STORYMIRROR

Kaushik Dave

Comedy Others

3  

Kaushik Dave

Comedy Others

એક નેતાનો પહેલો પ્રવાસ

એક નેતાનો પહેલો પ્રવાસ

1 min
180

'સાહેબ, શાકવાળો કહે છે કે ટામેટા ત્રીસ રૂપિયે કિલો છે.'

'ને, છગન.. સડેલા ટામેટા !'

'પણ સાહેબ સડેલા કેમ ?'

'જો તું સવાલ ના કર.એમ કર વીસ કિલો થોડા સડેલા ટામેટા લાવજે.'

'પણ કેમ સાહેબ, સડેલા ટામેટાનું શું કરશો ?;

'જો છગન આવતી કાલે નેતા તરીકે મારો પહેલો પ્રવાસ છે. મિડિયા અને પબ્લિકમાં આપણો પ્રચાર થાય.'

'પણ સાહેબ..આ સડેલા ટામેટા તમને વાગશે તો !'

'લે, મારનારા પણ મારા માણસો. ને મને તો વાગવાનું નથી. સ્ટેજ સુધી નાખવાનું કહીશ.'

'પણ સાહેબ તમને વાગશે તો !'

વાગશે તો થોડું ક જ. તો તો મને પબ્લિસીટી મળશે. હું મિડિયાવાળાને જાણ કરીશ કે મારા પ્રવાસનું ટીવી પર બતાવે. નેતા તરીકેનો મારો પહેલો પ્રવાસ સફળ થવો જોઈએ. મારા રાજકીય ગુરુ પાસેથી શીખ્યો છું.

•બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.



Rate this content
Log in

Similar gujarati story from Comedy