ધરબાયેલી સંવેદના - ભાગ ૧
ધરબાયેલી સંવેદના - ભાગ ૧
લહેરોનો મધુર અવાજ, સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષિતિજને જોઈ રહ્યો હતો. એટલામાંજ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વી એ અવાજની દિશામાં જાય છે.
દરિયાકિનારે પહોળુ વિશાળ સ્ટેજ. સ્ટેજ પર ભાતભાતના વાજિંત્રો અને એ વગાડનારાઓનો એકસરખો વેશપરિધાન. પૃથ્વી સ્ટેજના પગથિયા ચડે છે. પૃથ્વીને જોતા જ ત્યાં રહેલા યુવાન અને યુવતીઓ એક હર્ષની, આનંદની, ઉત્સાહની લાગણીથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પૃથ્વી શર્ટ કાઢી ગિટાર વગાડવા લાગ્યો. પૃથ્વીએ શર્ટ કાઢ્યું એટલે ફરી યુવાનો અને યુવતીઓએ હર્ષની ચિચિયારીઓ અને સીટી વગાડી.
दोस्तों, ना कोई मंजिल है, ना कोई साथी है
फिर भी निकल पड़ा हूँ घर से
शायद जिसकी तलाश है
वही साथी है, वही मंज़िल है
ગીત ગાતા ગાતા પૃથ્વીની નજર થોડે દૂર ઉભી રહેલી એક છોકરી પર પડે છે. એ છોકરીનો ચહેરો જોવા પૃથ્વી પ્રયત્ન કરે છે પણ જોઈ શકતો નથી. પૃથ્વીએ વિચાર્યું કે એ છોકરી એકવાર પાછળ ફરીને જોય તો સારું. પણ એ ફરી જ નહિ. એ છોકરી તો ક્ષિતિજને જોવામાં જ વ્યસ્ત હતી. એ છોકરી દરિયાકિનારે ત્યાં જ ઉભી હોય છે જ્યાં થોડીવાર પહેલા પૃથ્વી ઉભો હતો.
પૃથ્વીને એનો ચહેરો જોવો હતો એટલે એ છોકરી જ્યાં ઉભી હતી ત્યાં ધીમે ધીમે જાય છે. ટ્રેડીશનલ ડ્રેસ પહેર્યો હતો અને કમર સુધીના લાંબા વાળને પૃથ્વી જોઈ રહ્યો. એટલામાં જ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વીએ પાછળ ફરીને જોયું તો મેઘા હતી.
પૃથ્વી:- "મેઘા તું ક્યારે આવી ?"
મેઘા:- "હું તો અહીં જ હતી."
"છોડ એ બધી વાત. મારે પેલી છોકરીને મળવું છે. એનો ચહેરો જોવો છે. કોણ હશે એ છોકરી ?" આટલું કહી પૃથ્વી આગળ વધે છે.
મેઘા:- "પૃથ્વી....પૃથ્વી.....એમ બૂમ પાડે છે."
પૃથ્વીના ચહેરા પર મેઘાએ એક ગ્લાસ પાણી રેડ્યું. અચાનક ઠંડુ પાણી પડવાથી પૃથ્વી હાંફળો ફાંફળો થતા ઉઠી ગયો.
પૃથ્વી:- "શું કરે છે ? આમ કોઈ પાણી રેડતું હશે ? કેટલું સરસ સપનું જોતો હતો. પણ તું વચ્ચે આવી ગઈ. મારી ડ્રીમગર્લનો ચહેરો આજે જોવાનો જ હતો કે તું વચમાં આવી ગઈ."
મેઘા:- "હે ભગવાન! તું અને તારી ડ્રીમગર્લ! એના વિશે મને કંઈક તો કહે."
પૃથ્વી:- "જ્યારે પણ એનો ચહેરો જોવા નજીક જાવ કે તું વચ્ચે ખબર નહિ ક્યાંથી તું ટપકી પડે છે. આવી રીતના કોઈ પર પાણી નાંખીને ઊંઘમાંથી ઉઠાડતું હશે ?"
મેઘા:- "તારી રાહ જોઈ જોઈને તને ઉઠાડવા આવી. ભાઈ અને કેજલ તો ક્યારના જોગિંગ કરવા નીકળી ગયા. ચાલ આપણે જઈએ."
"સારું હું બ્રશ કરી આવું. પછી જઈએ." એમ કહી પૃથ્વી બ્રશ કરવા જાય છે.
મેઘા રૂમમાં આમતેમ જોવે છે. ટેબલ પર રહેલી ડાયરી જોઈને વિચાર આવે છે કે "જોઉં તો ખરી પૃથ્વીએ ડાયરીમાં પોતાની ડ્રીમગર્લ વિશે શું લખ્યું છે ?" એમ વિચારી ડાયરી ખોલે છે. ડાયરીમાં પૃથ્વીએ પોતાની ડ્રીમગર્લ પર શાયરી લખી હતી.
नजरें तुम्हे देखना चाहे
तो आँखो का क्या कसूर..!!
हर पल याद तुम्हारी आये
तो साँसो का क्या कसूर..!!
वैसे तो सपने
पूछकर नहीं आते
पर सपने तेरे ही आये
तो हमारा क्या कसूर..!!
પૃથ્વી બ્રશ કરીને આવે છે અને કહે છે " કેવી લાગી શાયરી
?"
મેઘા:- "મસ્ત લખે છે તું."
પૃથ્વી:- "ચાલ તને બગીચામાં જઈ ડ્રીમગર્લ વિશે બીજી કવિતા કહીશ."
"તારી ડ્રીમ ગર્લ વિશે કંઈક તો બોલ. કેવી છે એ ?" મેઘાએ જોગિંગ કરતા કરતા કહ્યું.
પૃથ્વી:- "હરિણી જેવી થોડી ચંચળ અને થોડી ગભરું. ભોળી પણ અને થોડી સ્માર્ટ પણ. થોડી નટખટ અને થોડી અંતર્મુખી, ને સમજદાર."
મેઘા:- "તો તો ભૂલી જા. આ જમાનામાં આવી છોકરી મળવી મુશ્કેલ છે. આઈ મીન ગ્રેસફૂલતો મળી જશે. પણ સમજદાર છોકરી મળવી મુશ્કેલ છે. છોકરી કા તો ભોળી, ગભરું અને અંતર્મુખી હોય કા તો સ્માર્ટ, ચંચળ કે નટખટ હોય.આઈ મીન કે ભોળી હોય તો એ છોકરી સ્માર્ટ કેવી રીતે હોય ? અંતર્મુખી હોય તો નટખટ કેવી રીતે હોય? અને ગ્રેસફૂલ હોય તો એ મેચ્યોર તો હોઈ જ ન શકે. આ બંન્નેના ઓપોઝીટ કોમ્બીનેશન હોય એવી છોકરી તો ખૂબ જ મુશ્કેલીથી મળશે. કદાચ તો મળશે જ નહિ. ઈમપોસિબલ ! "
પૃથ્વી:- "મુશ્કેલ છે પણ નામુમકીન તો નથી ને !" આ કમ્બીનેશન પણ ભાગ્યે જ કોઈમાં જોવા મળે છે. નહિ તો કોઈ ક્યુટ હોય તો મેચ્યોર ન હોય. અને મેચ્યોર હોય તો ક્યુટ ન હોય. તારામા આ બંન્ને ગુણ છે."
પૃથ્વી:- "તને હું ક્યુટ અને મેચ્યોર લાગુ છું. જોજે રોહનની જગ્યાએ તારું દિલ તો મારા પર નથી આવી ગયું ને ?"
મેઘા:- "ઑ હેલો મિ. પૃથ્વી પોતાની જાતને આટલી અગત્યતા ન આપ. હું રોહનને પ્રેમ કરું છું અને રોહન પણ મને પ્રેમ કરે છે. હું તો ક્યારેય રોહન સાથે વિશ્વાસઘાત ન કરું અને રોહન પણ મારી સાથે વિશ્વાસઘાત ન કરે સમજ્યો?"
બંન્ને બાગમાં બેસે છે.
મેઘા:- "હવે મને સંભળાવ તારી ડ્રીમગર્લ વાળી કવિતા."
પૃથ્વી:- "ઓકે તો હું કલ્પના કરું છું કે તું મારી ડ્રીમ ગર્લ છે."
મેઘા:- "કેમ એવી કલ્પના કરવાની જરૂર પડી ?"
પૃથ્વી:- અરે યાર માત્ર કલ્પના કરું છું. જો હું કલ્પના કરું કે તું મારી ડ્રીમગર્લ છે એમ વિચારી કવિતા કહું તો કવિતામાં એ ફિલિંગ આવે. સમજી ?"
મેઘા:- "સમજી ગઈ. હવે મને કવિતા સંભળાવ."
પૃથ્વી મેઘાની સામે જોઈ કવિતા કહે છે.
બસ તને જોઉં છું સપનામાં અને
જીવવાનું મન થાય છે,
કોને ખબર કેમ બસ
તને મળવાનું મન થાય છે,
તારી જ યાદમાં રહેવા માટે જ
આ સપના જોવાનું મન થાય છે,
મારા સપનામાં તું જીવે છે
એટલે જ તો જીવવાનું મન થાય છે,
કોને ખબર કેમ તારા ચહેરાના સ્મિતને
જોવાનું મન થાય છે...
તું પતંગિયાની જેમ આભમાં ઉડે અને
તારી પાછળ પાછળ ભાગવાનું મન થાય છે,
ખબર છે તું આભ અને હું છું જમીન છતાં
તને ક્ષિતિજે મળવાનું મન થાય છે.
પૃથ્વી:- "કેવી લાગી કવિતા ?"
મેઘા:- "વાઉ ! પૃથ્વી."
પૃથ્વી:- "ઓકે ઓકેચાલ જઈએ હવે. સ્કૂલે પણ જવાનું છે."
મેઘાના પપ્પા હસમુખભાઈ અને પૃથ્વીના પપ્પા મહેશભાઈ નાનપણથી જ મિત્રો. બંન્ને મિત્રોએ મુંબઈમાં બાજુમાં જ બંગલો બનાવી દીધો હતો. બંન્ને બીઝનેસમેન. પાર્વતીબહેન અને સરલાબહેન જ્યારે પણ ફ્રી થાય ત્યારે એકબીજાના ઘરે પહોંચી જતા. હસમુખભાઈ અને સરલાબહેનને સંતાનોમાં મીત અને મેઘા. મહેશભાઈ અને પાર્વતીબહેનને સંતાનોમાં કેજલ અને પૃથ્વી. મેઘા અને પૃથ્વી બાળપણથી જ મિત્રો બની ગયા હતા. બંન્ને પરિવારો કોઈ સારો પ્રસંગ કે વાર તહેવાર હોય ત્યારે જમણવાર સાથે જ કરતા.
ક્રમશઃ