Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Dina Vachharajani

Tragedy Inspirational


3  

Dina Vachharajani

Tragedy Inspirational


ચટપટી જિંદગી...

ચટપટી જિંદગી...

3 mins 141 3 mins 141

નિરવ...પ્લીઝ પેલું બોક્સ ખોલી ક્રોકરી આ કબાટમાં ગોઠવી દે ને..હું ત્યાં સુધીમાં કીચન ગોઠવી કાઢું..ને જો પછી આ ફોટોફ્રેમ ,આ ક્રિસ્ટલસ વગેરે ક્યાં સજાવશું એ પણ નક્કી કરી લઇએ.ને હા! ખાવાનું તો મસ્ત બહારથી જ ઓર્ડર કરી લઇએ હવે તો ક્યાં કોઈ છે આપણાં માથા પર કચકચ કરવા...બસ તું -હું ને આપણું નવું ઘર!! શાંતિ જ શાંતિ...નેહા નો ઉત્સાહ જોઈ નિરવ પણ મૂડમાં આવી ગયો, બાકી આમ તો એનું મન થોડું ખિન્ન હતું. મા-બાપ, નાના ભાઈ -બહેનથી છૂટા પડી બંને આજે નવા ઘરમાં રહેવા આવ્યા હતાં. સ્વજનો એ પ્રેમ થી વિદાય આપી હતી છતાં એનું મન કંઈક ખોટું કર્યાની લાગણીથી ભારે હતું.

નેહા આમ તો ખૂબ મિલનસાર હતી એટલે લગ્ન પછી સાસરીમાં બધા સાથે તરત જ હળી ગઈ. સમય સાથે ધીરે ધીરે એના મનમાં જાણે એક અભાવ ઉત્પન્ન થતો ગયો. માતા પિતાનું એક માત્ર સંતાન હોવાથી અત્યાર સુધી પોતાના મૂડ ને મરજી પ્રમાણે જ એ જીવી હતી. અહીં તો બધાના સ્વભાવ અલગ અલગ હતાં. કોઈ વાર એકબીજાને ન ગમતું થાય તો મન ખાટ્ટાં પણ થઇ જતાં..ને એવું કાંઈ થાય તો નિરવ ને એનાં સબંધમાં પણ જાણે આછી કડવાશ અનુભવાતી. આ બધા અસ્થાઇ તબક્કા થી પણ નેહાને ખૂબ અકળામણ થતી ને એની મરજી ને ખુશી ખાતર બંને પોતાના જુદા ઘરમાં રહેવા આવ્યા હતાં...

નવા જીવનની શરુઆત તો ખૂબ સુંદર હતી..નિરવ જોબ પરથી આવે એટલે રોજ પિક્ચર -પાર્ટી અથવા ઘરે જ નવી નવી રેસીપી બનાવી ધમાલ...એવામાં નિરવને પ્રમોશન મળ્યું, હવે એને કામ પણ ખૂબ રહેતું. આ બાજુ નેહા પણ જાણે ક્યાંક ખોવાતી જતી હતી.હવે એનામાં પહેલાં જેવો ઉત્સાહ જ નહોતો. રસોઈ પણ જેવી તેવી બનાવે. એકવાર નિરવે આ બાબત એને ટોકતાં એ તો રડવા જ માંડી. નિરવ તો હેબતાઈ જ ગયો. ત્યાર પછી એનાં ને નેહાના સબંધમાં જાણે એક નિરસતા આવી ગઇ. નેહા તો જાણે નિ:શબ્દ જ થઈ ગઇ.

આજે નિરવને ઓફિસથી આવતાં ખૂબ મોડું થયું. ભૂખ પણ ખૂબ લાગેલી..નેહા એ શાક-પરાઠા ની થાળી પીરસી. પહેલે કોળીએ જ એ સ્થિર થઇ ગયો. શાકમાં મીઠું જ નહોતું ને મરચું ડબલ હતું. હમણાં થી નેહામાં દેખાતા આવા બેધ્યાન પણાં પર એને ગુસ્સો તો આવ્યો પણ તે દિવસે રડતી નેહા યાદ આવતાં એ ચૂપચાપ ખાતો રહ્યો..થોડીવાર પછી નેહા એ ખાવાનું શરૂ કર્યુ. શાક મોઢામાં મૂકતાં જ એણે થૂંકી નાંખ્યું ને નિરવ ના મોઢા સામે જોઇ પોકે-પોકે રડી પડી...બઘવાયેલો નિરવ એની નજીક જવા ગયો તો એને ધક્કો મારતાં નેહા બરાડી" નિરવ..કાંઇક બોલ ,મને લડ...તને મન થાય એટલું કડવું બોલ...." જાણે ખૂબ દિવસોથી એના મનમાં ધરબાયેલાં શબ્દો ઉભરાય રહ્યાં હતાં "તને ખબર પણ છે નિરવ? તારો કડવો ગુસ્સો -તારા પપ્પા ના તીખા વેણ--નાનાં બેની ને ભાઇની ખાટ્ટી -મીઠ્ઠી મજાક ને તારી હંમેશની મધુર મમ્મા ને હું ખૂબ મીસ કરું છું. જેમ આ રસોઈમાં બધા મસાલાની જરૂર હોયને એમ સબંધોમાં પણ બધા જ સ્વાદ,બધી સોડમ જરુરી હોય છે. ભલે ને એનું નામ કચકચ-રોકટોક-કે ખણખોદ આપીએ. ફક્ત પ્રેમ નો એક ધાગો જ પૂરતો છે આવા સંબંધોને સુંદર રીતે બાંધી રાખવા...આપણી વચમાં -આપણા ઘરમાં અઢળક પ્રેમ હતો પણ મને જ એ ઓછો પડ્યો..કદાચ મારી અપેક્ષા જ વધારે હતી...ચાલ, પાછા એ ચટપટી જીંદગી જીવી લઇએ.


Rate this content
Log in

More gujarati story from Dina Vachharajani

Similar gujarati story from Tragedy