STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

4  

Sweta Sardhara "shwetgzal"

Romance

એક મિત્રતા

એક મિત્રતા

5 mins
421

 હેમ કેફેમાં સોનાની રાહ જોઈ રહ્યો હતો. આજે ના તો એ વારંવાર ઘડિયાળ સામે જોઇને અકળાય રહ્યો હતો, કે ના તો એણે ચા મંગાવીને પીધી હતી. બસ ક્યાંક ખોવાયેલો હતો, પોતાના વિચારોમાં અટવાયેલો હતો.

"હેય ! કેમ છો તમે ?" સોના હેમની સામેની ખુરશી પર બેસતા બોલી.

"એકદમ મજામાં તું ?" હેમ અચાનક વિચારોમાંથી બહાર આવીને બોલ્યો.

"હું તો હંમેશની જેમ જલસામાં જ હો, પણ તમે મજામાં નથી, કેમ ઉદાસ છો ?"

"અરે યાર, એવું કશું નથી"

"રેવા દો ને તમારાથી મારી સામે ખોટું નહિ જ બોલાય, ચાલો જલ્દી ક્યો શું થયું છે?"

"યાર, તું પણ અજીબ છે હો બધું ચહેરા પરથી વાંચી લે"

"હા ઉંમરમાં ઘણી નાની છું તમારાથી, પણ મિત્ર તો બરાબરીની છું હો, બોલો હવે આ મારા મિત્રની ઉદાસીનું કારણ શું ?"

"એજ હંમેશનું કારણ.... યાર, હું મારા કામમાં એકદમ તલ્લીન હોય બીજે ક્યાંય ધ્યાન ના હોય અને અચાનક એની યાદ આવી જાય, અચાનક એ મારી સામે આવી જાય છે, આવું કેમ થતું હશે ? શું એ મને યાદ કરતી હશે ? શું કોઈ આપણને યાદ કરે તો એનો અહેસાસ થાય ?"હેમ પોતાની સમસ્યા કહી રહ્યો હતો.

"આવો અનુભવ મને તો નથી, પણ કદાચ કોઈક હૃદયથી યાદ કરે તો આપણા હૃદય સુધી પહોંચે. પણ જે રસ્તો આપણે છોડી દીધો હોય ત્યાં જવાનો મતલબ જ નથી ને" સોના હેમની આંખોમાં દર્દ જોઈને બોલી.

"ખબર નહિ, મે બધું છોડી દીધું છે, તું પણ સારી રીતે જાણે છે કે મારે હવે એની સાથે કઈ લેવા દેવા નથી, ના તો એની સાથે કોઈ સબંધ છે." હેમ વધારે વિચલિત થતાં બોલ્યો

"એક વાત કહું ?"

"બોલ ને ! "

"તમે એક વાર એની સાથે મારી વાત કરાવી શકશો ?"

"પણ કેમ ?"

"બસ એમ જ, મારે એનું નામ પણ નથી જાણવું અને મળવું પણ નથી ક્યારેય, પણ બસ એક વાર વાત કરવી છે. ખબર છે તમે એના વિશે બધી વાતો કરી છે મને. ખાલી એક એની ઓળખથી મને વંચિત રાખી છે. પણ એકવાર એને કહેવું છે કે, હેમ હવે મારા છે, એમને યાદ કરવાની પણ એ હિમ્મત ના કરે મારા હેમને હું તકલીફમાં નથી જોઈ શકતી. એણે જે કરવું હતું એ કરી લીધું. હવે આ રસ્તો મારા માટે મૂકી દે" સોનાની આંખો થોડીક ભીની થઇ ગઈ હતી

"બહુ અઘરું છે, પણ તે આજ સુધી કશું જ નથી માગ્યું અને તારી આ ઈચ્છા છે, તો હું જરૂર પૂરી કરીશ." હેમ એક વચન આપતા બોલ્યો

"અત્યારે જ કરાવો ને."

"અરે યાર, અત્યારે તો એમ અચાનક કેમ કૉલ કરું ? હા, નંબર સારી રીતે યાદ છે, પણ....."

"પણ નહિ, કૉલ કરો આજે તો વાત થઈ જ જાય. "સોના થોડીક ગુસ્સામાં બોલી.

"ઓકે બાબા, કરીશ.... પણ મે બે વર્ષથી વાત જ નથી કરી, અને આમ અચાનક મારો કૉલ જાશે તો એ શું વિચારશે ?"

"મને નંબર આપો મારા મોબાઈલમાંથી કૉલ કરીશ "

  પછી સોના નંબર ડાયલ કરીને કૉલ કરી રહી હતી, હેમના મનમાં કેટલાય સવાલો અને કેટલાય વિચારો પૂરપાટે દોડી રહ્યા હતા. જાણે એને કોઈ ભૂતકાળ ટકરવાનો બહુ મોટો ભય હતો. પણ હેમનો હાથ પકડીને બેઠેલી સોના એના દર્દને ઘણું હળવું કરી રહી હતી, આ તકલીફમાંથી ફક્ત હેમ જ નહિ સોના પણ પસાર થઈ રહી હતી, સોનાની આંખોમાં એજ દર્દ દેખાય રહ્યું હતું જે દર્દ હેમનું હૃદય મહેસૂસ કરી રહ્યું હતુ. 

"હેલ્લો , કોણ ? "

"જે દર્દ આપીને જતા રહ્યા એ દર્દની દવા કરનાર."

"કોણ બોલો છો ? અને આવું કેમ કહો છો ?"

"હેમને ઓળખો છો ?"

"હેમ ! તમે કોણ છો? અને મને કેમ કૉલ કર્યો છે ?"

"એ જ કેવા માટે કે, કોઈને હદબારો પ્રેમ કરવો જ હોય તો છોડાય નહિ અને જો છોડવા જ હોય તો હદબારો પ્રેમ કરાય નહિ. અને છોડી જ દીધા હોય તો એના રસ્તામાં ફરીથી કાંટો બનીને જવાય નહી. "

"એક મિનિટ તમે હેમને કઈ રીતે ઓળખો છો ? અને મારો કોન્ટેક્ટ ક્યાંથી મળ્યો ?"

"હું હેમની મિત્ર છું, બહુ ખાસ મિત્ર. જે જગ્યા તમે ખાલી કરીને ગયા એમના હૃદયમાં, એ મે ભરી છે. હેમ એ તો હંમેશા સબંધ નિભાવ્યો છે. એણે તો હજુ સુધી તમારી ઓળખ મને નથી કહી, પણ વાત કરવાની મને ઈચ્છા હતી એટલે... હા તમે બહુ પ્રેમ કર્યો હશે હેમ ને, કદાચ હું ત્યાં સુધી ના પણ પહોંચી શકું, પણ એક વાત ચોક્કસ કહીશ કે હવે એ ફક્ત મારા છે. એટલે એમને યાદ કરીને તકલીફ આપવાનું બંધ કરો. તમે દુઃખ આપવામાં કંઈ જ બાકી નથી રાખ્યું એટલે હવે વધારે નહિ. મે બહુ મુશ્કેલીથી એમના હૃદયમાં મારી જગ્યા બનાવી છે એ હું ક્યારેય કોઈને નહિ છીનવા દવ."

હેમ એકધારો સોનાની સામે જોઈ રહ્યો હતો. સોનાની આંખોમાંથી અશ્રુની ધાર વહી રહી હતી. એના હૃદયમાં એક દર્દનો જ્વાળા સળગી રહ્યો હતો. એની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ગુસ્સાની દરેક હદ પાર થઈ રહી હતી. છતાંય એ બોલ્યે જતી હતી.

"તમારી હિમ્મત કેમ થઈ મારા હેમને સેજ પણ તકલીફ આપવાની ? કોણે આ હક આપ્યો તમેને ? કોઈ આટલું બેરહેમ કેમ હોય શકે ? કોઈ તમને જીવથી વધારે ચાહે અને તમે એને દગો આપો ? તમને શું ખબર પ્રેમ શું છે ? હેમ જેવી વ્યક્તિ દુનિયામાં ક્યાંય ના મળે. તમે જે ખોયું છે એનો અંદાજ પણ નથી તમને.ખરેખર ક્યારેય સામે ના આવતા નહિ તો....."

હેમએ સોના ના હાથમાંથી મોબાઈલ લઈને કાપી નાખ્યો 

"કેમ કાપી નાખ્યો ? જો એ સામે હોત તો મર્ડર થઈ જાત એનું." ક્રોધની દરેક સીમા વટાવી ગયેલી સોનાથી બોલાય ગયું

"બાપ રે, આટલો ગુસ્સો"

"હા તો, કોઈ મારા હેમ ને તકલીફ આપે તો ગુસ્સો તો આવેજ ને"

"પછી પોલીસ સ્ટેશનના ચક્કર હું નહિ ખાવ હો, તું એકલી જ રેજે આજીવન કેદ જેલમાં "હેમ સોનાને શાંત કરવા માટે મજાકમાં બોલ્યો

"હા વાંધો નહિ, આમ પણ તમારા વગરનું જીવન આજીવન કેદ જ તો છે ને."સોનાથી ખુદને ના રોકી શકાયું અને જોરદાર આંસુથી એ રડવા લાગી

હેમએ સોનાને આલિંગન આપ્યું.સોના જાણે ટુકડે ટુકડા થઈને વિખેરાઈ રહી હતી. અને હેમ એને પોતાના આલિંગનથી સમેટવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો હતો. એને પણ ખબર હતી કે એ આજે ના તો સોનાને રડતા રોકી શકશે ના પોતાની જાતને. સોનાના આંસુ જિંદગીભરના વિરહની ફરિયાદ તો કરતા જ હતા સાથે હેમનના દર્દની પણ ફરિયાદ કરી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Romance