Kanala Dharmendra

Inspirational

3  

Kanala Dharmendra

Inspirational

એ કેવો હશે ?

એ કેવો હશે ?

1 min
227


"હેં મમ્મી, ઈશ્વર કેવો હશે? ક્યાં રહેતો હશે ? ", પીનલના આ એક પ્રશ્ન બાદ તેના મમ્મી સુધાબેને તેને બાજુમાં રહેલ શિવાલય દેખાડી દીધેલ. બસ ત્યારથી પીનલ શિવભક્ત બની ગયેલી.


પીનલ હંમેશા શિવજી આગળ માંગતી તે બધું જ તેને મળી જ જતું. ઉમર સાથે તેની ઈશ્વરમાં આસ્થા વધતી ચાલી.ક્યારેક એને એ પણ પ્રશ્ન થતો કે તેના માગ્યા વગર ઈશ્વર બધું કેમ સમજી જતાં હશે. પપ્પાના ગયા પછી મમ્મીએ એને કેવી રીતે મોટી કરી એ બધાં દ્રશ્યો પીનલને પોતાનાં હાથમાં મુકેલી મહેંદીમાં દેખાતાં હતા. પીનલે આજે સવારે જ મમ્મીનો કબાટ પહેલીવાર ખોલ્યો. બધાં ડોક્યુમેન્ટ્સ જોયાં. ધીરે-ધીરે તેને બધા તાગડા મળવા માંડ્યા હતાં. તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી.


સુધાબેન બજારમાંથી આવ્યાં. પીનલ સામે મરકીને કહ્યું, "તું આજે મંદિરે દર્શન કરી આવ. કાલે તો સમય જ નહીં મળે અને પછી તો...." " ના, મંદિરે નથી જવું. તને બથ ભરીને ખૂબ રડવું છે", પીનલની આ વાત સાંભળી ધાબેને તેની આંખમાં જોયું અને પીનલે માના ચરણોમાં માથું મૂકી તેનાં ચરણ પખાળ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational