MITA PATHAK

Tragedy

3.5  

MITA PATHAK

Tragedy

દગો

દગો

1 min
177


લગ્નની તિથિના દિવસે મેઘા પોતાના પતિને સરપ્રાઈઝ આપવા જઈ રહી છે. મનમાં જ મલકાઈને બોલે છે..."રોજ તમે મારા માટે જે પ્રેમ વરસાવો છો ને, એ જ પ્રેમની હૂંફ આપવા પહેલીવાર હું સામે ચાલીને આવી રહી છું. આજની સાંજ યાદગાર બનાવી દઈશ. સાંજનો સમય છે ને આકાશ કાળા ડિબાગં વાદળોથી ધેરાયેલું છે. હમણાં જ મેઘ ધોધમાર વરસી જ પડશે. મેઘા ફટાફટ ગાડી લઈને ઓફિસ પહોંચીને પગથિયા ચઢી રહી છે અને ત્યાં જ મેઘરાજાનું આગમન થઈ ગયું. એટલે મેઘા ફટાફટ પગથિયા ચઢીને ઓફિસનો દરવાજો ખોલ્યો, ને સામેનું દ્રશ્ય જોઈ મેઘાની આંખો તો ફાટીને ફાટી જ રહી ગઈ, હોઠને પગ પણ ધ્રૂજવા લાગ્યા છે. મેઘાની આંખોમાંથી અશ્રુ આપોઆપ છલકાવા લાગ્યા છે. એકદમ ચૂપ થઈને તે તેના પતિને કહે છે. હવે બંને કોર્ટમાં જ મળીશું આ મારો અંતિમ નિર્ણય છે. મને સમજાવાની કોશિશ ના કરશો. તમે તમારું જીવન તમારી રીતે જીવી શકો છો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy