Nidhi s

Romance Tragedy Action

4.0  

Nidhi s

Romance Tragedy Action

છેલ્લો પત્ર

છેલ્લો પત્ર

3 mins
157


પ્રિય આરવ..

મને ખબર છે, તું મારાથી નારાજ છે, તારે મારી સાથે વાત નથી કરવી એટલે જ કદાચ તું હવે મારા ફોન નથી ઉપાડતો, અને એટલે જ કદાચ તારો ફોન નથી લાગતો કે તે મને બ્લોક કરી દીધી છે. પણ તું સત્ય જાણ્યા વગર નિર્ણય કેવી રીતે લ‌ઈ શકે છે ?

એ અંધેરી રાતે મારું આખું જીવન બદલી નાખ્યું, તને મારાથી દૂર કરી દીધો, તો શું તું દૂર થવાની હકીકત ન‌ઈ જાણે ? હંમેશા આંખે જોયેલું અને કાને સાંભળેલું સત્ય નથી હોતું. બસ એટલી વિનંતી કરું છું કે આ લેટર આખો વાંચજે. હું જાણું છે કે તું અત્યારે એટલો ગુસ્સામાં છે કે જો તને ખબર પડશે કે આ લેટર મે લખ્યો છે તો કદાચ એ તું વાંચ્યા પહેલાં જ ફાડી નાખત, એટલે જ નામ વગર મોકલ્યો છે એ આશા એ કે તું વાંચીશ.

એ રાતે મારે ટ્યુશનેથી આવતા લેટ થયું હતું, મારી ગાડી પણ ગેરેજમાં હતી અને કોઈ રીક્ષા પણ મળતી નહોતી. એટલે હું ત્યાંથી નીકળી ગ‌ઈ એ વિચારી કે આગળ ચાર રસ્તેથી કદાચ રીક્ષા મળી જાય. હજુ હું થોડું જ ચાલી હતી કે ત્યાં મને કોઈ મારો પીછો કરી રહ્યો હોઈ એવો આભાસ થવા લાગ્યો.

તને તો ખબર છે ને એ રસ્તો કેટલો સુમસામ છે, અને રાત્રે તે વધું ભયજનક લાગે છે, મે તને ફોન કરવાની પણ કોશિશ કરી પણ તારો ફોન બીઝી આવતો હતો. છતાં પણ લગાતાર હું તને કોલ કરતી રહી કે કદાચ તું ફોન રીસીવ કરી લે, પણ તે ફોન જ ના ઉપાડ્યો. 

હવે મારો ડર પણ વધી રહ્યો હતો, કેમકે એ આભાસ હવે હકીકતમાં પરીવર્તન પામી રહ્યો હતો. મારી પાછળ મને ચાર વ્યક્તિના પડછાયા દેખાઈ રહ્યા હતાં, જે ધીમે ધીમે મારી તરફ આગળ વધી રહ્યાં હતાં, ડરથી મારા ધબકારા પણ વધી રહ્યાં હતાં, હું ત્યાંથી ભાગવા લાગી કે એ ચારેય વ્યક્તિએ મને ઘેરી લીધી.

તેઓ ચારેય એકદમ ગુંડા મવાલી જેવા લાગી રહ્યાં હતાં, તેમણે દારૂ પણ પીધેલો હતો અને હજુ પણ ચારેય ના હાથમાં બોટલો હતી. તેઓ મારી છેડતી કરવા લાગ્યા. છતાં પણ મારા તને ફોન કરવાના પ્રયાસો ચાલુ જ હતાં. એમાંથી એકે મારા હાથમાંથી ફોન લીધો અને તોડી નાખ્યો.

હું ત્યાંથી ભાગી પણ કહેવાય છે ને લખેલા લેખ કોણ બદલી શકે, તેઓએ મને ફરી ઘેરી લીધી ને હવે તો તેઓએ હદ કરી નાખી. મને અડપલાં કરવા લાગ્યાં છતાં પણ મે ખુદને બચાવવાના પ્રયાસો કર્યાં. એટલા માંજ ત્યાં કોઈ વ્યકિત આવી ગયો મારો ફરિશ્તો બનીને મને બચાવવા.

અને એણે મને બચાવી પણ લીધી પરંતુ તેમાંથી એકે મારા માથા પર ઘા માર્યા હતાં, એટલે ત્યાં જ હું બેહોશ થ‌ઈ ગ‌ઈ. જ્યારે હોશ આવ્યો ત્યારે તું મારી સામે હતો, અને એ વ્યક્તિ પણ તમે બંને ઝઘડો કરી રહ્યાં હતાં, મને કંઈજ સમજાતું ન હતું કે શું થ‌ઈ રહ્યું છે. મને કંઈ સમજાય એ પહેલાં જ તું બ્રેકઅપ અનાઉન્સમેન્ટ કરીને મને છોડીને જતો રહ્યો.

તારા ગયા પછી મને ખબર પડી કે જ્યારે હું બેહોશ હતી ત્યારે એ વ્યક્તિની બાહોમાં હતી અને તું એ ઊંધું સમજ્યો. પણ હું તારા વગર જીવવાનું વિચારી પણ નથી શકતી અને તું કોઈ બીજા જોડે લગ્ન કરવા જ‌ઈ રહ્યો છે. પણ હું તમારાં બંને વચ્ચે ન‌હીઁ આવું એટલે જ આજે મારા જીવનનો અંત કરવા જ‌ઈ રહી છું. બસ છેલ્લી વાર તારી સાથે વાત કરીને ક્લીયર કરવું જરૂરી હતું.

અને જો તું પત્ર વાંચી રહ્યો છે, એનો એક જ મતલબ છે કે હું હવે આ દુનિયામાં નથી, પરંતુ હું આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ માત્ર તને જ કરું છું. અને બસ એ જ પ્રેમ માટે દુનિયા છોડી રહી છું કેમકે હું તને બીજા કોઈ સાથે નથી જોઈ શકતી. આશા રાખું છું મારી લાગણીઓ સમજીને મને માફ કરીશ.

-- તારી ને બસ તારી જ 

-- સ્નેહા.

આટલું વાંચતા જ આરવ અને કાયા બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં, જેમનાં લગ્ન ને હજું માત્ર એક જ કલાક થયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance