STORYMIRROR

Ankita Soni

Drama Fantasy

4  

Ankita Soni

Drama Fantasy

દિવાળીનું બોનસ

દિવાળીનું બોનસ

1 min
343

આજે એનો ઑફિસનો છેલ્લો દિવસ હતો. બોસે વારાફરતી દરેકને બોલાવીને મીઠાઈનું પેકેટ અને બોનસ આપ્યું. એનો વારો આવ્યો. બોસે હાથ લંબાવ્યો પણ એ થોડો ખચકાયો. મીઠાઈનું પેકેટ લીધું. બીજા હાથમાં રહેલું પરબીડિયું પકડાવવાની એની હિંમત રહી નહોતી. બોનસ લેવાની એ ના પાડવા લાગ્યો અને પોતાના હાથમાં રહેલું પરબીડિયું એણે ધીરેથી બોસને પકડાવી દીધું. બોસે પરબીડિયું ખોલ્યું ને વાંચતાં જ એમનો ચહેરો જરા તંગ બન્યો.

એ સીધો કેબિનની બહાર નીકળી ગયો. બધાં એકબીજાને દિવાળીના પ્રકાશપર્વની શુભેચ્છાઓ પાઠવીને વિદાય થતાં હતાં. પોતાની ખુરશીમાં બેસીને ખાસ્સી વાર એણે રાહ જોઈ. હમણાં બોસ કેબિનમાંથી બહાર આવશે અને એને બરાબર તતડાવશે. કદાચ એને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવે. તમામ પરિસ્થિતિ માટે એ તૈયાર હતો.

બોસની લાડકી દીકરી તન્વીએ એને ફોન કર્યો ને પરબીડિયાનું પૂછ્યું. ઉત્તર વાળવાની જગ્યાએ એણે ફોન બંધ કર્યો. વારંવાર ફોનની રીંગ વાગતાં એણે ફોન સ્વિચ ઓફ કર્યો અને તન્વીના વિચારોમાં ખોવાયો.

લગભગ પોણા કલાકે કેબિનનું બારણું ખૂલ્યું. અમંગળની આશંકાએ એનો શ્વાસ વેગ પકડી રહ્યો હતો. બોસની નજરથી પોતાના ચહેરા પરના ભાવ છૂપાવવાની નિષ્ફળતાથી નિરાશાના વમળમાં ફસાયો ત્યાં જ ઑફિસના દરવાજે તન્વીનું આગમન થયું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama