ગાયન સ્પર્ધા
ગાયન સ્પર્ધા
"આપની મનપસંદ ગુજરાતી ચેનલ લાવી રહ્યું છે "ઊડે શબ્દોના રંગ" ગાયન સ્પર્ધા જેમાં ઉમદા નિર્ણાયકો તમારી ગાયકીને મુલવશે અને પારદર્શિત પરિણામ આપશે સાથે જ અનેક ઉપહાર. હું છું આપનો દોસ્ત રાજ." ટીવીમાં એક જાહેરાત આવી.
ગરીબીમાં જીવતી જીનલને પોતાના સ્વર અને સરસ્વતી સાધનાનું જાણે હવે પરિણામ મળશે એ વિચારી ભાગ લેવા તૈયાર થઈ ગઈ.
ગાયન સ્પર્ધા ચાલુ થઈ ગઈ. જીનલની જીભ પર જાણે સ્વયં સરસ્વતી બિરાજતા હતા, એક પછી એક રાઉન્ડ પાસ કરતી ગઈ અને છેલ્લે ફાઇનલમાં પણ પહોંચી ગઈ.
હવે બસ પરિણામની રાહ હતી. થોડા જ સમયમાં પરિણામ જાહેર થયું અને વિજેતા બની અમદાવાદના મોટા બિલ્ડરની દીકરી નિયતિ.
