Bhavna Bhatt

Inspirational Others

5.0  

Bhavna Bhatt

Inspirational Others

દેવદૂત

દેવદૂત

2 mins
7.4K


સોરઠના એક ઞામડામાં પ્રેકટીસ કરતા હતા ડૉ. સુરેન્દ્ર ભાઇ પટેલ. ઞામમા બીજા બે ડૉક્ટર પણ હતા . સુરેન્દ્ર ભાઈ હજુ 32 વષૅના હતા. ખુબ જ સેવા ભાવી. હનુમાનજીના પરમ ભક્ત હતા. રોજ એક જ ટાઈમ જમે નવરાશના સમયમાં સતત હનુમાન ચાલીસા બોલ્યા કરે. ખુબ જ સેવાભાવી બીજાને સતત મદદ કરે. બીજા ડૉક્ટર કરતા એમના દવાખાનામાં ખુબ જ ગીરદી રહેતી. કોઇ પણ પ્રકારના ખોટા રીપોર્ટ ના કરાવે. જે કોઈ પેશન્ટ આવે એની પાસે દવાના રૂપિયા ના હોય તો દવા મફતમાં આપે અને ઉપરથી દુધ લઇ પીજો અેમ કહી દૂધ લેવાના રૂપિયા આપે. બહારની દવા પણ આોછી લખી આપે. ફ્રી સેમ્પલ દવા વહેચી દે ગરીબ પેશન્ટ ને.

બેજોડ કપડાં દવાખાના માટે અને એક જોડ કપડાં પ઼સંગમા પહેરવા રાખે એ સિવાય કશું જ પોતાના માટે ના ખર્ચે રૂપિયા. પગમાં બૂટ પહેરે પણ મોજા ફાટેલા હોય. ગરીબ પરિવારોના છોકરા ને ભણવાનો ખર્ચો બધો એ જ ઉપાડી લે. બહુ બધાને મદદ કરે અને સદાય હસતા અને હસાવતા રહે. ગામમાં બધા એમને ભગવાન જ કહેતા. સોમવારથી શનિવાર દવાખાનનુ બે ટાઈમ ચલાવતા. રવિવારે સવારથી પોતાના પરિવાર સાથે સમય ગુજારે મા-બાપને ખુબ જ પ્રેમ કરતા હતા. મા-બાપનો ફોટો એમના દવાખાનામાં, પાકીટ, વિઝટ બેગમા રાખતા. રવિવાર ની સાંજ મા-બાપની સેવા કરવામાં જ ગુજારતા. મા- બાપ સાથે વાતો કરવી એમની વાતો સાંભળવી એ જ એમની રજાની મઝા.

એક દિવસ દવાખાનેથી બપોરે ઘરે ગયા અને એમને માથામાં સખત દુખાવો ઉપડયો અને વોમીટ થશે એવુ લાગતા એ બહાર વોશબેશિન પાસે ગયા જોરદાર વોમીટ થઇ અને ત્યા જ બેભાન થઈ પડી ગયા. ઘરના મોટા દવાખાને લઈ ગયા પણ મગજની નસ ફાટી ગઈ તો બચી ના શક્યા. આખુ ગામ ખુબ જ રડયુ કે મંદિરમાંથી ભગવાન ચાલ્યા ગયા. સ્વયંભૂ બધા એ બંધ પાળ્યો અને એમની સ્મશાન યાત્રામાં આબાલવૃદ્ધ સો જોડાયા આખુ ગામ હિબકે ચડયું...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational