એલ. જી. બી. ટી.
એલ. જી. બી. ટી.
શીખાને આજે પહેલીવાર એલ.જી.બી.ટી વિશે સાંભળવા મળ્યું હતું, અને એલ.જી.બી.ટી વિશે સાંભળીને તે ખુબ જ આશ્ચર્યમાં હતી તેને તો માનવામાં જ નહોતું આવતું કે આવું કંઈ પણ હોઈ શકે છે, તે હંમેશાં હોસ્ટેલમાં રહેતી અને બસ ભણવામાં જ ધ્યાન આપતી બહારની દુનિયાથી તેને કોઈ લેવા દેવા નહોતો કે હોસ્ટેલ લાઈફમાં બહાર દુનિયાથી પરિચય કરાવવામાં આવતો.
હોસ્ટેલમાંથી આખરે પંદર વર્ષની ઉંમરે તેને પહેલીવાર બહાર જવા મળ્યું હતું અને તે રજા લઈને ઘરે આવતી હતી કે તેની નજર રસ્તા પર એલ.જી.બી.ટીનો પ્રચાર કરી રહેલા લોકોના સમુદાય પર પડી અને તે એ લોકો તરફ આકર્ષાઈને જાણવાની જીજ્ઞાસા સાથે એ લોકો સામે જઈ ઊભી રહી ગઈ અને તે પ્રચારમાં તેને સમાજનું એક નવું જ રૂપ જાણવા મળ્યું હતું અને સમજવા મળ્યું હતું કે એલ.જી.બી.ટી એટલે શું અને તેનું શું અસ્તિત્વ છે.
તે આ વિષયમાં વિચાર કરતા કરતા પોતાના ઘર તરફ વળી જ્યાં માત્ર તેની મા રહેતી હતી અને જેને માત્ર નાનપણમાં એક જ જોઈ હતી. તે ખુશીથી પોતના ઘરમાં દાખલ થઈ અને આવતાની સાથે જ બોલી, " મમ્મી, ક્યાં છો જો હું આવી ગઈ." તે હજુ બોલી જ હતી કે તેની નજર ઘરમાં એક રૂમમાં પડી જ્યાં ઘણી સ્ત્રીઓ સાડી પહેરીને તૈયાર થઈને કંઈક ચર્ચા કરી રહી હતી, શીખા ધીમા પગલે એ રૂમ તરફ વધી અને એ રૂમમાં એ સ્ત્રીઓની વચ્ચે બેસેલી પોતાની મા ને જોઈ શીખાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તેના મગજમાં રસ્તા પર પ્રચાર કરી રહેલા લોકોની વાતો ફરવા લાગી.
L - નો મતલબ થાય છે... લેસ્બિયન એટલે કે જ્યારે એક છોકરી શારીરિક રૂપથી જ્યારે બીજી છોકરીથી આકર્ષાય છે ત્યારે તેને લેસ્બિયન કહેવાય છે.
G- નો મતલબ થાય છે... ગેય એટલે કે જ્યારે એક છોકરો શારીરિક રૂપથી જ્યારે કોઈ બીજા છોકરા જોડે આકર્ષાય છે ત્યારે તેને ગેય કહેવાય છે.
B- નો મતલબ થાય છે... બાય સેક્શુંઅલ એટલે કોઈ વ્યક્તિ શારીરિક રૂપે સ્ત્રી અને પુરુષ બંનેથી આકર્ષાય છે.
T - નો મતલબ થાય છે... ટ્રાન્સજેન્ડર એટલે કે એ લોકોનું શરીર તો પુરૂષોનું હોય છે પણ લક્ષણો સ્ત્રીઓ જેવા હોય છે.
શિખાને સમજવામાં થોડી પણ વાર નહોતી લાગી કે એ ટ્રાન્સજેન્ડરની દીકરી હતી... પણ કેમ એ તેને આશ્ચર્ય હતું કે તેની મા તેની સામે આવી અને તેને કહ્યું કે શિખા તેને કચરા પાસેથી મળી હતી અને પોતાની દીકરી બનાવી હતી. શીખાએ એમનો આભાર માન્યો અને તેને જ પોતાની મા માની સમય આવે કન્યાદાન કરવાનું વચન માંગ્યું અને ત્યાં જ એ બધાંની સાથે રહી મોટી થવા લાગી.
