Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

એ વિશ્વાસ

એ વિશ્વાસ

2 mins
107


અજય લોકડાઉન પછી ખુબ જ ટેન્શન માં ‌રેહતો હતો એ જે સ્કૂલમાં હતો ત્યાંથી ત્રણ મહિના નો પગાર થયો નહોતો..

પલકનાં ‌પગાર પર ઘર ચાલતું ‌હતુ એમાં ગાડીનાં લોનના હપ્તા અને છોકરાઓ નાં ખર્ચ.

મકાન પોતાનું હતું એ શાંતિ હતી પણ પલક નો‌ પગાર એનાં પગાર કરતાં ઓછો હતો અને ઘરમાં પાંચ સભ્યો નો જમવાનો તથા બીજા ખર્ચ.

પ્રવીણભાઈ પિતા નો નાનો મોટો દવાનો ખર્ચ.

દિકરી ઝીલ અને દિકરો ‌કિશન એ બંને સમજુ હતાં પણ ઘરમાં જમવાનું તો સરખું જોઈએ !

એમાંય પાછી આ રક્ષાબંધન નજીક આવી રહી છે મોસમી વર્ષમાં એક જ દિવસ સાસરેથી પિયરમાં આવે.

સવારે વેહલી આવી જાય અને રાખડી બાંધી ને જમવાનું પતાવી..

પપ્પા પાસે કલાક બેસે અને પછી રાત્રે સાસરે પાછી જતી રહે.

એક જ શહેરમાં હતી પણ એ શેહર નાં બીજા છેડે‌ રેહતી હતી..

અજય વિચારી રહ્યો કે દર વખતે એ મોસમીને કવર આપતો પણ આ વખતે શું આપું ?

એમ તો પલક પાસે‌ માગું પણ આખાં ઘરની જવાબદારી માં એની પાસે જ રૂપિયા બચતા નથી.

શું કરું ? એમ વિચારોમાં ને વિચારોમાં રક્ષાબંધન આવી ગઈ અને સવારે મોસમી આવી અને ઘર ભર્યું ભર્યું થઈ ગયું.

મોસમી એ અજય ને રાખડી બાંધી પછી બોલી કે ભાઈ એક વચન આપ કે‌ ગમે એવી પરિસ્થિતિમાં પણ કોઈ અવિચારી પગલું નહીં ભરે.

મને ખબર છે કે જ્યારથી લોકડાઉન થયું તારી સ્કૂલ તરફથી પગાર થયો નથી. 

તું ચિંતા ‌ના કરીશ ભાઈ. બધું સારું થઈ ‌જશે.

અજય મોસમી ને માથે હાથ મૂકીને હા દિદી.

મોસમી પિતાનાં રૂમમાં ગઈ અને પછી વાતચીત કરી ને બહાર આવી અને એણે અજય ને કહ્યું ભાઈ મમ્મીનાં દાગીના પડ્યાં છે એ તું જરૂર હોય તો વેચીને નાનું મોટું પોતાનો ધંધો કે એવું ચાલું કર જે પપ્પા સાથે વાત થઈ ગઈ છે.

અજય પણ દીદી એ દાગીના પર તો તારો પણ હક્ક છે.

મોસમી મારો એ‌ હક્ક ભાઈ હું તને આપું છું મારે કોઈ તકલીફ નથી.

તું તારું વિચાર.

સારું થાય ત્યારે તું પ્રેમથી આપજે એ લઈ લઈશ એમ કહીને હસીને કહ્યું તને શું લાગે છે હું મારો ભાગ છોડી દઈશ..

પ્રવીણભાઈ એ આવો એકબીજા નો પવિત્ર પ્રેમ જોઈને બંને ને ગળે લગાડી દીધા...

અને બોલ્યા સદાય તમારો પ્રેમ આવો જ રહે કોઈની બૂરી નજર નાં લાગે..

અને એ વિશ્વાસથી ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમને જોઈ રહ્યા.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational