Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

એવોર્ડ

એવોર્ડ

1 min
287


મોહન સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસમાં તેને રસ પડે નહિ. પણ કામની બાબતમાં કંઈ કહેવું ન પડે. રોજ બધાં સાહેબ તેમને ખિજાય પણ તેને અસર ન થાય.

શિસ્ત અને સંયમમાં પાકો. શાળા સમય પહેલા રોજ હાજર હોય. આવીને દરેક રૂમની સાફસફાઈ એકલા જ કરવા માંડે.

વર્ગમાં જ્યારે સાહેબ ભણાવે ત્યારે બસ કંટાળો જ આવે. એમાં પણ ગણિત અને અંગ્રેજીમાં ટપો જ ન પડે. સાહેબ ઘણું સમજાવે. મોહન કોશિશ કરે પણ કંઈ ગેડ જ બેસે.

શાળામાં વાર્ષિક કાર્યક્રમની ઉજવણી હતી. તેમાં દરેક બાળકો ભાગ લેવાનાં હતાં. તેમજ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિધાર્થીને અવોર્ડ મળવાનો હતો.

શાળાના બધાં બાળકો મોહનને ખીજવે કે તને શેનો એવોર્ડ મળશે. તે તો કોઈ સ્પર્ધામાં ભાગ જ ન લીધો. મોહન ચુપચાપ રહે. કશુ જ બોલે નહીં.

શાળાના પટાંગણમાં સૌ વિધાર્થીઓ ભેગા થયા. કાર્યક્રમનો દોર શરૂ થયો. ઈનામની શરૂઆત થઈ. સૌ પ્રથમ નામ મોહનનું લેવાય. સફાઈ બાબતે શાળાના સર્વશ્રેષ્ઠ વિધાર્થી તરીકે સન્માન થતાં મોહન રાજી રાજી થઈ ગયો. અને સૌ શિક્ષકો તેમજ ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational