Sandhya Chaudhari

Romance

4.0  

Sandhya Chaudhari

Romance

ધરબાયેલી સંવેદના - ભાગ ૩

ધરબાયેલી સંવેદના - ભાગ ૩

5 mins
829


બીજી સવારે મેઘા મીઠી નિંદરમાં હતી. ગઈકાલે બહુ મોડે સુધી જાગી હતી. એટલે સવારે વહેલાં ઉઠી ન શકી. પૃથ્વી મેઘાની રાહ જોઈને કંટાળ્યો એટલે મેઘાના ઘરે ગયો.

પૃથ્વી:- "આંટી મેઘા ક્યાં છે ?"

સરલાબહેન:- "હું ઉઠાડવા ગઈ હતી. પણ ઉઠી જ નહિ. તું જા. એને ઉઠાડીને જ લાવજે."


પૃથ્વી મેઘાના રૂમમાં ગયો. ખૂબ શાંતિથી સૂતી હતી. પૃથ્વી નજીક ગયો. મેઘાનો ચહેરો જોયો. "ઊંઘમાં કેટલી માસૂમ લાગે છે." એમ વિચારી એને ઊંઘવા જ દીધી. રૂમની બહાર જવા નીકળ્યો જ કે એને ગઈકાલની સવાર યાદ આવી ગઈ. "કાલે મારા પર કેવું ઠંડુ પાણી રેડ્યું હતું. આજે એની વાત છે." એમ વિચારી મેઘાની નજીક ગયો. એના ચહેરાને જોયું. પછી મેઘાના કાન પાસે જઈ થોડું જોરથી કહ્યું.


"ચકુ" મેઘા એકદમ ચમકીને જાગી ગઈ. જોયું તો સામે પૃથ્વી ખડખડાટ હસી રહ્યો હતો.

મેઘા:- "આવી રીતના કોઈ ઉઠાડતું હશે ? કેટલી ગભરાઈ ગઈ હું ? તું ત્યાં જ ઉભો રહે." એમ કહી મેઘા પૃથ્વીની પાછળ દોડી. પૃથ્વી પણ દોડ્યો. પણ પૃથ્વી પકડમાં જ ન આવ્યો.

મેઘા:- "બસ યાર હું દોડીને થાકી ગઈ."

પૃથ્વી:- "હું પણ. ચાલ હવે જોગિંગ કરવા જઈએ."

પૃથ્વી મેઘા પાસે જાય છે. જેવો મેઘા પાસે જાય છે કે મેઘા પૃથ્વીને ખભા પર મારવા લાગી જાય છે.

મેઘા:- "હવે મને આવી રીતના ઉઠાડવાની હિમંત ન કરતો. સમજ્યો?" 

પૃથ્વી:- "યાર તારા હાથ બહુ વાગે છે. શું ખાય છે તું ?"

મેઘા:- "મારા હાથ તને વાગવાના ? રિયલી ? મતલબ કે જીમ જઈ જઈને ખાલી એમજ બોડી બનાવી છે એમ ને..!"

પૃથ્વી:- "શું ચકુ તું પણ. બોડી બનાવી એનો મતલબ એ થોડો કે મને વાગશે નહિ."

મેઘા:- "કાલનો બદલો લઈ લીધો ને..! હું બ્રશ કરી આવું પછી આપણે જઈએ. એમ કહી બ્રશ કરવા જાય છે."

પૃથ્વી:- "આજે તો આપણી ઘરમાં જ જોગિંગ થઈ ગઈ. બહુ મોડું થઈ ગયું છે."

મેઘા બ્રશ કરતા કરતા બોલે છે "કંઈ મોડું નથી થયું. આપણે જવાનું જ છે. OK ?"

પૃથ્વી:- "જો હુકમ મેરે આકા."


બંન્ને જોગિંગ કરવા નીકળી પડે છે.

મેઘા:- "આજે તો તારા પર બહુ જ ગુસ્સો આવ્યો હતો."

પૃથ્વી:- "કેમ ?"

મેઘા:- "હું સપનામાં રોહન સાથે કેન્ડલ-લાઈટ ડીનર કરતી હતી. રોમેન્ટિક ડીનર કરતા હતા પણ તે જ સમયે તે મને ઉઠાડી દીધી."

પૃથ્વી હસે છે અને કહે છે "હવે તને સમજાયું કે તું મારી અને મારી ડ્રીમગર્લ વચ્ચે આવી જાય છે તો કેવું લાગે છે ?"

મેઘા:- "સોરી...મેં કાલે જ તને વાયદો કર્યો હતો કે આપણે તારી ડ્રીમગર્લ શોધીશું. તો ચાલ આજે આપણે શરૂઆત કરીએ."

પૃથ્વી:- "દોસ્તી મેં નો થેન્ક્સ નો સોરી ઓકે ?"

મેઘા:- "તું ભલે એમ કહે પણ હકીકતમાં સોરી અને થેન્ક્સ આ બે શબ્દો જ ખરેખર સંબંધ જાળવી રાખતા હોય છે."

પૃથ્વી:- "આવી સમજદારી વાળી વાત તું ક્યારથી શીખી ગઈ ? તું તો જીદી અને નટખટ છે."

મેઘા:- "હું એવી જ છું અને એવી જ રહીશ. આ તો કશેક વાંચ્યું હતું. એટલે કહી દીધું."


મેઘા અને પૃથ્વી સ્કૂલમાં પહોંચે છે.

મેઘા:- "જો તો આ છોકરી કેવી લાગે છે ?"

પૃથ્વી:- "સવારથી તું મને છોકરીઓ બતાવે છે. પણ આમાંથી એકેય મારી ડ્રીમગર્લ જેવી નથી. રહેવા દેને ચકુ. એ આમ નહિ મળે. પણ મને વિશ્વાસ છે કે એ ગમે ત્યારે મળશે જ."

મેઘા:- "ઓકે પણ હું મારી મેળે શોધવાનું ચાલુ રાખીશ. તે કહ્યું હતું ને કે એ થોડી નટખટ અને ભોળી હશે. તો એ થોડી મારા જેવી હશે. રાઈટ? જો એ મારા જેવી હશે તો શોધવામાં મુશ્કેલી નહિ પડે."

પૃથ્વી:- "રોંગ....તું નટખટ તો છે જ પણ...મારી ડ્રીમગર્લ થોડી અલગ છે અને તું અલગ છે. એ થોડી મેચ્યોર ટાઈપ હશે અને નટખટ પણ. મારા સપનામાં એ હંમેશા ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવે છે. અને તું તો હંમાશા જીન્સ કે સ્કર્ટ પહેરીને ફરતી હોય છે એટલે એ તારા જેવી બિલકુલ નથી."


મેઘા:- "ઓકે તો મારાથી એકદમ ઓપોઝીટ હશે એવી છોકરી શોધીશ."


એક દિવસ ક્લાસમાં પૃથ્વી એકલો બેઠો બેઠો મેઘાની રાહ જોઈ રહ્યો હતો. મેઘા રોહનને મળવા ગઈ હતી. થોડીવારમાં જ રોહન આવ્યો. એની પાછળ મેઘા પણ આવી.

મેઘા:- "રોહન પ્લીઝ મારી વાત સાંભળ."

રોહન:- "મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પ્લીઝ મને ભૂલી જા."

મેઘા:- "હું તને પ્રેમ કરું છું. તું પણ મને પ્રેમ કરે છે. તો પછી....."

રોહન:- "બસ મેઘા. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને મારી ગર્લફ્રેન્ડ બનાવી. ખરેખર તો તને ગર્લફ્રેન્ડ બનાવવી જ જોઈતી નહોતી. એ તો તે મને પ્રપોઝ કર્યું. કોઈ છોકરી સામે ચાલીને પ્રપોઝ કરે તો મારે સમજી જવું જોઈએ કે તું કેરેક્ટર લેસ....."

"હવે જો મેઘા વિશે એક પણ શબ્દ કહ્યો તો જોઈ લેજે. મારાથી ખરાબ આ દુનિયામાં તને બીજુ કોઈ મળશે નહિ. સમજ્યો?" પૃથ્વીએ ખૂબ ગુસ્સામાં રોહનને કહ્યું.

રોહન:- "મેઘા વિશે હું ગમે તે બોલું તો તને આટલું બધુ શેનું ચચરે છે ? તમારા વચ્ચે કંઈ ચાલે છે ?"


પૃથ્વી રોહન પર હાથ ઉપાડવાનો હતો. પણ મેઘાએ એને રોક્યો.

રોહન:- "મને કોઈ શોખ નથી તારી સાથે ઝઘડવાનો. તમારા વચ્ચે જે હોય તે આઈ ડોન્ટ કેર." મેઘા બાજુ જોઈ રોહન કહે છે "મેઘા પ્લીઝ આજ પછી તું મારાથી દૂર રહેજે. સમજી ?" એમ કહી રોહન ત્યાંથી જતો રહે છે. 

મેઘા રડતા રડતા બૂમ પાડે છે "રોહન પ્લીઝ મને છોડીને ન જા. હું તારા સિવાય બીજા કોઈ વિશે વિચારી પણ નહિ શકું."

પૃથ્વી:- "મેઘા ચાલ ઘરે જઈએ."


પૃથ્વી મેઘાને ઘરે મૂકી આવે છે. પૃથ્વી ઘરે પહોંચી ચા નાસ્તો કરે છે.  

પાર્વતીબહેન:- "પૃથ્વી, કેજલ આજે મેઘાને ત્યાં જમવા જવાનું છે."

કેજલ:- "કેમ આજે શું છે ?"

પાર્વતીબહેન:- "અરે એ તો ઘણો સમય થઈ ગયો સાથે જમ્યા નથી ને. એટલે સરલાબહેને જમવા માટે આમંત્રણ આપ્યું છે. હું રસોઈમાં એમને મદદ કરવા જાઉં છું. કેજલબેટા તું પણ ચાલ."

કેજલ:- "જી મમ્મી."

પાર્વતીબહેન:- "તું આવવાનો છે કે પછી જમવા જ આવીશ."

પૃથ્વી:- "તમે જાઓ હું આવું છું."


પૃથ્વી વિચારતો થઈ ગયો કે મેઘા અને રોહન વચ્ચે શું થયું હશે ? એને મેઘાની ચિંતા થવા લાગી. એ ઝડપથી મેઘાના ઘરે ગયો. પૃથ્વી ઉપર મેઘાના રૂમ પાસે જાય છે. પણ રૂમ બંધ હોય છે.

પૃથ્વી:- "મેઘા દરવાજો ખોલ."

મેઘા:- "પૃથ્વી પ્લીઝ લીવ મી અલોન."

પૃથ્વી:- "ના તું દરવાજો ખોલ."

"તને એકવાર કીધું ને મારે અત્યારે એકલીએ જ રહેવું છે. તને સમજમાં નથી આવતું ? તું જા અહીંથી." મેઘાએ ગુસ્સામાં કહ્યું.

પૃથ્વી:- "ઓકે થોડીવાર રહી પછી આવું."

પૃથ્વીએ વિચાર્યું કે એને આમ એકલીને ન છોડાય. પણ પછી વિચાર આવ્યો કે એને મનભરીને રડી લેવા દઉં.


પલક સે પાણી ગીરા હે, તો ગીરને દો

કોઈ પુરાની તમન્ના, પીઘલ રહી હોગી


મેઘા રૂમમાં રહી ચૂપચાપ રડતી રહી. આ બાજુ પૃથ્વી બેચેન થઈ ગયો. આપણને કંઈક વાગે અને દર્દ થાય એ વેદના અને કોઈને વાગે અને આપણને પીડા થાય એ સંવેદના. હદય તો મેઘાનું ઘવાયું હતું પણ એની પીડા, એની વેદના પૃથ્વીને થઈ રહી હતી. મેઘાની વેદનાને એ મહેસુસ કરી રહ્યો હતો.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance