STORYMIRROR

Swati Dalal

Abstract Tragedy Thriller

4  

Swati Dalal

Abstract Tragedy Thriller

ચોકલેટ

ચોકલેટ

1 min
396

 નવું સવુ એમબીબીએસ કરીને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વોર્ડમાં ઇન્ટર્નશીપ માટે આવેલા ઉત્સાહી ડો. રોહન, પોતાના બાળ દર્દીઓના ચહેરા પર ખુશી લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા.... દવાઓની સાથે તે હોસ્પિટલમાં દાખલ બાળકો માટે થોડીક ચોકલેટો પણ પોતાની સાથે રાખતા.

            સવારની ઓપીડી પછી વોર્ડમાં દર્દીઓને તપાસતી વખતે તેમની નજર દૂર ખૂણામાં બેઠેલા ગરીબ ગામડિયા યુગલ અને તેમના ખોળામાં ઢબુરાયેલી આઠ-દસ વર્ષની અબુધ બાળકી તરફ ગઈ.... કદાચ કોઈ સગું કેસપેપર કઢાવવા ગયું હશે, તેમ વિચારીને ડોક્ટર રોહન તેમની તરફ આગળ વધ્યા... ગરીબ પતિ પત્નીની મૂંઝવણ દૂર કરીને રાહત આપવાના ઇરાદે ડોક્ટર રોહન તેમની પાસે પહોંચ્યા અને ખિસ્સા માંથી બે ચોકલેટો કાઢીને એ બાળકી તરફ ધરી ...એક બે સેકન્ડ માટે ચકળવકળ ચોકલેટ તરફ જોઈને અચાનક જ બાળકીએ મોટા અવાજે ચીસાચીસ અને દદૅભર્યા આક્રંદ સાથે ધમપછાડા કરી ને આખો વોર્ડ ગજવી મૂક્યો.. સૌ કોઈ ડઘાઈને તેમને જોઈ રહ્યા હતા.. વિચિત્ર રીતે ઘવાયેલી બાળકી તરફ જોતાં-જોતાં ડોક્ટર રોહન પાછા પગલે વોર્ડની બહાર નીકળી ગયા પણ હજુ એની ચીસો તેમના કાનમાં ગુંજી રહી હતી .........હાથમાંની ચોકલેટ તેમણે તિરસ્કાર પૂર્વક કચરાપેટીમાં નાંખી દીધી.....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract