STORYMIRROR

Pooja Patel

Romance Fantasy

4  

Pooja Patel

Romance Fantasy

દિલ મિલ ગયે

દિલ મિલ ગયે

5 mins
80

અરમાન અને રિદ્ધિમાં જ પ્લેસમેન્ટથી એક જ હોસ્પિટલમાં ઇન્ટર્ન બનીને આવ્યાં હતાં. બન્ને જ દિવસે મળ્યાં તે જ દિવસે ઝઘડો કરવા લાગ્યાં કે આ દર્દીને હું જ ચેક કરીશ. બંને દર્દીને ચેક કરીને બહેસ કરવાં માંડ્યા -

અરમાન : "દર્દીને ખૂબ પીટવામાં આવી છે અને તેની હાલત ખરાબ છે, તો ઓપરેશન કરવું પડશે."

રિદ્ધીમાં : "ઓપરેશન ની જરૂર છે પણ એટલી બધી પણ નહી. તેની પહેલાં તેને દવા આપીને અને બાટલા ચડાવીને સારવાર કરશું તો એક જ દિવસમાં સારું થઈ જશે." બંને આ વાત પર ઝઘડો કરતા હતા તેથી ડોક્ટર કીર્તિ એ તેમને શાંત પડતાં કહયું કે - "આ એક હોસ્પિટલ છે. તમે બંને ડોક્ટર છો અને જુનિયર કીન્ડર ગાર્ડનના બાળકો નથી. તમે એવી રીતે બહેશ નહી કરી શકો. પહેલાં દર્દીના રિપોર્ટ કરવો જોઈએ. અને રિપોર્ટ પરથી નક્કી થશે કે દર્દીની સારવાર કેવી રીતે થશે." અરમાન અને રીદ્ધિમાં એ શરત લગાવી હતી કે દર્દી મને જ મળશે. જે શરત હરી જશે તે જીતવાવાળી વ્યક્તિને ૫૦૦₹ આપશે. બીજા દિવસે રિપોર્ટ આવ્યાં અને જોયું કે રિદ્ધિમાં જીતી ગઈ હતી. અને અરમાન ને ૫૦૦₹ આપવા પડ્યાં.

તે બંને હમેશાં કોઈ ને કોઈ વાતે ઝઘડો જ કરતાં રહેતાં હતાં. એક દિવસ એવુ બન્યું કે એક છોકરી વાંક વગર અરમાનને ફસાવવાની કોશિશ કરતી હતી. તેણે ખોટું બોલીને અરમાન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. રીદ્ધીમાં એ અરમાનની મદદ કરી અને સાબિત કર્યું કે તે છોકરી ખોટું બોલતી હતી. પોલીસ એ પેલી છોકરીને એક દિવસ માટે જેલમાં રાખી હતી કોઈની પર વાંક વગર માનહાનિનો કેસ કરવા માટે ! આ દીવસ પાછી અરમાન અને રિદ્ધિમા એકબીજાનાં દોસ્ત્ બની ગયા. બંને હોસ્પિટલમાં આવતાં હતાં ત્યારે એકદિવસ એક દર્દી એ સાથે આવ્યાં છે એ વાતને લઈને મોટોઇસ્યુ બનાવી દિધો. ડોક્ટર કીર્તિ અને રિદ્ધિમાના પપ્પા પણ ખૂબ ગુસ્સે થયાં. પછી અરમાન એ સમજાવ્યા એટલે તેમની ગેરસમજ દૂર થઇ. એ જ રાતે તે દર્દી એ રિદ્ધિમા ઘરે જતી હતી ત્યારે તેની પર હુમલો કર્યો અને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. અરમાન તે જ રસ્તે થી જતો હતો, એટલે તેણે રિદ્ધિમાને મદદ કરી અને તે પછી તેને ઘરે મૂકી ગયો. એની પછીથી તે રોજ રિદ્ધિમા ને ઘરે મૂકી જતો હતો. 

