STORYMIRROR

GIRISH GEDIYA

Comedy Tragedy Others

2  

GIRISH GEDIYA

Comedy Tragedy Others

એક પત્ર પ્રિયતમાને ડૉક્ટરનો

એક પત્ર પ્રિયતમાને ડૉક્ટરનો

4 mins
80

પ્રતિ.

પ્રિય પ્રિયતમા......

કેમ છે તું સેહદ સારી હસે તારી અને રેગ્યુલર બોડી ચેકઅપ કરાવતી રહેજે તું,

મારાજ ઓળખીતા ડોકટર છે એમનું સરનામું લખી મોકલુ છું ત્યાં 50% રાહત કરશે ઓકે

આમ મને સમય નથી મળતો દવાખાનું અને ઘર પણ શું કરું હું ડૉક્ટર હોવ અને પેશન્ટની તકલીફ પહેલા જોવી પડે, આ મારી ફરાજમાં આવે અને જ્યારથી આ કોરોના આવ્યો ત્યારથી દરેક વ્યક્તી સેજ છીક આવે તરત દવાખાને દોડી આવે છે, અને ડોક્ટર તરીકે મારી પહેલી ફરજ એ આવે,

માટે હું હમણાં સમય નથી આપી શકતો, પત્ર એટલા માટે લખ્યો કે તારી પાસે મારી યાદ આવે તો આ પત્ર જોઈ તું ખુશ થજે,

આપડી છેલ્લી મુલાકાત ઘણી સારી અને યાદ રહે એવી છે,

તું હું બંન્ને મળિયા અને આંખોમાં આંખો પરોવી આપડે બેઠા હતા ને મસ્ત રોમેન્ટિક વાતો કરતા,

અને તે મને રોમેન્ટિક અંદાજમાં પૂછ્યું મારી આંખો કેવી લાગે છે તમને ?

મેં કહ્યું ખુબજ સરસ જાણે હિરણ જેવી લાગે છે માસુમ,

હા પણ તારી આંખો જોઈ તો એવુ લાગ્યુ તારામાં લોહીની કમી છે તો હેમઅપ ટેબ્લેટ રોજ એક લેવાનું રાખ અને બ્લડ ટેસ્ટ કરાવી લેજે

તે મને પૂછ્યું મારાં માથાની લટ જે ચહેરા પર આવી ઉડે છે એ કેવી લાગી, આજ તમારા માટેજ આવી કરી આવી

અને મેં કહ્યું તારી ઊડતી લટ મારું દિલ લઇ જાય છે, અને હા તારા વાળમાં ડ્રેન્ડર્ફ લાગે છે તો તું સારી રીતે સારા શેમ્પુ થી વાળ ધોવાનું રાખ ક્યાંક એવુ નાં થાય વાળ ખરી જાય અને ટાલ પડી જાય ,

પછી તે મને પૂછ્યું મારાં હોઠ તમને કેવા લાગે છે ?

બોલોને

અને મેં રોમેન્ટિક અંદાજમાં કહ્યું તારા હોઠ તો ગુલાબની પાંખડી જેવા અને મુલાયમ લાગે છે ,

હા પણ તારા હોઠ થોડા મોટા છે માટે થોડી અજીબ લાગે છે, તું ચિન્તા નાં કર મારો મિત્ર પ્લાસ્ટિક સર્જન છે અને ફ્રીમાં સર્જરી કરાવી લેશુ,

જોવો તમારા માટે તમને ગમે એવી નેલ પોલીસ લગાવી આજ,

શુ તમે તો જોતાજ નથી ત્યાં મેં કહ્યું તારી નેલ પોલીસ ખુબજ સુંદર છે મને ખુબ ગમી,

પણ તારા હાથ જોતા એવુ લાગીયુ તારામાં કેલ્શિયમની ખુબ કમી છે, તું એક કામ કર બે ટેબલેટ લખી આપું, એક વિકમાં એકવાર લેવાની અને બીજી રોજ એક બપોરે સાથે કેળા અને દૂધ વધારે લે મહિના થઇ જશે સરસ પછી તું રિપોર્ટ કરાવી લે જે

એમાં પણ મારું સેટિંગ ફ્રી માં ટેસ્ટ થઇ જશે,

તે પૂછ્યું મને મારો ચહેરો કેવો લાગે છે?

મેં કહ્યું પુનમનાં ચાંદ જેવું,

પણ સ્કિન થોડી ફીકી લાગે છે માટે તું વિટામિન સી રોજ લેવાનું રાખ અને વિટામિન ઈ ટેબલેટ રોજ એક ચહેરા પર લગાવ ઓકે

ફરી તે મને પૂછ્યું મારાં ડ્રેસ નાં તમે વખાણ નાં કર્યા?

અને મેં કહ્યું ખુબજ સરસ ડ્રેસ મારાં પસંદ રંગ

પણ આટલો ફિટ ડ્રેસ ના પહેર સ્કિન ઇન્ફેકશન થશે અને દાદર થવાનો ચાન્સ પણ ,

અને હા લીલા શાકભાજી અને સીઝનેબ ફ્રૂટ ખાવાના રોજ અને જમતા સમય પાણી ના પીવું અને જમ્યાના અડધો કલાક પછી પાણી પીવું, અને રાતે સુતા સમય બ્રશ કરવું અને ગરમ હુંફાળું પાણી સુતા પહેલા પીવું જેથી પેટ સાફ રહે અને વધારે કોઈ કબજિયાત રહેતી હોય તો કાયમ ચુરણ રાતે બે ચમચી ગરમ પાણી સાથે લેવું

તમે મારાં કોયલ જેવા મધુર અવાજ ના તો વખાણ ના કર્યા કેમ ?

તારો અવાજ તો ખુબજ સુરીલો છે મને ખુબ ગમે,

પણ પાછું પણ

તારો અવાજ આજ સાંભળ્યો તો એવુ લાગીયુ કે તને ગળામાં ઇમફેશન લાગે છે ગળાનું માટે તું અલથ્રોરોસીન 500mg લે અને ખાવાનું સોફ્ટ ખાજે દુખાવો હોય તો ડેન પી ટેબ્લેટ લઇ લે જે

તારા દાતની શું વાત કરું ખુબજ સરસ અને ચમકે છે,

પણ બાસ ખુબ આવતી માટે તું ડેન્ટિસ્ટ ને બતાવી દે અને હેક્ષીડે માઉથ વોશથી કોગળા કર ,

તમે મારી પગની જાંજર તો જોઈ જ નહિ કઈ તો કહો,

હા કેમ નહિ તારી જાંજર ખુબજ શોભે છે અને એની ઘુઘરી નો અવાજ મને ખુબજ ગમે છે,

પણ પાછું પણ

તારી જાંજર જોતા તારી પગની એડી પર ધ્યાન ગયુ વાઢ્યા અને કાળા પણ હતા તો ગરમ પાણી પાણી હુંફાળું લઇ સાફ કર અને ક્રેક ક્રિમ લગાવ ને નખમાં મેલ બોવ છે, વધુ બીમાર પડીશ માટે નખ કાપી નાખજે

અને ઉંચી એડીના સેન્ડલ ના પહેર આગળ જઈ તકલીફ થશે

*અને હા ખાસ વાત તો લખવાની રહી ગઈ આમાંથી કોઈપણ દવા અને ટેસ્ટ કરાવતી નહિ ઓકે

દવા કંપનીઓ સાથે મારું સેટિંગ છે માટે ફ્રી માં મળી જશે માટે મેડિકલ સ્ટોર નહિ ઓકે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy