકમા હાઈટનો વાંધો, તો કોઈવાર ગામનો વાંધો, કોઈવાર ભણતરનો વાંધો, આવા ઘણા કારણોને લીધે ઘણી વાર પ્રિયાએ કોઈને ના પાડી, તો કોઈવાર પ્રિયાને કોઈએ ના પાડી.

પણ એક બાયોડેટા માં બધું અનુકૂળ આવ્યું, અને એ લોકોને પણ પ્રિયાની બાયોડેટામાં બધું અનુકૂળ આવ્યું; એ બાયોડેટા હતી," અખીલની". વાત જોવા સુધી પહોંચી, એ લોકો પ્રિયાને ઘરે જોવા આવ્યા.

    એ લોકો અને પ્રિયાના ઘરના લોકો બધા ભેગા થયા, આટલા બધા લોકોની વચ્ચે પ્રિયા, અખીલને કેવી રીતે જોવે? એ જ વિચારતી હતી, ત્યા તો પ્રિયાને ત્યાં બધાની વચ્ચે બોલાવી પણ ખરી, પણ શરમ હતી? કે ગભરાહટ હતી? કે સંકોચ હતો? ખબર નહી પણ પ્રિયા ઊંચું જોઈ જ ના શકી.

     બધા વડીલોએ બનેને એકલા વાત કરવા બીજા રૂમમાં બેસાડ્યા, ત્યારે પ્રિયાએ હિંમત કરીને અખિલ સામે જોયું, ત્યારે અખિલે પણ પ્રિયા સામે જોઈને થોડી સ્માઈલ આપી, એ જોઈને તો પ્રિયા મંત્રમુગધ થય ગઈ. શું રિપ્લાય કરું એ ના સમજાણું. અખિલએ પ્રિયા સાથે વાતની શરૂઆત કરવા, "હાય!" કહ્યું, અને એ સાંભળીને પ્રિયાના મનની લાગણીઓ જાણે હીંચકા ખાતી હોય, તેવું લાગ્યું. એના અવાજમાં પણ મેચ્યોરિટ્ટી છલકતી હતી. સૂર્યના પ્રકાશ જેવું તેજ છલકતું હતું એના મોઢા ઉપર.

      બ્રાઉન ફોર્મલ પેન્ટ, અને સ્કિન કલર નું શર્ટ પહેર્યું હતું. એની પર્સનાલિટી જોઈને તો પ્રિયા દિલના ધબકારા એટલા જોરજોર થી વાગવા લાગ્યા કે પ્રિયાને એમ થયું કે ક્યાંક બહાર ના આવી જાય. એટલામાં એના ફોનમાં રીંગ વાગી, એની રિંગટોન માં એક ગીત હતું,

" આજ પ્રીતમ ને પ્રીત મલી જાશે

તું જો,

રાધાને શ્યામ મલી જાશે,

તું જો,

રાધાને શ્યામ મલી જાશે,

તું જો......"

આ ગીત વાગતાની સાથેજ પ્રિયાનું ધ્યાન ભંગ થયું અને એ, કંઈ બોલું તે પહેલાંજ અખિલએ ફૉન ઉપડવાને બદલે કટ કર્યો, અને કહ્યુકે,,

" જ્યારથી તમારો ફોટો જોયો અને તમારા વિશે સંભાળ્યું છે, ત્યારથી આ ગીત રાખ્યું છે, "

    પ્રિયા કંઈ સમજી નહી, પછી

થોડી વાતો કરી અને એ લોકો થોડીવાર પછી જતા રહ્યા, અને પછી શું?

સીધી સગાઈ.

  " જમુના કાઠે, રાસ રમે,

કાનુડો ને રાધા,

જુવે આખું ગામ અને

    મેલી ને કામ આધા...."