   થોડાક દિવસ પછી તેમની હોસ્પિટલ માં એક કેમ્પ રાખ્યો હતો અને તેની માટે જંગલમાં જવાનું હતું. અરમાન અને રિદ્ધિમા, બીજા હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર કીર્તિ પણ તેમની સાથે જ હતાં. નવા આવેલાં ઇન્ટર્ન માં અરમાન અને રિદ્ધિમાના બીજાં અનેક મિત્રો પણ હતાં, જેમ કે ડોક્ટર અતુલ, ડોક્ટર મુસ્કાન, ડોક્ટર અંજલિ, ડોક્ટર સપના, ડોક્ટર રાહુલ અને ડોક્ટર નિક્કી. તે લોકો કેમ્પમાં ગેમ રમતા હતા, "ટ્રુથ એન્ડ ડેર"! રમતમાં ને રમતમાં રિદ્ધિમાને રાહુલે એવી ડેર આપી કે તેને રાતે અંધારામાં દસ મિનિટ માટે જંગલમાં રહેવું પડશે. રિદ્ધિમાને અંધારાથી બીક લાગતી હતી. છતાંય તે જંગલમાં ગઈ. આ વાતની જાણ ડોક્ટર કીર્તિ ને જ હતી કે રિદ્ધિમાને અંધારામાં ડર લાગે છે. તેથી તેણે જ્યારે બધાંયને કેમ્પમાં આરામ કરવાનું કહયું તો બધાં ઇન્ટર્ન ગેમ રમતા હતા અને ડોક્ટર રિદ્ધિમા ગાયબ હતી. ડોક્ટર કીર્તિ એ કહ્યું કે,"રિદ્ધિમાને અંધારામાં ડર લાગે છે તો તેને જંગલમાં કેમ મોકલી ? જાવ તેને શોધવા માટે!"

આખી ટીમ તેને શોધવા માટે નીકળી અને સાથે સાથે આગળ વધતાં ગયાં. ડોક્ટર અરમાન એક રસ્તે પહોંચ્યો અને ત્યાં તેણે જોયું કે રિદ્ધિમા બેહોશ થઇ ગઇ હતી. તે જ વખતે વરસાદ શરૂ થયો. અરમાન રિદ્ધિમાને પોતાના હાથમાં ઊંચી કરીને એક સુરક્ષિત જગ્યાએ લઈ ગયો અને ત્યાં તેની માટે તાપણું પણ કર્યું. જેવો વરસાદ બંધ થયો તેમ તેણે રિદ્ધિમાને જગાડવાની, તેને હોશમાં લાવવાની કોશિશ કરી. રિદ્ધિમા હોશમાં આવી ત્યારે સવાર પડી ચૂકી હતી. અને તેઓ રસ્તો શોધતાં શોધતાં બીજાં ડોક્ટર્સ પાસે આવી ગયાં. અહીં અરમાનને રિદ્ધિમા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા અને થોડાક દિવસમાં નવરાત્રી આવી ત્યારે બનને એ એકબીજાને પ્રસ્તાવ મોકલ્યો. અને રિદ્ધિમા એ અરમાન ને હા પાડી.

