Nidhi s

Romance

4.0  

Nidhi s

Romance

એક તરફી પ્રેમ

એક તરફી પ્રેમ

4 mins
231


મારું નામ અનેરી છે, અને હું એક સ્ટોરી ટેલર છું. અને હું મારી લાઈફમાં થતી ઘટનાઓને સ્ટોરી રૂપે કહું છું. મારે આજે લવ, પ્રેમ અને પ્યાર વિશે બોલવા નું હતું. પણ મારા જીવનમાં તો પ્રેમ જેવું કંઈજ નહોતું. ના ના એવું કંઈ જ નથી જેવું તમે વિચારો છો હતો પ્રેમ, પણ અત્યારે એવું કંઈ જ નથી.

અત્યારે હું સિંગલ છું, પણ મને તેની ખુબ જ યાદ આવે છે. કાશ... જો કદાચ મારે તેને પ્રપોઝ કરવામાં લેટ ન થયું હોત તો આજે તે મારો જીવ હોત જેમ મારી કવિતાઓ છે, મારી ગઝલ છે, મારી સ્ટોરી છે બસ આની જેમ જ તે મારી માટે ખુબજ સ્પેશિયલ હોત...પણ અત્યારે મારી આ સ્ટોરી સિવાય વધુ મહત્વ નું કંઈજ નથી.

 એને મારી દરેક વાત, દરેક વસ્તુઓથી ખુબ જ લગાવ હતો. એને એક ડાયરી લખવાનો શોખ હતો, નાની મોટી દરેક વાત તેમાં ઉમેરી દેતો. એક દીવસ એ જ્યારે બહાર ‌ગયો હતો ત્યારે તેની એ ડાયરી મારા હાથમાં આવી‌ અને મને અચાનક જ ખબર પડી કે તે મને પ્રેમ કરે છે.....અમે બંને બે વર્ષથી સાથે હતા અને તે દિવસે પહેલી વાર મે તેની ડાયરી જોઈ. 

‌‌ મને લાગ્યું કે મારે વેઈટ કરવું જોઈએ એના પ્રપોઝ નું, અને વેઈટિંગ માં જ છ મહિના જતા રહ્યાં.... જ્યારે છ મહિના પછી મને પ્રેમનો એહસાસ થયો ત્યારે મે ‌વિચાર્યું કે હવે હું જ તેને પ્રપોઝ કરીશ.

જેવી હું એને પ્રપોઝ કરવા માટે તેની ફેવરીટ જગ્યાએ પહોંચી કે જ્યાં તે મારો વેઈટ કરતો હતો ત્યારે મને ખબર પડી કે તે સ્ટડીઝ માટે લંડન જઈ રહ્યો છે. પછી થોડી હિંમત તૂટી અને જેવું એણે કહ્યું કે હવે આપણે સ્ટડી પછી જ મળીશું બસ એજ ક્ષણે ત્યાં જ દિલ તૂટી ગયું અને તેને કહેવાની હિંમત જ ના થઈ... પછી તૂટેલા દિલ અને આંખોના એ મણકા સાથે ઘરે આવી અને કલાકો રડી.

ધીમે ધીમે બંને વચ્ચે વાત થવાનું પણ બંધ થઈ ગયું... આજે એ ક્યાં છે, શું કરે છે મને કંઈ જ ખબર ન હતી. ઘણી વખત તેને ફોન કરવાનું મન થતું હતું, તેની સાથે વાતો કરવાનું મન થતું હતું, તેની સાથે મસ્તી ‌કરવાનું મન થતું હતું પણ‌ ક્યારેય એનો નંબર ડાયલ કરવાની ના તો હિંમત હતી કે ના તો એટલો વિશ્વાસ હતો કે તે મારો ફોન ઉપાડશે.

એણે છ મહિનામાં જ અમારી અઢી વર્ષની દોસ્તી પણ તોડી નાખી અને મારી સાથેનો સંબંધ પણ,અને મે તો નક્કી કરી નાખ્યું હતું કે હવે તેને ક્યારેય નહીં મળું.

પણ આજે અચાનક જ એ મારી સામે આવ્યો. ત્રણ વર્ષ પછી એ મારી સામે હતો,આજે ઘણા વર્ષ પછી એને મળી, મળી ને જાણે એક અનેરો આનંદ થયો, એને જોતા જ જાણે મારા શ્વાસ ‌થંભી ગયા..મનમાં એક અનેરો જ આનંદ છવાઈ ગયો, એક એવી શાંતિ જે વર્ષો પછી મને મળી હતી.

 વર્ષો પહેલાં જ્યારે અમે અલગ થયા એ બધી જ ક્ષણો યાદ આવવા લાગી, વિચારતી હતી કે કાશ તે દિવસે જો તેને મારા દિલની વાત કહી દીધી હોત તો આજે કદાચ અમે સાથે હોત. આજે અમારી મુલાકાત માત્ર અચાનક જ થઈ હતી. હું તેનાથી ઘણી જ દૂર ઊભી હતી છતાં પણ તે મને ઓળખી ગયો અને તેણે મને બોલાવી," અનુ, અનુ..."

મે પાછળ ફરી ને જોયું, પણ કોઈ ના દેખાતા હું ફરી ને ચાલવા લાગી તો અચાનક જ એણે મારો હાથ પકડી લીધો અને મને ભેટી પડ્યો.

અને હું બધું જ ભૂલી ગઈ, આજુબાજુ કોઈ ‌છે કે નહીં તેનો વિચાર કર્યા ‌વગર મે પણ તેને હગ કર્યું. અરે, " અનુ, ક્યાં છે તું હું તારા પેલા ઘરે પણ ગયો હતો, તારા પેરેન્ટ્સ ના ઘરે પણ ગયો હતો પણ તારો કંઈ પતો જ નથી, તને ખબર છે છેલ્લા બે દિવસથી તને શોધું છું...... ". તેણે પ્રેમથી‌ કહ્યું...

 હજુ તો હું એના શબ્દો સમજી ને કોઈ રીપ્લાય આપું એ પહેલાં જ તે બોલ્યો, "અનુ, તારા માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે. તું અહીં જ ઊભી રહેજે." 

એટલું કહીને તે જતો રહ્યો અને એક છોકરીને લઈને આવ્યો અને કહ્યું," અનુ, આ છે મારી ગર્લ ફ્રેન્ડ નિશા, અને અમે બંને આ જ મહિનામાં લગ્ન કરવાનાં છીએ."..........‌બસ એ ઘડીએ ફરી એકવાર દીલ તૂટી ગયું..

મને લખવું પસંદ હતું,

તેને મારું લખેલું વાંચવું...

મને બોલવું પસંદ હતું,

તો તેને મને સાંભળવું....

તેને મારો સાથ પસંદ હતો,

‌‌તો મને તેની આદતો...

‌‌ ‌ ના કરી શકી પસંદ હું,

તેનો બીજા કોઈ સાથેનો રિશ્તો..

 પણ મારા‌ વશમાં ‌કંઈ જ ન હતું.. ના તો ત્યારે તેને દિલની વાત કહી ‌શકી‌ કે ના આજે..... તે મારી આ વાત સાંભળી શક્યો. શો શરૂ થતાં જ તે અહીંથી જતો રહ્યો....આજે વિચારું છું કે,

કાશ.... મે તેને પહેલાં જ પ્રપોઝ કર્યું હોત તો તે આજે પણ મારી સાથે હોત અને તે મારી જ સાથે હોત.


Rate this content
Log in

Similar gujarati story from Romance