દિલની અમીરી
દિલની અમીરી
એક હતા અનિકેતભાઈ. તે એક ગામડામાં રહેતા હતા. તેની પાસે નાનકડું ખેતર હતું. કૂવામાં બારેમાસ પાણી રહે. એટલે વર્ષ દરમિયાન પોતે ત્રણ પાકનું વાવેતર કરે. એક દીકરો અને પત્ની. ત્રણ જણનું ગાડું આરામથી ચાલે એટલી આવક. પરંતુ અનિકેતભાઈ અને તેમના પત્ની બંને આવક ઓછી,ઘર નાનું પણ દિલથી અમીર. જે કોઈ સાધુ કે મહેમાન તેને ઘરે આવે એટલે ખાલી હાથે જાય નહિ.
આ વાતથી સૌ પરિચિત હતા. આથી મહેમાન આવે સાધુની પધરામણી વારંવાર તેના ઘરે થયાં જ કરે. અમુક વખત તો એવો સમય આવે કે પોતે ભૂખ્યા રહે પરંતુ આવનાર માણસને એમનમ જવા ન દે.
તેમનો પુત્ર કહે,પિતાજી આપણાં પુરતું અન્ન આપણે પાકે જ છે. તો તમે મહેમાન આવે સાધુને શા માટે કંઈક આપો. એટલે આપણે ભૂખ્યા રહેવું પડે ને. . . !
ત્યારે તેના પિતાજીએ કહ્યું, બેટા એને વિશ્વાસ છે કે આપણે એમને ખાલી હાથે નહિ મોકલીએ એટલે એ અહીં આવે છે. બાકી ગામમાં ઘણાં લોકો શ્રીમંત છે જ. તો પણ એની ઘરે કેમ નથી જતાં.
વાત છે દિલની અમીરીની.
" ઘર ખોરડાં ભલે હોય ટૂંકા
દિલથી રહો હંમેશા મોટા. "
