ચકીબેનના ભજીયા
ચકીબેનના ભજીયા
ચકીબેન અને ચકાભાઈ એક ઝાડ પર માળો બાંધી રહેતાં હતાં. ચકાએ કહ્યું ,"ખીચડી ખાઈ ખાઈને હું તો કંટાળી ગયો છું. આજ તો મારે કંઈક નવીન શાકભાજી ખાવાનો વિચાર છે.
ચકીએ કહ્યું," કંઈક નવીન શાકભાજી ખાવી હોય તો ચાલો શાકમાર્કેટમાં જઈને ખરીદી કરીએ. "ચકો અને ચકી ઊડીને પહોંચી ગયા શાકમાર્કેટમાં. ચકીએ કહ્યું," બોલ ચકા તારે શું ખાવું છે. તને જે ભાવે તે ખરીદી લે. "
ચકો કહે આજ તો આપણે બનાવીએ કંઈક નવું ને ચટપટું. મેથીની ભાજી લઈને આજ તો ભજીયા બનાવીએ. અને સૌ પ્રાણીઓને આમંત્રણ પાઠવીએ. ચકીબેને તો મેથીની ભાજી અને મરચાં લીધા. અને ઊડીને પહોંચ્યા માળામાં.
ચકાભાઈ ગયા સૌને આમંત્રણ આપવા. ચકીબેને બનાવ્યા સ્વાદિષ્ટ મેથી અને મરચાંના ભજીયા. કાગડાભાઈ, કોયલ બેન, મોરભાઈ, પોપટભાઈ સૌ આવ્યા જમવા.
ચકાભાઈ અને ચકીબેને આગ્રહ કરી કરીને સૌને પ્રેમથી જમાડ્યા. સૌ ખાઈને થયા રાજી. ચકાને અને ચકીને આપ્યા આશિર્વાદ થઈ રાજી.
