Sapana Vijapura

Drama

3.5  

Sapana Vijapura

Drama

દરિયો

દરિયો

2 mins
3.4K


આજ આપણે કરોનાની વાત નથી કરવી. ચાલો આજ આપણે દરિયાની વાત કરીએ. પ્રકૃતિમાં સૌથી વધારે વહાલો હોય તો એ દરિયો છે. હું રોજ ચાલવા જાઉં, મારું ઘર એક 'બે 'ની નજીક છે. જેથી મારો એરિયા બેશોર કહેવાય છે.'બે' એટલે અખાત. પણ આ Bay ને જોઈને મને હંમેશા પેલો ઘૂઘવતો દરિયો યાદ આવી જાય. દરિયાની વિશાળતા જોઉં એટલે મને ઈશ્વરની વિશાળતા નજરે પડે. આ દરિયો પોતાની અંદર કેટલા જીવને પાળે છે! કેટલા ભેદ પોતાની અંદર છૂપાવે છે! એ કેટલો ગહન અને કેટલો વિશાળ છે. છતાં તે કદી પોતાની મર્યાદા તોડતો નથી.પોતાની રિધમમાં એક સરખું ગરજ્યાં કરે છે. એ ઈશ્વરના હુકમનું પાલન કરે છે. અને હા, હુકમ થાય તો મર્યાદા તોડે પણ છે, ત્યારે સુનામી આવી જાય છે. દરિયો ભૂરા રંગનો, કે લીલા રંગનો, તેમજ આસમાની રંગનો હોય છે.એક એવી જગ્યા પણ છે. જ્યા બે દરિયા મળે છે. એકનું પાણી ભૂરું અને બીજાનું લીલું છે. પણ આ બંને દરિયાનું પાણી કદી મિક્સ થતું નથી!! આ પાણીને કોણ અલગ અલગ રાખે છે. કોણ આ પાણીને ભેગું થતું અટકાવે છે ? જેણે આટલો વિશાળ દરિયો બનાવ્યો એ કેટલો વિશાળ હશે? આ દરિયો, આ પહાડ, આ ફૂલો, આ વૃક્ષ !! આટલી સુંદર દુનિયા બનાવવાળો તે કેટલો સુંદર હશે!!

મારી ગઝલની ચાર પંક્તિ સાથે વિરમું છું.

અવની પુષ્પોથી ભરી એ કેટલો સુંદર હશે!

વ્યોમની એ તો પરી એ કેટલો સુંદર હશે!!

ઘૂઘવતો ઉદધિ જો ગાથા ગાય પ્રેમની ,

ઓ નદી જા જળ ભરી તે કેટલો સુંદર હશે !


Rate this content
Log in

Similar gujarati story from Drama