Arun Gondhali

Drama Thriller

4  

Arun Gondhali

Drama Thriller

એક છબીની છબી - ૯

એક છબીની છબી - ૯

5 mins
188


(પ્રકરણ – ૯)

વેનિસ પોલીસ આકાશે આપેલ રિપોર્ટ અને ફોટાઓ લઈ ગઈ. હવે લંડન પોલીસ જોડે બધી વાતચીત કરી ખરી હકીકત જાણવાની હતી. જયારે એમણે કહ્યું કે ફોટામાં છપાયેલ લેડી ઉર્વશી ઈન્ડિયા પહોંચી ગઈ છે તો શાચી ક્યાં છે ? એની ફેમીલી ક્યાં છે ? હવે લંડન પોલીસ મુશ્કેલીમાં હતી.

હવે વેનિસ પોલીસ પણ સમજી શકતી નહોતી કે મ્યુઝિયમના સમાચાર બાદ શાચીને ગાયબ તો નહી કરવામાં આવી હોય ? તેમણે ઉદઘાટનના બધાં જ સીસીટીવી ફુટેજનું ફરીવાર બારીકાઈથી નિરીક્ષણ શરુ કર્યું. દરેક કેમેરાનાં ફોટાઓ ચેક કર્યા. ફોટો શુટના ફુટેજ પણ ચેક કર્યા. ફોટો શુટ કરનાર સ્પોન્સર પાસેથી બધાં ફોટાઓ મંગાવી એ ચકાસી જોયા પરંતું ક્યાંય કોઈ ક્લુ મળ્યો નહી કે શંકા ઉપજે એવું તારવી શક્યા નહી. કદાચ ઉદઘાટનના દિવસે જ ડુપ્લીકેટ મૂર્તિ મુકાઈ હશે એવી શંકા થઈ પરંતું તે શક્ય નહોતું કારણ એ પુરાતન મૂર્તિને ઘણી સંસ્થાઓ દ્વારા ચકાસવામાં આવી હતી અને એનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મૂર્તિ મ્યુઝિયમમાં મુકાઈ તે પહેલાં પૂર્ણ સુરક્ષામાં હતી અને ઓરીજીનલ હતી. ઉદઘાટન બાદ કંઈક ગેમ ખેલાઈ છે એ ચોક્કસ હતું. કોઈક આંતરરાષ્ટ્રીય ગેંગનું એ કામ હોઈ શકે એવી શંકા હવે વેનિસ પોલીસને થઈ હતી. કારણ વાત સૌંદર્ય, સુંદરતા અને કરોડોની કિંમતી મૂર્તિની હતી.

શાચી ન મળવાથી આકાશ બેચેન હતો. વારંવાર એનો ફોટો સામે મૂકી જોતો રહેતો. શાચીને કેમ કરીને શોધવી કે મળવું એનાં વિચારો એણે જંપવા દેતાં નહોતો. અચાનક એની નજર એનાં પેનવાળા ગુપ્ત કેમેરા ઉપર પડી. વેનિસના મ્યુઝિયમના ઉદઘાટન વખતે એણે એ છુપા કેમેરા દ્વારા ઘણાં ફોટાઓ લીધાં હતાં. ઝટપટ કેમેરાને ડીવાઈસ સાથે જોડી બધાં ફોટાં જોયા. વારંવાર ફોટાં જોયા તેમાં કોઈ શંકા જાય તેવું કંઈ હતું નહી. વારે ઘડીએ એની નજર ફોટાના શાચી ઉપર જ જતી. આખરે કંટાળી એ ફોટાઓ જોવાનું બંધ કરવાનો વિચાર કરી રહ્યો હતો ત્યારે નજર એક ફોટાં ઉપર સ્થિર થઈ, એમાં કંઈક શંકા ગઈ. શાચીના આગમનથી લઈ શાચીને બાય બાય ત્યાં સુધીનાં બધાં ફોટાઓ ફરી પાછાં નિરખીને જોયા અને શંકાની સોઈ એક જગ્યાએ અટકી. બીજાં ફોટાઓ ચેક કરતાં બીજી શંકાને પણ નકારી શકાય એવી નહોતી. શાચી સાથે જે બે આધેડ ઉંમરનું કપલ સાથે આવ્યું હતું તેમાં એક ચહેરો જાણીતો લાગ્યો. કદાચ એ ચહેરો નકાબપોશ હતો. વર્ષોથી પ્લાસ્ટિક સર્જરી કરનાર હોશિયાર ડોકટર આકાશથી એ છૂપું ના રહી શક્યું. હવે કંઈક આકાશનાં મગજના ઘોડાં દોડ્યા, કદાચ એક સાચી દિશામાં. બધાં ફોટાઓની કોપી કરી એ ફોટાઓ વેનિસ પોલીસને આપવાનો એણે વિચાર કર્યો.

ડોકટર આકાશે સમીર અને ઉર્વશી સાથે ફોન ઉપર વાત કરી ત્યારે ખબર પડી કે જે દિવસે એ બંનેને કોઈ એરપોર્ટ ઉપર છોડી ગયું હતું ત્યારે એમની સાથે આવેલ ડોકટર રાવ નહોતાં. કદાચ ડોક્ટર હજુ એમની નજરકેદમાં હતાં. કિડનેપિંગ પાછળનું કારણ પણ ખબર પડ્યું. એક કપટી અવ્યવાહારું રમત રમાઈ હતી બંદુકની અણીએ.

ડોકટર આકાશનાં મગજમાં વિચારનો એક એવો તણખો થયો કે શા માટે વેનિસના અતિ મૂલ્યવાન મ્યુઝિયમનું ઉદઘાટન લંડનની બ્યુટી ક્વીનના હસ્તે કરવામાં આવ્યું હશે ? અને આજ સુધી કોઈને શંકા ના થઈ કે કંઈક અજુગતું હતું ?

બંને દેશોની પોલીસ હવે હરકતમાં આવી ગઈ હતી. છાપાંઓ અને ટીવી ઉપર સતત સમાચાર હતાં કે લંડનની બ્યુટી ક્વીન શાચીનું અપહરણ થાય છે અને વેનિસ મ્યુઝિયમની મૂર્તિ બદલાઈ ગયેલ છે એટલે કે ઓરીજીનલ મૂર્તિની ચોરી થયેલ છે. ડોકટર આકાશે પોતે ગુપ્ત રીતે લીધેલ ફોટાઓ વેનિસ પોલીસને આપી દીધાં તેથી હવે એક નિષ્કર્ષ નીકળ્યો કે શાચી અને મૂર્તિ ચોરીના તાર કંઈક જોડાયેલા છે. એમાં કોઈ એક એજેન્સી કે ગેંગનો હાથ ચોક્કસ છે શાચીના આડમાં.

એક દિવસે જયારે ડોકટર આકાશ એક સેમિનાર એટેન્ડ કરી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે એમની નજર કોઈ એક વ્યક્તિ ઉપર પડી, એ વ્યક્તિને પોતે મળ્યાં હોય એ ચોક્કસ હતું, પરંતું યાદ આવતું નહોતું કે એ કોણ છે ? હોસ્પિટલમાં આવી વિચાર કરતાં હતાં ત્યારે એમની નજર એક જુના છાપાં ઉપર પડી. છાપામાં છપાયેલ ફોટાને જોઈ ખ્યાલ આવ્યો કે એ ડોકટર રાવ હતાં.

સમીર સાથે વાત કરીને જાણી લીધું કે ડોકટર રાવ હજુ ઈન્ડિયા પરત ફરેલ નહોતાં. ડોકટર આકાશની શંકા સાચી ઠરી. ડોક્ટર રાવ લંડનમાં જ છે અને મુક્ત રીતે ફરી રહ્યાં છે. આકાશે ડોકટર રાવને જોયાના સામાચાર પણ સમીરને આપ્યા. હવે સમીર અને ઉર્વશીને પણ કંઈક શંકા થઈ.

