Nidhi s

Romance Tragedy

4.0  

Nidhi s

Romance Tragedy

પહેલી મુલાકાત કે પછી આખરી ?

પહેલી મુલાકાત કે પછી આખરી ?

2 mins
155


કેવિન છેલ્લા બે કલાકથી સતત ધરાની રાહ જોતો હતો, અને વરસાદ જેવો માહોલ પણ હતો. વીજળીના અવાજ, પવનના સુસવાટા અને ભીની માટીની સુગંધ સાથે આતુરતાથી ધરાની રાહ જોવાઈ રહી હતી. 

વારંવાર કેવિનના મનમાં વિચાર આવતા હતા કે ધરા કેવી હશે ? જેટલી ફોટામાં દેખાય છે એટલી જ સુંદર કે તેનાથી પણ વધુ સુંદર હશે. વારંવાર ઘડિયાળ સામે અને રસ્તા સામે જોતો કેવિન ધરાના વિચારોમાં ખોવાયેલો હતો.

 જ્યારે પહેલી વાર ફોન પર વાત થઈ ત્યારે ધરા એ કહ્યું હતું કે તે બ્લેક ડ્રેસ પહેરીને આવશે અને ધરા ને ખુશ કરવા કેવિન પણ બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સમાં એકદમ હીરોની જેમ તૈયાર થયો હતો. હાથમાં ઈમ્પોર્ટેડ ઘડિયાળ, બ્રાન્ડેડ શુઝ, ગોગલ્સ અને ટીશર્ટ પર એક મી. હેન્ડસમની પ્રિન્ટમાં કેવિન પળ પળ ત્યાં ઊભેલી દરેક છોકરીના દિલ જીતી રહ્યો હતો.

 પણ જેના માટે તે તૈયાર થઈને આવ્યો હતો, તે જ લેટ હતી. અચાનક જ તેને બ્લેક ડ્રેસમાં તેનાથી થોડે દૂર એક છોકરી દેખાય છે. શોર્ટ બ્લેક ડ્રેસ, ખુલ્લા વાળ, બ્લેક સેન્ડલ અને એને એની સુંદરતા જોઈ કેવિન એના પર મોહિત થઈ ગયો હતો. એને જોયા પછી કેવિન મનોમન વિચારતો હતો કે આજ ધરા હોવી જોઈએ.

ધરા કેવિનને ફોન કરે છે અને કેવિનને તેની લોકેશન પૂછે છે. થોડીવારમાં જ ધરા કેવિનને શોધી લે છે, કેવિન ધરાની સુંદરતા જોઈને તેમાં ખોવાઈ જાય છે. થોડીવાર પહેલાં કેવિને જે છોકરી જોઈ હતી ધરા તે જ છોકરી હતી.

ધરાની એ સુંદર આંખો, ગુલાબી ગાલ, નાજુક હોઠ અને હોઠ પરનું એક નાનું કાળું તલ, એની સુંદરતામાં ચારચાંદ લગાવતાં હતાં. તેને એકવાર જોયા પછી કેવિનને તેની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. તે બસ તેને જ જોઈ રહ્યો હતો. 

પણ અચાનક જ ત્યાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે. કેવિન ધરાને ખેંચીને બાજુમાં રહેલી નાની ટી-સટોલ પર લઈ જાય છે. તેમની આસપાસનું વાતાવરણ એકદમ રોમેન્ટિક થઈ ગયું હતું, એકદમ મુવીના કોઈ સીન ની જેમ. અને ટી-સ્ટોલ પર એક મસ્ત ગીત વાગી રહ્યું હતું. સાંસોમે બડી બેકરારી, અંખોમે કઈ રત જગે .. દો દિલ મિલ રહે હૈ ... ચૂપકે ચૂપકે.

આ ગીત સાથે બંનેના હૃદય પણ જોડાવા લાગ્યા હતાં, વાતચીત કર્યા વગર બંનેની આંખોએ દરેક વાત કરી લીધી હતી. પણ જેવો કેવિન ધરાની નજીક જાય છે તેમ તરત જ ધરા વરસાદના પાણીમાં પલળવાં ટી સ્ટોલની બહાર આવે છે અને વરસાદનો આનંદ માણે છે. 

અચાનક જ ત્યાં કોઈક ગાડી આવીને ધરાને ટકકર મારી દે છે અને ધરાનું ત્યાં જ મૃત્યુ થાય છે. કેવિન આ બધું માત્ર જોતો જ રહી ગયો અને બંનેની એ પહેલી મુલાકાત આખરી મુલાકાત બનીને રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance