Vishnu Mali

Crime Tragedy

3  

Vishnu Mali

Crime Tragedy

ચાની દુકાન

ચાની દુકાન

3 mins
7.6K


રમણભાઈ ગામમાં રહેતા હોવાથી તે ખેતી કરતા હતા. જગાએ ગામની પ્રાથમિક સ્કુલમાં સાત ધોરણ સુધી ભણ્યો. પણ હવે ગામમાં વધુ ધોરણ ના હોવાથી તે આગળ ના ભણી શક્યો. તેથી રમણભાઈ તેને ખેતરમાં કામ કરવા લઇ જતા, પણ જગાને ખેતરનું કામ નતું ફાવતું તેથી તે ઘરે જ રહેતો. જગો ગામના છોકરાઓ સાથે લખોટી અને અન્ય રમત રમતો. ગામમાં મોહનભાઈ આવ્યા હતા. તેમને દોરુગામની ચાની દુકાન માટે બે છોકરાઓ જોઈતા હતા. એક તો મનુકાકાનો છોકરો નક્કી હતો અને બીજો ગોતવાનો હતો. મોહનભાઈ રમણભાઈના ઘર પાસેથી જતા હતા. ત્યારે કંચનબેન તેમને દેખી ગયા, પછી તેમને ચા પીવા બોલાવ્યા. મોહનભાઈ ચા પીવા ઘરે આવ્યા.

કંચનબેને મોહનભાઈને પૂછ્યું, ‘‘કેમ આજે ગામમાં ભૂલા પડ્યા.’’

મોહનભાઈ કહે ‘‘ બસ એમજ. હાચું, તમારો જાગો ભણે છે કે નહી.’’ કંચનબેન ‘‘હમણા જ જગો સાત ધોરણ ભણીને ઉઠ્યો છે. કોઈકવાર ખેતરે કામ કરવા જય છે.’’

મોહનભાઈ ‘‘મારે ચાની દુકાન માટે એક છોકરાની જરૂર છે, તમે કહેતા હોય તો જગાને લઈ જુ, કઈક શીખશે તો ધંધો કરી શકશે.’’

કંચનબેન કહે ‘‘તેના બાપાને પૂછી પછી કહું.’’

સાંજે રમણભાઈ ઘરે આવે છે ત્યારે કંચનબેન પેલી વાત કરે છે પણ જગાના બાપા ના પાડે છે. પછી તેમને સમજાવે છે એટલે તે માની જાય છે, બીજી સવારે મોહનભાઈ પૂછવા આવે છે ત્યારે કંચનબેન હા પાડે છે. અને પૂછે છે કે દોરુગામે ક્યારે જવાનું છે.

મોહનભાઈ ‘‘ બે દિવસ પછી જવાનું છે. જગાને તેયાર રાખજો.’’

જગાને વિચાર આવ્યો કે દોરુગામમાં મજા પડી જશે. તે જવા માટે ઉતાવળ કરવા માંડ્યો. બે દિવસ પછી મોહનભાઈ આવ્યા. મનું અને જગાને લઈને દોરુગામની બસમાં બેઠા, મોહનભાઈએ ટીકીટ લીધી. જગો અને મનુ બસની બારી પાસે જ બેઠા. અને પછી મોહનભાઈ બેઠા બેઠા ઊંઘી ગયા. જગો આખા રસ્તા પર બારીમાંથી બારે દેખતો રહ્યો. સવા ચાર કલાક પછી દોરુગામનું સ્ટેસન આવ્યું. બધા નીચે ઉતર્યા, મોહનભાઈ તે બનેને સીધા જ ચાની દુકાન પર લઈ ગયા. કયું કામ કરવાનું તે જણાવ્યું.

સવારે છ વાગ્યા નથી કે ચા ચા બુમો ચાલુ થઈ જાય. આખો દિવસ મનુ અને જગો ચાની બુમો પડતા અને ચા વેચતા. કોઈ સારો માણસ આવતો તેમને દસ-પાચ રૂપિયા વાપરવા આપતો. કેટલીકવખત જગા અને બીજા ચાવાળા વચે બોલાચાલી થતી.

બસ સ્ટેશનમાં કોઈ ડ્રાઈવર બુમ પાડે ‘‘એક કટિંગ ચા.’’ અને જગો ચા લીને ઉભો જ હોય. કેટલીવાર જગો કટિંગ ઉપર ચા પાઈ દેતો. આખા બસ સ્ટેશન પર જગાની ચા વખણાતી. મોહનભાઈ જગાને બોલતા કારણ કે તે વધારે ચા આપી દેતો.

એક દિવસ સવારે કેનમાં પડેલું દૂધ જગથી ઢોળાઈ ગયું. મોહનભાઈ દૂધ ઢોળાતું દેખીને તેમની આંખો ફાટી ગઈ. જગાને બોલયા ‘‘હાથ છે કે નહિ કોઈ વસ્તુ સરખી પકડી સકતો નથી.’’

પછી તે જગાને મારવા લાગ્યા, અંતે જગો માર સહન કરી સકતો નથી

જગો બોલી ઉઠ્યો ‘‘ભૂલથી ઢોળાઈ ગયું, જાતે કરીને તો ધોળ્યું નથીને.’’

મોહનભાઈ તેને બોલે ‘‘ સાલો, દૂધ ધોળીને પાછો સામે બોલે છે.’'

જગો કહે ‘‘મારો ના નહીતર હું જતો રહીશ, નથી જોઈતી તમારી આ નોકરી.’’

મોહનભાઈ કહે ‘‘ દૂધ ધોળ્યું એના પહેલા પેસા આપ, પછી નોકરી છોડવાની વાત કરજે.’’

આટલું બોલતાની સાથે જ ટેબલ પર પડેલી સાડ્સી જગાને મારે છે. જગો પણ ગુસ્સે થઈ ખુરશી મોહનભાઈને મારે છે. બસ સ્ટેશન પરના બધા લોકો ભેગા થાય છે. બે-ત્રણ માણસો તેમને છોડાવે છે. અને મોહનભાઈને સમજાવે છે કે નાનો છોકરો છે એટલે ભૂલ થઈ જાય.

મોહનભાઈ ‘‘બસો રૂપિયાનું દૂધ ધોળ્યું છે, એના પેસા કોણ આપશે હજી તો ગરાગી પણ નથી થઈ. મારસો તો સીધા રહેશે.’’

રામસીભાઈ ડ્રાઈવર જગાને ઘરે ચાલ્યો જવાનું કહે છે, પણ મોહનભાઈ તેને જવા ના પાડે છે. મોહનભાઈ જગાને દુકાનમાં લઈ જાય છે. અને ઢોળાયેલું દૂધ સાફ કરવાનું કહે છે, જગો રોતો-રોતો ઢોળાયેલું દૂધ સાફ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime