Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

3.5  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

દોસ્તી એક હકીકત

દોસ્તી એક હકીકત

3 mins
49


મેઘના, વિલાસ, દિલીપ ત્રણે ખાસ મિત્રો. કોલેજમાં જ એમની દોસ્તી થઈ. પણ ત્રણે એકબીજાથી ખૂબજ અલગ હતા.

મેઘના સાદગીપૂર્ણ અને સમજદાર, વિલાસ દિલ ફેક આશિક અને દિલીપ વાતોમા ફેકમ ફેક કરનાર અને નારદમુની દોસ્તી તો દોસ્તી હોય. એ થઈ જાય એટલે નિભાવી પડે. મેઘના એના બંને દોસ્ત ને સારી રીતે જાણતી કે એ કેવા છે.એ હંમેશા એમને સાથ આપતી..ત્રણે ખૂબ વાતો કરતા..કોલેજમાં બધી છોકરીઓ પર વિલાસનું દિલ આવી જતું. અને પ્રપોઝનો ટ્રાય રોજ રહેતો..અને મેઘનાથી મદદ લેતો. મેઘના બોલતી એેેને ક્યારેય સુધરીશ હું તારી કોઈ મદદ નહિ કરુ. તો પણ મદદ કરતી. દિલીપની વાતો તો..હિમાલયના પહાડો જેવી હોય. એ પણ એક છોકરી પર ખૂબ જ ફીદા હતો. જે મેઘના સિવાય બધા જોડે ઓછુ બોલે..મેઘના ને બહુ ઓછા લોકો પસંદ કરતા..પણ તો એ ખુશ રહેતી.

કોલેજમાં વેલેન્ટાઈન ડે ના બે દિવસ પહેલા ના આ વાત છે. કોલેજ ના બધા ફ્રેન્ડ્સ એ ફરવા જવાનો પ્લાન બનાયો. એમ કહીએ કે બધા પ્રેમપંખીડાઓ એ પ્લાન બનાવયો તોએ ચાલે. .મેઘના આ વાતથી અજાણ હતી. 13 ફેબ્રુઆરી એ મેઘના કોલેજ પહોંચી ..કોલેજ પહોંચતા થોડું મોડુ થઈ ગયુ હતુંં એટલે એ કોલેજ ના કેમ્પસમાં બેસી રહી. ત્યાં એને બીજી છોકરીઓ પણ મળી..જે વાતો કરતી હતી..કે કાલ શું કરવાનું છે. અને મેઘના આ બધુ સાંભળતી હતી. એ છોકરીઓ મેઘના પાસે આવી અને કહે તમે વિલાસ અને દિલીપ ના ફ્રેન્ડ છો ને.મેઘના કહે હા..કેમ કઈ કામ હતુંં. એ છોકરીઓ એ જવાબ આપ્યો. ના ના કઈ કામ નથી પણ કાલે અમે બધા ફરવા જવાના છે. લુચ્ચા હાસ્ય સાથે. જે મેઘના ને સમજણ પડી ગયુ..એ છોકરીઓએ કીધું કે અમે તો બધા કપલમાં જવાના. તો તમે આવશો..? હા પણ આવીને પણ શું કરશો. મેઘના કહે હું નથી આવાની એમ પણ મારે કામ છે.

 શબ્દોના તીર તો વાગ્યા જ હતા. પણ કહેવાય નહિ. એટલામાં વિલાસ ને દિલીપ આવી ગયા. અને બોલ્યા કે આજ કેમ મોડી પડી..મેઘના કહે થઈ ગયુ મોડું .

વિલાસ : મેધુ કાલ આવાની ને..

મેઘના : જોઉ છું..કંઈ નકકી નહિ

વિલાસ : કેમ તારા બાપાના લગ્ન છે.

મેઘના : ગુસ્સેથી નાલાયક બહુ ના બોલ

દિલીપ : કેમ તારો ચહેરો ઉતરેલો છે.

મેઘના : કંઈ નહિ

વિલાસ : નાટક કર્યા વગર સાચું બોલ.

મેઘના : અરે સાચે જ કંઇ નહિ થયું

દિલીપ : અમારા બે ના માથે હાથ મૂકીને કહી દે તો અમે માની લઈશું

મેઘના એ કેમ્પસમાં થયેલી વાત કહી અને એની આંખો ભરાઈ ગઈ.

વિલાસ કહે ચલ મારી જોડે..કોણ હતી એ. મેઘના કે જવા દે.. દિલીપ કે તું કહીશ કે અમે શોધીએ..મેઘના કહે છોડને યાર. વિલાસ કહે તુંં એવુ ઈચ્છે છે કે અમે બે કેમ્પસમાં ગાળો બોલીએ. મેઘના કહે..કેમ આવું કરે છે. એટલામાં કોલેજના છોકરા છોકરીઓ બહાર આવા લાગ્યા. મેઘના કે હું નામ નથી જાણતી પણ તને બતાવું કોણ હતા..પણ દોસ્તીની કસમ કઈ બોલતો નહિ અને દિલીપ તું પણ નહિ.

મેઘના એ કીધુ આ લોકો હતા. વિલાસ એને જઈને કીધું કાલનો પ્લાન કેન્સલ છે..એ એ છોકરી કહે કેમ. તો એને કીધુ તું આવીને શું કરીશ. અને વાત રહી મેઘનાની તો હું જ એનો બોયફ્રેન્ડ છું અને દિલીપ કહે હું પણ. તુંં એકને સાચવી લે એ બહુ છે. મેઘના તમારા જેવી તો નથી..જે રીતે મેઘના માટે દોસ્ત બોલ્યા એ દિવસ એનો વેલેન્ટાઈન ડે બની ગયો. અને આ દોસ્તી 17 વર્ષે પણ હજુએ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational