Nidhi s

Romance

4.5  

Nidhi s

Romance

કહેવું ઘણું ઘણું છે

કહેવું ઘણું ઘણું છે

3 mins
426


14 મી જાન્યૂઆરી, ઉત્તરાયણ. મારો અને એનો બંનેનો ફેવરીટ ફેસ્ટિવલ. આજના દિવસે પણ હું માત્ર એના માટે જ તૈયાર થયો હતો.‌ એનો ફેવરેટ વ્હાઈટ શર્ટ, ડેનિમ બ્લુ જીન્સ, કાળા ચશ્માં, સાથે સ્ટાઈલિશ શુઝ. 

અમે બંને બાળપણથી જ એકબીજાના ખાસ મિત્રો હતાં, અને સમય સાથે એ મિત્રતા એટલી ગાઢ થ‌ઈ ગ‌ઈ હતી કે એકબીજા વગર જરા પણ ના ચાલતું.

આમ તો એ એકદમ શરીફ છે અને સાથે જીદ્દી પણ એટલી જ છે. પણ જો એને એક વાર ગુસ્સો આવી જાય પછી એ પોતાનું પણ નથી સાંભળતી અને બીજી બધી છોકરીઓ જેવી તો છે જ નહીં ! એટલે ના તો તેને છોકરીઓની જેમ શરમાતા આવડે કે ના તો વાતો કરતાં. બસ હુકમ કરે અમારા પર અને અમારી આખી ગેંગની બોસ બનીને ફરે છે એ પાગલ.

પણ હવે એ પાગલની મને આદત પડી ગ‌ઈ છે, ટેવ પડી ગ‌ઈ છે. એના વગર એક પણ મિનિટ નથી ચાલતું. જો થોડીવાર માટે પણ એ નજરથી દૂર થ‌ઈ જાય તો મનમાં એવાં એવાં વિચારો આવવા લાગે છે કે જાણે એ હંમેશાં મારાથી દૂર થ‌ઈ ગ‌ઈ હોય.

બસ એટલા માટે મે નક્કી કરી લીધું છે કે એ પાગલ ને હંમેશાં મારી પાસે જ રાખીશ, પણ એ પાગલ છે ક્યાં ? સવારનો એની રાહ જોઉં છું કે ક્યારે એ આવે અને ક્યારે મારી બાજુમાં ઊભી ઊભી મારા માટે ચિયર્સ કરે અને ક્યારે એના કાયપો છે...... લપેટ.... ના અવાજો મને સંભળાય.

" ઓય, આકાશ જો કાવ્યા આવી ગ‌ઈ." હું એના વિચારોમાં ખોવાયેલો પતંગ ને હાથમાં લઈને જોતો જ હતો કે ત્યાં પ્રથમ બોલ્યો અને પ્રથમના અવાજ સાથે જ હું ત્યાં જોવા લાગ્યો જ્યાં કાવ્યા એની બે ત્રણ ફ્રેન્ડ્સ સાથે ઊભી હતી.

એ પણ આજે વ્હાઈટ સ્ટાઈલિશ ટીશર્ટ, બ્લુ શોર્ટસ અને લોંગ શુઝ સાથે છુટા વાળ અને આંખો પર ચડાવેલા બ્લેક ચશ્મામાં હતી અને એ એકદમ મારા સપનાં ની કોઈ હિરોઇન જેવી દેખાતી હતી, પણ એ મેડમ તો ફોટોસેશનમાં વ્યસ્ત હતી. આવતાવેંતથી જ ફોન લઈને સેલ્ફીઓ પાડવા લાગી, ક્યારેક પતંગ, ક્યારેક ફીરકી તો ક્યારેક નાના બાળકોના ફુગ્ગાઓ સાથે.

 પણ એની આ જ તો હરકતો હતી જે મને ગમતી હતી. ક્યારેક એકદમ દાદીમાં જેવી, તો ક્યારેક નાના બાળક જેવી, ક્યારેક મારી ખાસ મિત્ર તો ક્યારેક સૌથી મોટી દુશ્મન બનીને લડવાવાળી, ક્યારેક મમ્મીની જેમ ખીજાવાવાળી, તો ક્યારેક મમ્મીના ગુસ્સાથી મને બચાવવાવાળી, પણ જેવી છે એવી મારી જ છે, આ વાત એને કહેવાની ટ્રાય હું છેલ્લા છ મહીનાથી કરું છું પણ એ ડરથી કહી નથી શકતો કે જો એ મને પ્રેમ નહીં કરતી હોય તો કદાચ એ વાતથી અમારી દોસ્તી પણ તૂટી જશે.

 પણ આજે તો હું નક્કી કરીને જ આવ્યો છું કે એને મારા દિલની વાત કહીને જ જંપીશ પછી ભલે ગમે તે થાય. અને આમ પણ આજે ઉત્તરાયણ છે પતંગ અને દોરીનો અતૂટ સંબંધ. 

જેમ પતંગ ને ઉડવા દોરીની અને દોરીને ઊંચે ચડવા પતંગ ની જરૂર પડે છે બસ તેમ જ હું તેના માટે તેનો પતંગ બનવા માંગુ છું. પછી તો હું મારા દિલની બધી જ લાગણીઓ ભેગી કરીને એને કહેવા તૈયાર થ‌ઈ ગયો અને જેવો એની સામે ગયો કે મારા મિત્રો એ ગીતો ચાલું કરી દીધાં અને પહેલું જ ગીત વગાડ્યું,

તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર,

લ‌ઈ જાયે છે ઊડાવી ને તું કંઈ કોર,

બાજી જે હારી છે પાછી લગાડી છે,

મનડું જુગારી છે આ કેવું ડફોળ.....

અને હું કંઈ જ ના બોલી શક્યો, પછી તો સાંજ સુધી પતંગ ઉડાવ્યા પણ એને દિલની વાત તો કહી જ ના શક્યો. બસ એને મારી પાસે ઊભી રાખીને જ ખુશ રહ્યો. હું એક ખુણામાં ઊભો ઊભો એને મારા પ્રેમ વિશે કેવી રીતે કહું એ વિચારી જ રહ્યો હતો કે તે એકાએક મારી સામે ગોઠણ પર બેસી ગ‌ઈ મને પ્રપોઝ કરવા. તે જેવી મારી સામે આવી કે તરતજ બેકગ્રાઉન્ડમાં મારા મિત્રો એ એક ગીત વગાડ્યું,

કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં,

બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય કંઈ....

હૈયાંને બોલવું છે, હોઠો છે ચૂપ શરમમાં,

શબ્દોને ભૂલીને સીધું ચૂમી શકાય નહીં.......

આ ગીતની સાથે જ બંને એ કહ્યા વગર‌જ એકબીજાને પ્રપોઝ કર્યું અને હંમેશાં માટે એકબીજાના બની ગયાં, અને અમારી દોસ્તીને હંમેશાં માટે અતૂટ કરી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Romance