STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

છેક હાથથી ગયો

છેક હાથથી ગયો

1 min
931


વશીકરણ શુભ વચન છે. વડવીખ કડવાં વેણ;

રાજ્ય માન રતી મેળવે, અને શીર છેદાવે શેણ.

એક વખતે શાહે બીરબલને કહ્યું કે, 'જો તું મને આ રાજમહેલની નીસરણીના છેલ્લે પગથીએ ચઢતાં સુધી હસાવતો હું તને એક સુંદર ઘોડો ઇનામમાં આપીશ.' એટલું કહી શાહ સીડીએ ચઢવા લાગ્યો. તે જોઇ બીરબલે શાહને હસાવવા અનેક યુક્તીઓ અજમાવી જોઇ, પણ શાહ હસ્યો નહી ત્યારે અંતે બોલ્યો કે, 'ગયોરે ગયો ગધેડીનો છેક હાથથી ગયો.' આ વાક્યો સાંભળતાં શાહે રીસે ભરાઇ ઉપર ન ચઢતાં નીચે ઉતરી બીરબલને ધમકાવીને કહ્યું કે, 'મને ગાળ શા માટે દીધી !' બીરબલે કહ્યું કે, 'ના રે સરકાર ! આપ જ્યારે છેલ્લે પગથીએ પહોચ્યા ત્યારે મેં જાણ્યું કે આપે ઘોડો આપવા કબુલ કીધો હતો, પણ હું મારી શરત પૂરી કરી શક્યો નહીં માટે તે ઘોડા માટે ગયોરે ગયો ગધેડીનો છેક હાથથી ગયો. એમ કહ્યું, પણ આપને માટે કહ્યું નથી. આ પ્રમાણે સીડીએથી નીચે ઉતરાવવાની અને હસાવવાની યુક્તી ઉપજાવી કાઢવાની ચતુરાઇ જોઇ શાહને હસવું આવ્યું. તે જોઇ બીરબલે કહ્યું કે, 'સરકાર ! આપને હસાવ્યા માટે સરત મુજબ ઘોડાનું ઇનામ ઝટ આપી દો.' એ સાંભળી શાહે તરત ઘોડાનું ઇનામ આપી બીરબલને શાબાશી આપી તેની બુદ્ધીની તારીફ કરી.

સાર: પોતામાં જો નાખવાની અને વાપરવાની શક્તી હોય તોજ બીજાને કટુ વચન કહેવા.


Rate this content
Log in

Similar gujarati story from Classics