ધરબાયેલી સંવેદના - ભાગ ૪
ધરબાયેલી સંવેદના - ભાગ ૪
સરલાબહેન:- "ચાલો બધા જમવા બેસી જાવ."
હસમુખભાઈ:- "રસોઈની શું સુગંધ આવે છે..!"
મહેશભાઈ:- "હા મોઢામાં પાણી આવી ગયું."
પાર્વતીબહેન:- "હું પીરસુ છું. કેજલ,મીત, પૃથ્વી, બધા બેસી જાવ. અરે પણ ચકુ ક્યાં છે?"
સરલાબહેન:- "એના રૂમમાં છે. હું બોલાવી લાવ છું."
સરલાબહેન મેઘાના રૂમનો દરવાજો ખખડાવે છે.
સરલાબહેન:- "મેઘા દરવાજો બંધ કરી શું કરે છે? ચાલ તો જમી લે."
સરલાબહેનનો અવાજ સાંભળી મેઘાએ વિચાર્યું "નહિ....નહિ....મમ્મી પપ્પાને જરાય ન ખબર પડવી જોઈએ."
મેઘા:- "મમ્મી હું પાંચ દસ મિનિટમાં આવું છું."
મેઘા મોઢું ધોઈ નીચે આવે છે. મેઘાનો ઉતરેલો ચહેરો કોઈથી છાનો ન રહ્યો.
મીત:- "શું થયું ચકુ?"
"કોઈ પણ વાત હોય તો અમને બોલ. તું આટલી ઉદાસ કેમ છે?" સરલાબહેન પ્રેમથી બોલ્યા.
મેઘા બધાની લાડલી હતી. આમ એનો ઉતરેલો ચહેરો જોઈ બધા થોડી ચિંતામાં પડી ગયા.
બધાએ એટલાં વ્હાલથી એને પૂછ્યું કે મેઘાની આંખમાંથી આંસુ સરી પડ્યા અને દોડતી દોડતી પોતાના રૂમમાં જતી રહી.
સરલાબહેન:- "શું થયું છે મેઘાને? કેમ આમ રડે છે? પૃથ્વી સ્કૂલમાં કંઈ થયું કે?"
પૃથ્વી:- "આંટી એ અને એની બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એટલે."
સરલાબહેન:- "આ છોકરી પણ ખરી છે. કોઈ સાથે એકવાર લાગણીથી બંધાઈ જાય તો એનાથી સહેજ પણ દૂર રહી શકતી નથી. તમે બધા જમો. હું એને લઈ આવું છું."
પૃથ્વી:- "આંટી હું લઈ આવું. જો મારા સમજાવવાથી નહિ આવે તો તમને કહીશ."
મેઘાએ તો કહી દીધું કે "પ્લીઝ લિવ મી અલોન" પણ પૃથ્વી મેઘાને આ સમયે, આ પરિસ્થિતિમાં એકલીને છોડવા નહોતો માંગતો.
એક ઝરૂરત છૂપી હુઈ હોતી હૈ જબ કોઇ કહતાં હૈ મુજે અકેલા છોડ દો.
સરલાબહેન:- "હા તું જ એને સમજાવ. અને એની ફ્રેન્ડને પણ સમજાવજે કે મેઘા થોડી વધારે જ સેન્સિટિવ છે. તો ફરી એની સાથે મિત્રતા કરી લે."
પૃથ્વી:- "જી આંટી."
પૃથ્વી મેઘાના રૂમનો દરવાજો ખખડાવે છે. મેઘા દરવાજો જ નથી ખોલતી.
પૃથ્વી:- "દરવાજો નહિ ખોલે તો સરલાઆંટીને, હસખુખ અંકલને અને મીતભાઈને બધુ સાચેસાચુ કહી દેવા."
આ સાંભળતા જ મેઘા દરવાજો ખોલે છે અને કહે છે " તું કોઈને કશું જ નહિ કહે. સમજ્યો?"
પૃથ્વી:- "સમજી ગયો. હવે ચાલ જમવા."
પૃથ્વી અને મેઘા નીચે આવે છે.
સરલાબહેન:- "અમે બધા લોનમાં બેઠા છે. તમે જમીને આવો. ઓકે?"
પાર્વતીબેન:- "મેઘા સાથે પૃથ્વી છે ને?"
સરલાબહેન:- "પૃથ્વી છે એટલે ચિંતા નથી. હમણા થોડીવારમાં જ મેઘાનો ઉદાસ ચહેરા પર ખુશીથી છવાઈ જશે."
પૃથ્વી:- "શું વિચાર્યાં કરે છે. જમી લે. લીસન રોહનને ભૂલી જા. એ તારા લાયક નહોતો."
મેઘા:- "કહેવાનું સહેલુ લાગે પણ કરવાનું અઘરુ છે."
પૃથ્વી:- "સારું જમી લે."
મેઘા:- "મને ભૂખ નથી."
પૃથ્વી:- "હું એકલો નથી જમવાનો. તું જમે તો જમું."
મેઘા:- "પૃથ્વી શું જીદ કર્યાં કરે છે. જમી લે."
પૃથ્વી:- "જીદ તો તું કરે છે? જમવામાં તો મારો સાથ આપ."
મેઘા:- "ઓકે"
મેઘા ધીમે ધીમે જમે છે. થોડીવાર પછી
મેઘા:- "કેમ ધીરે ધીરે ખાય છે? જલ્દી જમ."
પૃથ્વી:- "યાર શાંતિથી તો જમવા દે. સરલાઆંટીએ કેટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે."
મેઘા વિચારે છે કે હું જમતી નથી એટલે ધીરે ધીરે જમે છે. થેન્ક ગોડ કે મારી પાસે પૃથ્વી જેવો ફ્રેન્ડ છે.
એક મિત્ર જીવનમાં ખૂબ જ જરૂરી છે, જેની સામે તમે નિ:સંકોચ અનાવૃત થઈ શકો. મેઘા પોતાને ભાગ
્યશાળી માનતી કે એની પાસે પૃથ્વી જેવો મિત્ર છે.
મેઘા:- "સારું જલ્દી જમ. ધીમેથી જમવાનું નાટક ન કર. હું પણ જલ્દી જમુ છું."
જમીને પછી પૃથ્વી કહે છે "બહુ જ ખવાઈ ગયું. ચકુ ચાલને થોડુ ચાલવા જઈએ."
મેઘા:- "ના મારે નથી આવવું."
પૃથ્વી:- "ચાલને હું એકલો બોર થઈ જઈશ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ"
મેઘા:- "સારું આટલું પ્લીઝ બોલવાની જરૂર નથી."
બંન્ને લોનમાં આવે છે.
પૃથ્વી:- "કેજલ દિ મીતભાઈ ચાલો ચાલવા જઈએ."
કેજલ:- "ઓકે ચાલો. ચાલ મીત."
મીત અને કેજલ પાછળ ચાલતા હતા. પૃથ્વી અને મેઘા થોડા આગળ ચાલતા હતા.
પૃથ્વી:- "આપણે પાકા મિત્ર છીએ. રાઈટ?"
મેઘા:- "કેમ અચાનક આ સવાલ?"
પૃથ્વી:- "તું પહેલા મને કહે કે આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ કે નથી?"
મેઘા:- "એમાં કહેવાની શું જરૂર છે? હા છીએ તો?"
પૃથ્વી:- "તો તારા મનની વાત મને નહિ કહે?"
મેઘા:- "કમ ઓન પૃથ્વી હું તારી સાથે બધી જ વાત તો શેર કરું છું."
પૃથ્વી:- "પણ એક વાત તે શેર નથી કરી."
મેઘા:- "કઈ વાત?"
પૃથ્વી:- "તું સારી રીતે જાણે છે. પછી જાણી જોઈને શું કામ પૂછે છે?"
મેઘા:- "ઓકે ફાઇન પૃથ્વી. પ્લીઝ મારે અત્યારે આ વિશે કોઈ વાત નથી કરવી."
પૃથ્વી:- "ઓ પ્લીઝ મેઘા. મનમાં જે વાત હોય તે કહી દે. આ રીતે મનમાં ધરબી રાખેલી વાત બહાર નહિ કાઢે તો પછી તને જ તકલીફ પડશે. આઈ નો કે તું એટલી આસાનાથી પોતાની વાત કોઈને કહી શકતી નથી. પણ તું મને કહે છે. કારણ કે તું જાણે છે કે બીજુ કોઈ નહિ પણ હું અને રોહન તને જરૂર સમજશું. એટલે તારા મનની વાત તું મને અને રોહનને કરતી. રોહન અને તારા વચ્ચે કંઈ થયું છે તો તું મને કહે. અત્યારે તો તું રોહનને કહી શકીશ નહિ. એટલિસ્ટ મને તો કહે."
મેઘા:- "રોહન મને સમજશે? ઇમ્પોસીબલ..!"
પૃથ્વી:- "હું તો તને સમજુ છું ને? તો મને કહે કે તારી અને રોહન વચ્ચે એવું તો શું થયુ કે રોહન તને છોડીને જતો રહ્યો?"
મેઘા:- "પ્લીઝ પૃથ્વી મારે એના વિશે કોઈ વાત નથી કરવી."
પૃથ્વી:- "ઓકે તારી જ્યારે પણ કહેવાની ઈચ્છા હોય ત્યારે કહેજે બસ."
પૃથ્વી સારી રીતે જાણતો હતો કે મેઘા જ્યા સુધી પોતાના મનની વાત નહિ કહે ત્યાં સુધી એ બેચેન રહેવાની છે. તો પછી એ મને કેમ કહેતી નથી.
મેઘાને ઊંઘ નહોતી આવતી. ચૂપચાપ આંસુ સારતી રહી. સવારે પૃથ્વી મેઘાને જોગિંગ કરવા માટે બોલાવા ગયો. પરંતુ મેઘાએ ના પાડી. પૃથ્વીએ ઘણુ કહ્યું પણ મેઘા ન આવી તે ન જ આવી.
સ્કૂલમાં પણ રોહન સાથે વાત કરવાની કોશિશ કરતી પણ રોહન એની વાત જ નહોતો સાંભળતો. રોહન એને સતત નજર અંદાજ
કરતો.
ઘણીવાર બીજા પર મૂકવામાં આવેલો વિશ્વાસ વ્યકિત માટે ઝેર સાબિત થાય છે...એવું ઝેર કે એ ના તો એ ઉતારી શકે કે ના તો બહાર કાઢી શકે..બસ એમાં જ તરફડતા રહી જવું પડે છે ના મૃત્યુ કે ના જીવન ...કોઈ નિશ્ચિતતા વગર બસ એ વચ્ચે અટવાતા ને અથડાતા રહેવું પડે છે...જીવન ચકરાવે ચડીને રહી જાય છે...મેઘા આ બધા વચ્ચે તડપતી રહેતી.
સબસે જ્યાદા હર્ટ તબ હોતા હૈ જબ બીના કિસી ગળતી કે લોગ હમેં ગલત સમજ લેતે હૈ ઔર સાથ છોડ દેતે હૈ.
મેઘા રોહનને ખુબ ચાહતી હતી. રોહન પ્રત્યે ખૂબ લાગણી હતી.
અતિશય "લાગણી" જ્યાં ઢળે...
અકલ્પનીય "ઘાવ" પણ ત્યાં જ મળે...
મેઘાની દુનિયા રોહનમાં વસતી હતી. પણ રોહને જ એનો સાથ છોડી દીધો હતો.
ઘણી વાર એ નાવ જ ડુબાડી દે છે જેના સહારે આપણે દરિયો પાર કરવાનું વિચારતા હોઈએ!
ક્રમશઃ