એક ભૂલ
એક ભૂલ
શોભન તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરમાં તેનો નાનો ભાઈ, મમ્મી પપ્પા અને દાદા દાદી રહેતા હતા. એકની એક બહેન એટલે ઘરમાં સૌ કોઈ તેને લાડકોડથી રાખતા. ભણવામા પણ હંમેશા અવ્વલ જ આવે.
તેના મમ્મી પપ્પા તે જે કહે તરત હાજર. રોજ તેની સાથે અભ્યાસ કરાવે. અને પ્રવૃત્તિઓમાં ભાગીદારી નોંધાવે. કહ્યાગરી પણ એટલી કે તેના ઘરના એકવાર કહે તરત થઈ જ ગયું હોય.
સમય જતાં અભ્યાસ અર્થે મોબાઇલનો ઉપયોગ કરતી થઈ. ધીમે ધીમે મોબાઇલ પર ગેમની આદત પડી ગઈ. હવે તો ભણવામાં ધ્યાન ઓછું રહે. પુરતુ લેશન પૂરું ન કરે. શાળામાં માર્ક્સ પણ ઘટવા લાગ્યા.
એક દિવસ સાહેબે તેના મમ્મી પપ્પાને ફોન કરી જાણ કરી. આનું કારણ પૂછ્યું. ત્યાર પછી તેના મમ્મી પપ્પાએ તેના પર ધ્યાન રાખ્યું ત્યારે ખબર પડી કે મોબાઇલ ગેમની આદતને કારણે તે અભ્યાસમાં પાછળ રહી ગઈ.
શું તમે પણ આવી ભૂલ તો નથી કરી રહ્યા ને ? જો હા તો ચેતી જજો. પોતાના બાળકનું અને પરિવારનું ધ્યાન રાખો. તે તો આવી ભૂલ નથી કરતાને.
