STORYMIRROR

Akbar Birbal

Classics Children

0  

Akbar Birbal

Classics Children

ચોરાની ચતુરાઈ ચતુર આગળ ન ચાલે

ચોરાની ચતુરાઈ ચતુર આગળ ન ચાલે

2 mins
651


ફોજ ફજેતી છેક, થાય ચોરની ચોકમાં ?

તોપણ તજે ન ટેક, પડે અંતે પગ તોકમાં.

એક સમે એક વહાણમાં ચોરી થઇ તેથી તે ચોરી કરનાર ચોરને શોધી કાઢવા માટે તે વહાણના માલીકે બહુ બારીકીથી તપાસ કરવા છતાં ચોરનો પતો ન લાગવાથી આખરે તે વહાણના નાખુદાએ સઘળા સકદાર માણસોને લઇ શાહની દરબારમાં હાજર થઇ શાહ સમક્ષ ચોરીની ફરીયાદ કરી.

આ નાખુદાની સઘળી બાબત ધ્યાનમાં લઇને શાહે બીરબલને ચોરને શોધી કાઢવા માટે સુચના કીધી. સુચના થતાં જ બીરબલે ઘહુનો લોટ મંગાવી અકેક મુઠી ભરી દરેક સકદારોના હાથમાં આપીને કહ્યું કે, આ લોટનો ફાકડો મારી પોતાના થુંકવડે ગોળો વાળી દરેક જણ બતાવો એટલે ચોર કોણ છે ? તે મારા ઇલમના જોરથી તરત પકડાઇ આવશે.' બીરબલનો આ હુકમ સાંભળતાં જ દરેક સકદારોએ તે મુજબ કીધું, પરંતુ તે સઘળા સકદારોમાંથી એક જણ શીવાય દરેકના મુખમાં પુષ્કળ અમી હોવાથી લોટના ગોળા બની શક્યા હતા. પણ જે ચોર હતો તેના મોઢામાંથી તો આ ઇલમની વાત સાંભળતાં જ અમી સુકાઇ ગયું હતું. તો અમી વીનાનો લોટનો ગોળો બંધાયજ ક્યાંથી ? હવે ગોળો વાળવો કેવી રીતે ? જ્યારે આવો બનાવ બીરબલે જોતાં જ તે ખરા ચોરને પકડી ખુબ ચાબકાથી ફટકાવીઓ. મારથી ભુત પણ નહાસે, મારના ભયથી તે ચોરે લીધેલો માલ વહાણના માલેક આગળ રજુ કરી દીધો. આ અપરાધને માટે તે ચોરને પચાસ ફટકા મારવાનો હુકમ કીધો.

સાર - ગમે તેવા કઠણ છાતીવાળા ચોરને બુદ્ધિશાળીથી જ પોતાની કળાથી પકડી શકે છે. હાલના જમાનાની પોલીસ આવી યુક્તીથી ચોરને પકડી શકવાનું જ્ઞાન ધરાવતી નથી. એજ મહોટી ખેદની વારતા છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics