એક સેલ્ફી લઈને તો જો
એક સેલ્ફી લઈને તો જો


પત્નીની મારઝૂડ કરતા શરાબીને સાધુ બોલ્યા, “બેટા, જરા ઈશ્વરથી ડર”
નશાથી લાલધૂમ આંખે અને ગુસ્સાથી વિકૃત ચહેરે શરાબી તાડૂક્યો, “હું ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી.”
“પરંતુ તેથી તેના અસ્તિત્વને કશો ફેર પડતો નથી.”
“એમ ? તો ક્યાં છે ઈશ્વર ? દેખાતો કેમ નથી?”
“બેટા, ઈશ્વર સૃષ્ટિના કણકણમાં વસે છે ! સારા કર્મ કરનાર પ્રત્યેક સજ્જનમાં ઈશ્વરની ઝલક દેખાય જ છે.”
“અને કર્મ સારા ન કરીએ તો”
“તારા ખિસ્સામાં મોબાઈલ છે?”
“શું ?”
“ખિસ્સા...માં... મોબાઈલ છે ?”
“હા”
સાધુએ ત્યાંથી જતા જતા કહ્યું, “કર્મ સારા નહીં કરનાર પ્રત્યેક દુર્જનમાં શેતાનની ઝલક દેખાય છે. વિશ્વાસ ન આવતો હોય તો ખિસ્સામાંથી મોબાઈલ કાઢી પોતાની એક સેલ્ફી લઈને તો જો.”