આકાશે લંડન પોલીસને માહિતગાર કર્યા કે ડોકટર રાવ નામની વ્યક્તિ લંડનમાં છે અને હજુ સુધી ઈન્ડિયા પરત ફરેલ નથી. પ્રૂફ તરીકે પોતે અટેન્ડ કરેલ સેમીનારના હોટેલના સીસીટીવી ફુટેજ ચેક કરવા જણાવ્યું. લંડન પોલીસે હોટેલના સીસીટીવી ફુટેજ ચેક કર્યા અને છાપાનાં ફોટાઓ સાથે સરખામણી કરતાં વાત નક્કી થઈ કે ડોકટર રાવ લંડનમાં છે અને સાથે સાથે એક બીજાં ગુનેગારની છબી પણ અનાયાસે સીસીટીવીમાં મળી અને તે વ્યક્તિ હતી મિસ્ટર રોક પીટર જેની ઓળખાણ ડોકટર રાવે પોતાનાં લંડન સ્થિત મિત્ર તરીકે આપી હતી જયારે તેઓ હોસ્પિટલમાં ઉર્વશીને લેવાં આવ્યાં હતાં.

લંડન પોલીસ હવે રોક પીટર અને ડોકટર રાવની શોધમાં હતાં.

ડોકટર આકાશ શાચી નહી મળવાથી ખૂબ અપસેટ હતાં. વિરહ દિલમાં વલયો સર્જીને અશાંત કરતાં હતાં. કેટલાંય દિવસોથી કોઈ ખબર કે સગડ નહોતી. જંગલમાં અટવાઈ ગયેલ કોઈ વ્યક્તિ જેવી એની હાલત હતી. દૂરદૂર સુધી કોઈ માર્ગ કે કેડી દેખાતી નહોતી.

એક રાત્રે આકાશનાં મોબાઈલની રીંગ રણકી. કોઈ અનનોન નંબરથી.

“હેલો... આઈ એમ ગ્રેસી ... શાચી’સ સિસ્ટર.” ફોન ઉપર જાણીતા નામ સાંભળી આકાશ સફાળો ઊભો થઈ ગયો.

“હેલો ... સમબડી ડ્રોપડ મી એટ હોમ” (કોઈક મને ઘરે છોડી ગયું છે), “આઈ હેવ નો આઈડીયા અબાઉટ શાચી, પ્લીઝ કમ ઈમેજીએટલી” (શાચીની મને કોઈ ખબર નથી, મહેરબાની કરી વહેલાં આવો.) 

ડોકટર આકાશ તરત તૈયાર થઈ શાચીના ઘર તરફ જવા રવાનાં થયો. ગ્રેસી સાથે વાત કરતાં ખબર પડી કે ઘણાં દિવસોથી બંને બહેનોને કોઈ એક જગ્યાએ નજર કેદ કરેલ હતી. પપ્પા અને મમ્મી ક્યાં છે એની જાણ બંનેને નહોતી. એક દિવસે જમ્યાં બાદ શાચીની તબીયત બગડી અને તેઓ એને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જાય છે એમ જણાવી લઈ ગયાં પરંતું આજ સુધી કોઈ ખબર મળી નહી. દર બે દિવસે તેઓ અમારી રહેવાની જગ્યા બદલતાં અને દરેક વખતે તેઓ અમને આંખે પાટા બાંધીને શીફ્ટ કરતાં.

લગભગ વહેલી સવારે એક એમ્બ્યુલન્સ બંગલાની બહાર ઊભી રહી. આકાશ અને ગ્રેસી વાત કરી રહ્યાં હતાં. એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સાંભળી ગ્રેસી દરવાજો ખોલીને બહાર કમ્પાઉન્ડ તરફ દોડી. બે વ્યક્તિઓ એમ્બ્યુલન્સમાંથી એક બોડી બહાર કાઢીને અંદરની તરફ આવી રહ્યાં હતાં. આકાશને સમજ પડતી નહોતી કે શું થઈ રહ્યું છે. ઝડપથી બંને વ્યક્તિઓ બોડીને એક સોફા ઉપર મુકીને નીકળી ગયાં. ગ્રેસી ખૂબ રડી રહી હતી. બોડી શાચીની હતી. આકાશની આંખોમાં આંસુ આવી ગયાં. શાચીની નજીક બંને બેસી ગયાં. શાચી બેભાન અવસ્થામાં હતી એ સમજતા આકાશને ધરપત થઈ અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે શાચી વહેલી ભાનમાં આવી જાય.

ગ્રેસીને છેલ્લાં દિવસોમાં બનેલ ઘટનાઓની જાણકારી આપી આકાશે લંડન પોલીસને કોઈક શાચીને બેભાન અવસ્થામાં ઘરે મૂકી ગયાની જાણકારી આપી.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama