STORYMIRROR

Vishnu Mali

Inspirational Others Romance

3  

Vishnu Mali

Inspirational Others Romance

પોતું

પોતું

2 mins
15.8K


મારે દુકાન સાફ કરવા માટે પોતાની જરૂર હતી. મને યાદ આવ્યું કે ઘરમા એક વરસથી નવું નકોર પોતું પડ્યું છે એમ પણ ઘરમાં તેનાથી કોઈ પોતું નતું મારતું. એટલે મે વિચાર્યું કે લાવને તે પોતું દુકાને લઇ જઉં એમ પણ ઘરમાં એમ ને એમ પડ્યું છે. દુકાને પોતું મારવા કમ આવશે. પોતા ને હું લઈને જેવો રૂમમાંથી બારે આયો કે પોતા ને ભાળીને મારી બઈ(મમ્મી)એ ડંડાવાળું પોતું મારા હાથીમાંથી લઇ લીધું.

મેં મારી બઈને કહ્યું ‘કેમ, પોતું લઇ લીધું મારે દુકાને સાફ-સફાઈ માટે જોવે છે.’

બઈ બોલી “ તારે પોતું જોઈએ તો બજારમાંથી નવી પોતું લઇ લે પણ આ પોતું નઈ મળે.”

મેં કેધુ, “પણ આ પોતું એક વરસથી એમને એમ પડ્યું છે, મને યાદ છે તે પ્રમાણે તે આ પોતાથી એક વાર પણ પોતું માર્યું નથી. બીજા પોતાથી પોતું મારે છે. આ પોતું ઘરે એમને એમ પડ્યું છે એના કરતા હું દુકાને લઇ જઉં તો દુકાને પોતું મારવા માટે કામ આવશે.’

મારી વાત સાંભળી બઇ બોલી “હું તને પૈસા આપું તેનાથી બીજું પોતું લાઈ દે, પણ આ પોતું નઈ મળે.”

મેં પૂછ્યું “કેમ.”

બઈ બોલી “મોરો(કમર)ના દુખાવાને લીધે હું બેસીને પોતું નોતી મારી શક્તી એટલે તારા કાકા(પપ્પા)એ ડંડાવાળું પોતું મને લઇ આપેલુ. જેથી હું ઘરમાં ઉભા ઉભા પોતું મારી શકું. તેમને ગુજરી ગયાના આજે એક વર્ષ થવા આવ્યું. તમે લોકોએ તો તેમની સાથે જોડાયેલી વસ્તુ બીજાને આપી દીધી. ખાલી આ પોતું જ બચ્યું છે જે તેમણે મને લઇ આપેલું. તેમની આ એક જ વસ્તુ મને તેની યાદ અપાવે છે. એટલે તું નવું પોતું લઇ દે.”

પછી હું કઈ પણ બોલ્યા વગર હું ત્યાંથી નીકળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational