Pramod Mevada

Crime Drama Thriller

4  

Pramod Mevada

Crime Drama Thriller

એક સબંધ આવો પણ... (ભાગ - 7)

એક સબંધ આવો પણ... (ભાગ - 7)

4 mins
13.7K


ઈશાએ ફોન રિસીવ કર્યો. પોલીસ સ્ટેશનમાંથી ફોન હતો. આગલી રાત્રે તેણે રિતેશને ફોન કર્યો હતો એટલે તેનું નિવેદન લેવા બોલાવી હતી. ઇશાએ ફોન મુક્યો અને ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ. હજુતો એ નહાઈને બહાર આવે એ પહેલા ફરી એનો મોબાઈલ એકધારો વાગવા મંડયો. ઈશાએ ફોન રિસીવ કર્યો તો એના પાપાનો ફોન હતો. 

"હલો દિકુ તું ક્યારે આવે છે?"

ઈશા, "પાપા મારી ટીકીટ અઠવાડિયા પછીની છે" 

પાપા, "બેટા આજે તારી સખ્ખત યાદ આવી રહી છે. જીવ મુંજાય છે મારો તને કાઈ થયું નથીને?" 

ઈશા, "ના પાપા મને કશું નથી થયું. તમે ચિંતા ન કરો" પાપા "સારું બેટા સાચવજે તું મને અચાનક જ તારી ચિંતા, થવા લાગી એટલે તરત તને ફોન કર્યો." 

ઈશા "પાપા મને પણ તમારી યાદ આવતી હતી." આટલું કહેતા ઈશા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. સામે એના પાપા પણ ઇશાને રડતી સાંભળી કશું કહેવાની સ્થિતિમાં ન રહ્યા એ પણ રડવા લાગ્યા. ઘણી વખત એવું બને છે કે આપણી નજીકની વ્યક્તિ પર કશીક આપત્તી આવવાની હોય એનો અંદેશો આપણને પહેલા જ મળી જાય ને એની ચિંતા થતી હોય. ઇશાના પાપા પણ એવું જ અનુભવી રહયા હતાં. થોડીક પળ વીત્યા બાદ ઈશા સ્વસ્થ થઈ અંર તેણે તેના પાપને પણ શાંત કર્યા અને કહ્યું કે તે ઇન્ડિયા આવે ત્યારે તેને ઘણીબધી વાતો કરવી છે તેમની સાથે. અને ફોન મૂકી તે ઘડીક શૂન્યમનસ્ક થઈ બેસી રહી. 

અચાનક તેની તંદ્રાવસ્થામાં ભંગ કરી દેતા બારણે ટકોરા પડ્યા. ઈશાની દુરની કઝીન અને ખાસ સહેલી મીના જે એ જ સીટીમાં રહેતી હતી એ મળવા આવી હતી.

ઈશા ઇન્ડિયા જવાની હતી એટલે તેને જોબ પરથી રજા લઈ લીધી હતી. તે અને મીના ખીરીદી કરવા માર્કેટ જવા નીકળ્યા. મીનાએ આખા રસ્તે જોયું કે ઈશા સુનમુન થઈ બેસી રહી હતી. તેણે ઇશાને એક કોફીહાઉસમાં કોફી પીવા લઈ ગઈ અને સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, "શું થયું ઈશા કેમ તારું મો પડી ગયું છે? ઇન્ડિયા જવાનો કોઈ ઉમંગ દેખાતો નથી તારા ચહેરા પર." ઈશા શું કહેવું.... ક્યાંથી શરૂ કરવું એ મુંઝવણ અનુભવી રહી. હળવેથી તેણે વાત શરૂ કરી. પહેલાથી અત્યાર સુધી જે બન્યું તે બધું કહ્યું. મીના થોડીકવાર ચૂપ બેસી રહી પછી તેણે કહ્યું કે પહેલા તો પોલીસ સ્ટેશને જઈ નિવેદન આપી આવીએ. જેથી ફરી તારે હેરાન ન થવું પડે. પછી તારી રૂમ પર જય વિચારીશું કે આગળ શું કરવું. ઈશા સહમત થતા જ બન્ને જણ પોલીસ સ્ટેશન ગયા અને નિવેદન આપી પાછા આવ્યા. 

રૂમ પર આવતા જ ઇશાને યાદ આવ્યું કે તે તેના હસબન્ડ મયુરને પૂછવું જ ભૂલી ગઈ કે તેને શું જોઈએ છે અહીંથી. મીના બાથરૂમ ફ્રેશ થવા ગઈ અને ઇશાએ તેના હસબન્ડ મયુરને ફોન લગાવ્યો. મયુર બીઝી હશે એટલે તેણે મોબાઈલ કટ કર્યો અને મેસેજ કર્યો કે થોડી વાર પછી ફોન કરશે. મીના અભાર આવી ને ઈશા ને પૂછ્યું "ઓ મેડમ ભૂખ લાગી છે સખ્ખત. જમવાનું શુ પ્લાનિંગ છે? બનાવવું છે કે બહાર જમવા જઈશું?" 

ઇશાએ કહ્યું "હા મેડમ જમવાનું બનાવીએ આપણે બન્ને ભેગા થઈને." બન્ને સહેલીઓ તાળી આપતી હસી પડી. બન્નેએ તેમને ભાવતા મકાઈના ભજીયા બનાવ્યા ને ખાધા. રાત્રે મયુરનો ફોન આવતા જ ઈશા બહાર નીકળી અને મયુર સાથે વાત કરતી હતી ત્યાં જ પાછળથી મીના આવી અને મસ્તી કરવા લાગી. ઇશાએ ના કહી કે વાત ચાલુ છે થોડીક વાર રહે પ્લીઝ. માને તો મીના શાની! એતો મસ્તી કરતી રહી આખરે મયુર સાથે વાત થઈ ન થઈ કરી ઇશાએ ફોન મુક્યો અને મયુરને જે જોઈએ તે મેસેજ કરી દેવા કહ્યું. બન્ને સહેલીઓ રૂમમાં આવી. મોડી રાત સુધી બન્ને વાતો કરતા કર્યા સુઈ ગઈ. ઈશા ઘણી હળવાશ અનુભવી રહી હતી. આજે ઘણા સમય પછી તેને સારી ઊંઘ આવી. સવારે તે જાગી ત્યારે મીના તૈયાર થઈ કોફી બનાવી રહી હતી. તેની રજા પુરી થતા તેને જોબ પર હાજર થવાનું હતું. ઇશાને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને કોફીનો મગ તેના હાથમાં આપી મીના જોબ પર જવા નીકળી ગઈ. 

આમને આમ તૈયારી ને ખરીદીમાં અઠવાડિયું નીકળી ગયું. ઈશાને ઇન્ડિયા જવાનો દિવસ પણ આવી ગયો. મીના તેને એરપોર્ટ મુકવા આવી હતી એટલે તેને સહેલું રહ્યું. ઇન્ડિયા પર પ્લેન લેન્ડ થતા જ તે ઘરની,ફેમિલીની યાદોમાં ખોવાઈ ગઈ. એરપોર્ટ પર તેને લેવા તેના હસબન્ડ મયુર આવ્યા હતા. બન્ને જણા સામાન ને બધું ક્લિયરિંગ કરાવી ઘર તરફ જવા નીકળ્યા. હજુતો ગાડી એરપોર્ટ છોડી શહેરની વધુ દૂર નહિ પહોંચી હોય અને અચાનક જ એક ધડાકો થયો. ઈશા કાઈ સમજે એ પહેલાં તો....................(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Crime