    સગાઈ પછી જ્યારે બંને બહારે ગયા ત્યારે, પણ કોઈનો ફૉન આવ્યો અને એ ગીત વાગ્યું ત્યારે પ્રિયા સમજી કે, ત્યારે અખિલ, તેને તે દિવસે શું કહેવા માગતો હતો. તે લોકો ત્યારે દરિયા કિનારે બેઠા હતા. જેમ કાનુડા અને રાધાને આખું ગામ રાસ રમતા જોતા હતા, એમ એક બાજુ સૂર્ય એની સંધ્યા ચારેય બાજુ વરસાવવાને બદલે એ લોકોને જોતો હોય તેવું લાગ્યું, અને આ બાજુ અખિલની આંખોમાંથી પ્રિયા માટે સતત પ્રેમ વરસતો હતો. પવન પણ જાણે બંનેની વાતો સાંભળવા અને બંનેને જોવા ત્યાં સ્થિર થઈ ગયો હોય તેવું લાગ્યું. દરિયાના મોજા પણ જાણે ઉછળી ઉછળીને આગળ એમને જોવા આવતા હોય તેવું લાગ્યું.

     બસ ત્યારથી, એ ગીત પ્રિયાનું પણ ફેવરિટ થઈ ગયું.

"મોરલી ના સૂરે,

સોલે સાન ભાન ભૂલી જાય.

ગોકુળિયું ગામ થાય ઘેલું,

રાસ કેરી રમઝટ માં.

સવું આજે જુલી જાય,

નથી આજે બારે રહેવું સહેલું

કે કાહનો ખુદ સુદ બુધ,

ભૂલી જાસે

તું જો

કે રાધા ત્યારે મન માહી

જડી જાસે તું જો,

રાધા ને શ્યામ મળી જાસે

તું જો.

કે આજ સરગમ ને ગીત મળી જાસે

તું જો

રાધાને શ્યામ મળી જાસે

તું જો.."

જેમ સરગમને ગીત મળી જાશે, રાધાને શ્યામ મળી જાશે, એમ પ્રિયાને પણ અખિલ મળી ગયો.

પછી થોડા સમયમાં લગ્ન થય ગયા, એક નવવધૂ જ્યારે સાસરે આવે છે ત્યારે તેને આ નવા પરિવારને પોતાનો બનાવવામાં વધારે મદદ તો એનો પતિ જ કરે છે. પ્રિયા સાથે પણ આવું જ કંઈક થયું, પ્રિયા થોડા જ સમયમાં દૂધમાં જેમ સાકર ભળે, એમ સાસરીમાં ભળી ગઈ.

ડગલે ને પગલે અખિલનો હંમેશા પ્રિયાને સાથ મળતો, અખિલને કામથી ગામની બહાર જવાનું ખૂબ થાય, પણ જ્યારે પ્રિયા એને ફૉન કરે ત્યારે આ ગીત સાંભળીને એમને બંનેને એ દિવસ યાદ આવી જાય, અને એવું લાગે જાણે હજુ હમણાંજ મુલાકાત થઈ હોય. પ્રિયા અને અખિલ એક બીજાને ખુબજ પ્રેમ કરે છે, બંનેના શરીર અલગ છે, પણ જીવ તો એક જ છે.

પ્રિયાને શું ગમશે, શું નહિ ગમે, સારી, ખરાબ આદતો, પ્રિયાથી પણ વધારે અખિલને ખબર છે, પ્રિયા આજે પણ થોડી ચંચળ, મસ્તીખોર છે, પ્રિયાથી કોઈવાર ભૂલ થાય તો અખિલ હંમેશા ખુબજ સરળતાથી એ સાંભળી લે છે.

હજી આજે પણ અખિલના ફોનની રીંગટોન અને કૉલરટયુંન એ જ ગીત છે.

અખિલ એક આદર્શ પતિ છે, પ્રિયાનો સારો મિત્ર છે, પ્રિયાને સાચો માર્ગ દેખાડનાર છે, પ્રિયાનો ભરથાર છે.

આમ, પ્રિયાનું મનગમતું ગીત: રાધાને શ્યામ મળી જાશે....

     પ્રિયાનું ગમતું વ્યક્તિ: અખિલ

     સંબંધ: પતિ અને પત્ની વચ્ચેનો.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Romance