નવરાત્રીથી દિવાળી સુધીમાં તો તેમનાં મિત્રો ને પણ ખબર પડી ગઈ કે અરમાન અને રિદ્ધિમા એકબીજાને પસંદ કરે છે. તેઓ એ આ વાતની જાણ તેમનાં પરીવારમાં નહોતી કરી. થોડાંક દિવસોમાં તેમને પણ ખબર પડી ગઈ હતી. બંનેનાં પરિવારની સહમતી નહોતી. અરમાનને રિદ્ધિમાના પપ્પા પસંદ નહોતાં કરતાં. અરમાનની ઘરે રિદ્ધિમા માટે કોઈ વાંધો નહોતો. રિદ્ધિમાના ઘરવાળા ઓને અરમાનના પરીવાર એ મનાવ્યા. થોડોક સમય લાગ્યો પણ માની ગયાં. તેમની સગાઈ થઈ ગઈ અને લગ્ન પણ થઈ ગયાં. પણ તેનાં એક મહિના પછી અરમાનનું અકસ્માત અને તે કોમામાં હતો. રિદ્ધિમા એ તેની સારવાર કરાવી અને ડોક્ટર કીર્તિની પણ મદદ લીધી. અરમાનને કોમા માંથી બહાર આવતાં છ મહિના લાગી ગયાં. આ છ મહિનામાં રિદ્ધિમા તેની લગાતાર સારવારમાં જ લાગેલી હતી. પણ અરમાનને છ મહિના પછી કંઈ જ યાદ નહોતું કે તેનાં લગ્ન થઈ ગયા હતા અને રિદ્ધિમા તેની પત્ની હતી. તેને એમ જ હતું કે તે હોસ્પિટલમાં નવો ઇન્ટર્ન છે. 

રિદ્ધિમા અને તેમનાં દોસ્તો એ અરમાનની યાદદાસ્ત પાછી આવે તે માટે એ જ બધું કર્યું કે જેથી અરમાનને યાદ આવે કે તેનાં લગ્ન થઇ ગયા છે. તેઓએ જ્યારથી મળ્યાં ત્યારે થયેલાં ઝઘડા અને ત્યારે થયેલ બહેસ ચાલું કરી દીધી. પાછું કેમ્પa રાખ્યું અને તે લોકો તે કેમ્પમાં ગયાં. અને ડોક્ટર રિદ્ધિમા જંગલમાં ખોવાઈ ગઈ. તેમનાં મિત્રો એ અરમાનને કહયું કે તે રિદ્ધિમાને પાછી લઈને આવે. અરમાન રિદ્ધિમાને શોધવા નીકળી ગયો અને તેને પાછી લઈને આવ્યો. અને તે લોકો જ્યારે સંજીવની પાછાં ફર્યા ત્યારે અરમાન કહેવા લાગ્યો કે મને બધું યાદ આવી ગયું છે. રિદ્ધિમા ખૂબ જ ખુશ હતી. 

તેની પાછી તે બંને ડોક્ટર કેટલાય લોકોની સારવાર કરી અને હા, પેહેલાની જેમ શરતો પણ લગાડતા હતાં. જેમાં ક્યારેક રિદ્ધિમા જીતી જતી અને ક્યારેક અરમાન. પણ બંને સાથે ખુશ હતાં. કેટલીય વાર બન્ને ને અલગ કરવાં માટે બીજાં લોકો આવ્યાં હતાં. પણ બધાંયની કોશિશ કામમાં આવી હતી નહી. વખત જતાં બંને સિનીયર ડોક્ટર બની ગયાં અને ડોક્ટર અરમાન મગજના ઓપરેશનની સારવાર કરતાં હતાં જ્યારે રિદ્ધિમા હાર્ટ સર્જન હતી. બંને એ હોસ્પિટલમાં ઝઘડા એટલા કર્યાં હતા કે લોકોને ખબર નહોતી પડતી કે તે ડોક્ટર છે કે નાના બાળકો ? પણ બંને સિનિયર ડોક્ટર બન્યાં પછી ઝઘડા બંધ કરી દીધાં હતાં. અને નવાં આવેલાં ઇન્ટર્નના મોનીટર બનાવવામાં હરીફાઈ લગાડતાં હતાં. હોસ્પિટલમાં તેમને સ્ટાફ એટલે એક પરીવાર જ બની ગયો હતો. અને એટલે જ તેમની હોસ્પિટલને બેસ્ટ સ્ટાફ ધરાવતી હોસ્પિટલનો એવોર્ડ મળ્યો હતો.

   


Rate this content
Log in

Similar gujarati story from Romance