Kalpesh Patel

Romance Tragedy

5.0  

Kalpesh Patel

Romance Tragedy

દુકાળ

દુકાળ

5 mins
1.6K


ભસ્માંગ અને ભામિની અંગતમિત્રો હતા. ભામિનીથી  ગાંધર્વ સંગીત એકેડેમીમાં ભસ્માંગ ત્રણ વર્ષ જુનિયર હોવા છતાં એ સહેલાઇથી કોઈને પણ તું તડાક કરી દેતો, જે એકેડેમીના સંયમી વાતાવરણથી બિલકુલ વિરૂધ્ધનું હતું. પણ તેઓની દોસ્તી બધાથી સાવ અનોખી હતી. ભામિની મનોમન ભસ્માંગના પ્રેમમાં તણાઇ રહી હતી.

આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં કલ્ચરલ ઈવેન્ટમાં તેઓ જોડી બનાવી અચૂક ભાગ લેતા. બંને કલાની અભવ્યક્તિ મુદ્દે એક હતા. પાછલા ત્રણ વરસ દરમ્યાન પ્રાસંગિક ઈવેન્ટ દરમ્યાનની અને લાઈબ્રેરીની ટૂંકી મુલાકાતોએ ભસ્માંગ પોતાના દિલની ગહેરાઈ સુધી ક્યારે પહોચી ગયો તેનો ભામિનીને ખ્યાલ નહતો.

સંગીતમાં વિશારદ કર્યા પછી ભામિની ડોકટેરેટ માટે  તેનો "હિંદુસ્તાની રાગિની અને તંતુ વાદ્ય" ઉપર મહાનિબંધ (થેસીસ) તૈયાર કરતી હતી. જ્યારે ભસ્માંગ સંગીત એકેડેમીની ફાઇનલ યરની થીયરીની પરીક્ષા આપી પ્રેક્ટિકલ્સની પરીક્ષા આપવા માટેની તૈયારી કરતો હતો.

આ દરમ્યાન એક રાત્રે અગીયાર વાગ્યે ભસ્માંગ લેડીજ હોસ્ટેલના ક્વાર્ટર્સ પર આવ્યો.તેને જોઈ ભામિની વિચારતી હતી કે , તે  પ્રેક્ટિકલ પરીક્ષામાં  સરખી રીતે પરફોમ કરી શકશે કે નહીં એ વિચારી  ગભરાયેલો હશે . અઘરા પરિક્ષક આવશે તો સિતારના તાર ઉપર આંગળીઓ ચાલશે કે પછી તાર તોડશે એ પ્રકારના પરીક્ષાના ફોબિયાથી ( ચિંતા ) મુક્ત થવા, તેની  પાસે મન હળવું કરવા તે આટલો મોડો હોસ્ટેલ પર આવ્યો છે .

દરવાજો ખોલી મેં ભસ્માંગને અંદર આવકાર્યો. ભામિનીના આશ્ચર્ય વચ્ચે તે અત્યારે તનાવપૂર્ણ નહોતો દેખાઇ રહ્યો. ઉલટાનો એ ખુશીથી છલકાઇ રહ્યો હતો.

ભસ્માંગ સ્વભાવે ટીખળી છતાં સ્વભાવે ગભરુ, અને સંવેદનશીલ યુવાન હતો. એ રાત્રે એ સાવ બદલાઇ ગયેલો અને કોઇ અનોખા મૂડમાં હતો. ભામિની તેને ત્રણ વર્ષથી તેને ઓળખતી હતી તેનાથી વિપરીત મૂડમાં તે રાત્રે હતો.પહેલીવખત ભસ્માંગ આજે રોમેન્ટિક અંદાજ તથા આનંદથી છલોછલ હતો.આવતા વેત તે ભામિનીને આલિંગનમાં જકડી બોલી ઉઠ્યો...

"ઑ મારી ભાનું.. આજે હું બહુજ ખુશ છું, તને મારા દિલની વાત કરવા આવ્યો છું !" 

ભામિની પૂછ્યું ''શું વાત છે ભસ્માંગ ?''

''વાત મહત્વની છે'' ભસ્માંગે જવાબ આપ્યો.

'ભામિની' હું તને મારી અંગત વ્યક્તિ ગણું છું, એટ્લે આ વાત કરી રહ્યો છું.''

મેં આજે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે અને આ ફાઇનલ યરનું પરિણામ આવે અને પછી મારી ઇન્ટર્નશીપ શરૂ થાય એટલે તરત જ... આવતે મહિને !''

''શું વાત કરે છે !'' ભામિની પૂછ્યું.

પરંતુ મહાશય લગ્ન કરવામાટે તારે એક છોકરીની જરૂર પડશે ? 'તો કહે તું કોઈ સાથે પ્રેમમાં પડયો ? કે તારા પેરેન્ટ્સનું કોઈ કમિટમેંટ નિભાવે છે ?''

''સુનંદા સર સાથે.. છેલ્લા ચાર મહીનાથી..મારૂ ગુટુર... ગુ ચાલી રહ્યું છે.''

''ભામિનીએ ચોંકી જતા પ્રતીભાવ આપ્યો, રે ભસ્માંગ તું મજાક કરવાનું છોડ, તું શું કહી રહ્યો છું તેનું ભાન છે, એમની ઉંમર તો...જો ...અને એ તો એક છોકરીની તરછોડાયેલી માં''

ભસ્માંગ બોલ્યો, "એ હું જાણું છું, પણ તે સિવાય જે કહી રહ્યો છું, એ બીજું કોઇ નથી જાણતું. તારી પાસે લોકોની મનઘડંત, વાહિયાત વાતોની જાણકારી હોય તો તું એક સત્ય સમજી લે કે એના જેટલી ભોળી, નિર્મળ, નિખાલસ, શાંત અને પ્રેમાળ વ્યક્તિ આ દુનિયામાં બીજા કોઇ હોઇ જ ન શકે''

ભસ્માંગ વાત કરતાં થોડો ઉત્તેજિત થઇ ગયો. પોતાની વાત આગળ વધારતાં તે બોલ્યો.

''બાય ધ વે.. તું કંઇપણ વિચારે એ પહેલાં જ હું તને જણાવી દઉં કે તેનાં લગ્ન વીસ વર્ષની ઉંમરે થયાં હતાં. તેની હાલમાં ઉંમર ત્રીસ વર્ષની છે અને તેના ફક્ત આંઠ માસના વૈવાહિક જીવન પછી નવ વરસની પુત્રીની માતા છે. આજના સમાજમાં કોઈ સુંદર યુવતી એકલી રહેતી હોય, અને કોઈને ભાવ ન આપે એટલે લોકો તેના વિશે ખોટી વાતો ઉડાડે એ સ્વાભાવિક છે.''

ભસ્માંગે વકીલ જેવી દલીલો આક્રમક થઇને કરી. કારણ , સુનંદાને જોઈ ભસ્માંગના દિલની ઘંટડીઓ રણકવા લાગી હતી. તેણે જણાવ્યુ કે સુનંદાસર સાથે ગાઢ પરિચય કેળવી લીધો હતો. બન્ને થોડા સમયમાં ઘનિષ્ઠ સંબંધો ધરાવતા થઇ ગયા હતા. સુનંદા સરે પણ તેનું જીવન ભસ્માંગને સમર્પિત કરવાનો કોલ આપી દીધો હતો.

ભામિનીએ વાતની ઘેડ સમજવા અને પોતાનો અચંબો છુપાવવા પૂછ્યું.

''વાહ બહુ સરસ... પણ એતો કહે કે એની સાથે તારી પ્રથમ મુલાકાત ક્યાં થઇ ? અત્યાર સુધી તમે બંને એકબીજાંની કેટલાં નજીક આવ્યા છો ? એકબીજાને કેટલાં ઓળખો છો ? તેની છોકરીને તમારા ચક્કર વિષે ખબર છે ?''

ભસ્માંગ પ્રોત્સાહિત થઇ બોલ્યો ''આમારો પ્રેમ પ્રથમ દ્રષ્ટિનો અને પ્રથમ મુલાકાતનો પ્રેમ છે. મને લાગે છે કે અમે "મેડ ફોર ઈચ અધર" "સુનંદાનું ટૂંકું વૈવાહિક જીવન, એ વાત સૂચવે છે કે 'તેને , આ ધરતી પર મારે માટે જ મોકલવામાં આવી છે. પહેલી મુલાકાતમાં જ અમને બન્નેને એકબીજા પર દ્રઢ વિશ્વાસ થઇ ગયો હતો કે ઉપરવાળાએ અમને એકબીજા માટે જ સર્જ્યાં છે.''

પ્રથમ મુલાકાત પછી અમે બન્ને એકબીજાની પાછળ પાગલ થઇ ગયાં. એકવીસ વર્ષની ઉંમરે હું એવું અનુભવું એ સ્વાભાવિક છે. પણ ત્રીસ વર્ષની ઉંમરે પુત્રીની માતા હોવા છતાં, સુનંદા પણ આવીજ કઈ લાગણી અનુભવે છે.

સિતાર ટ્યુનિગના સેસન દરમ્યાન થયેલી આમારી પ્રથમ મુલાકાત પછી, મારી સિતારના તાર કેટલા ટ્યુન થયા તે ખબર નથી, પણ  અમારાં બંનેના  દિલની ધડકન  ટ્યુન થઈ ,એક થઇ ગઈ ,  તે હકીકત છે.અમારા દિલ એક સાથે ધબકે છે. અમે એકબીજાનો હાથ પકડીએ છીએ ત્યારે એવું લાગે છે કે અમારૂં લોહી એક સાથે વહી રહ્યું છે.

સુનંદાની હુંફે જ ફાઇનલ યરના છેલ્લા મહીનાઓમાં મને અજબની શક્તિ અને આત્મવિશ્વાસ આપ્યાં છે. એનું એક આલિંગન પરીક્ષા વિષયક ભય દૂર કરે છે. આવા હેતાળ આલિંગનો પછી થયેલાં અમારા લગ્નને જોઇને કોઈને પણ અમારી ઈર્ષ્યા આવશે તે પણ હું જાણું છું !!''

ભસ્માંગ પ્રેમમાં પડવાની પ્રક્રિયાને સુખી લગ્નજીવનની પહેલી નિશાની માનતો હતો. એટલે બન્ને જણાએ જલદી જલદી લગ્નની તૈયારીઓ આરંભી હતી.

ભામિની કોઈ પણ કારણ વગર પોકારી ઉઠી,

"ભસ્માંગ, પ્રેમ કરી લગ્ન માટે ઉત્સુક યુગલોના સપનાં વૈવાહિક સુખ પ્રાપ્તિના હોય છે. ટૂંકી મુલાકાતો પર્યંત પ્રેમીઓ એવું દ્રઢપણે માનવા લાગે છે કે તેઓ એકબીજાને બધી રીતે સુખી રાખશે અને ક્યારેય નહીં ઝઘડે. કારણ તેઓ એકબીજાને સાચો પ્રેમ કરે છે. આવાં ટૂંકી વરસાદી જીવ સમાન પ્રેમી-યુગલો એવું પણ માને છે કે બન્ને વચ્ચે જો મતભેદ થશે તો મુક્તમને ચર્ચા-વિચારણા કરશે. બન્નેમાંથી કોઇ એક ઝૂકી જશે એટલે ઝગડાનો સુખદ અંત આણશે. જે વ્યક્તિ પ્રેમમાં હોય છે તેને એવો ભ્રમ હોય છે કે એની પ્રેમિકા આ દુનિયામાં સૌથી સુંદર સ્ત્રી છે. બીજા કોઇને એમની પ્રેમિકામાં જે ઉણપ દેખાય છે તે એને દેખાતી નથી. પરંતુ પ્રેમમાં પડેલ વ્યક્તિ પ્રેમિકા વિશે કોઈની પણ સલાહ માગતા નથી. કે અન્ય સાથે સરખામણી પણ નથી કરતાં. કોઈ તેના માટે દિવાની હોય તેની નોંધ પણ નથી લેતા. પોતે માનેલી પ્રેમિકાજ એક આદર્શ અને સર્વગુણ સંપન્ન છે એટલે અન્ય લોકોના મતની તેને પરવા નથી કરતાં". સતત બોલી રહેલી ભામિનીને ખ્યાલ આવ્યો કે....

અત્યારે ભસ્માંગે "સુનંદા સાથે સંબંધોમાં આગળ વધવું કે નહીં એવું ભામિનીને પૂછ્યું ન હતું." તે સુનંદાના પ્રેમમાં એ એટલો દિવાનો બની ચૂક્યો હતો કે તેના વિશે કોઇ સલાહ સૂચન કે ટીકા-ટીપ્પણી તેણે કોઈ પાસે માગ્યા ન હતાં. એ તેને કઈ પૂછવા નહીં પણ કહેવા આવ્યો હતો કે "એ સુનંદાસર સાથે લગ્ન કરવાનો છે ".  

 ભસ્માંગ , સુનંદાના પ્રેમમાં એટલો પાગલ હતો કે  નવ વર્ષ મોટી સ્ત્રીને  તેની છોકરી સાથે પત્ની તરીકે , તે સ્વીકારી ચૂક્યો હતો. ભસ્માંગનો નિર્ણય અફર જોઈ ભામિનીનો ભ્રમ ભાંગી ગયો હતો.આજની વાવાજોડા જેવી ભસ્માંગની મુલાકાત પછીના એકાંતમાં,સિતારના તાર ઉપર આંગળીઓ ફેરવતી ભામિનીની આંખોમાં આજે પહેલી વખત પાણીનો દુકાળ હોઇ, તે  સૂકું રડી રહી હતી. 

શીર્ષક પંક્તિ

આંખોમાં પાણીનો "દુકાળ" કદી હોય ખરો ? એ તો કોક વાર હર્ષ તો કોક વાર દુ:ખમાં ઉમટવા તૈયાર જ હોય !


Rate this content
Log in

Similar gujarati story from Romance