જીવદયા
જીવદયા


અશોકભાઈ અહીશાવાદી અને દયાળુ હતા. તેમને એક દીકરો હતો પણ તે અકસ્માતમાં મુત્યુ પામ્યો. તેમને કરિયાણાની દુકાન હતી તે રોજ સવારે જાય અને સાંજે પાછા આવે. તેમની બાજુમાં આવેલ પ્લોટમાં રહેતા કરસનભાઈને કોઈ ધધો હતો નહિ કારણ કે તે હમણાં જ અહીં રહેવા આવ્યા હતા. અશોકભાઈએ તેમને દુકાન ચાલુ કરાવી આપી. અશોકભાઈ એ કરસનભાઈ ઉપર આટલો ઉપકાર કર્યો તોય તેમને સહેજ પણ ઘમંડ નહતો. તેથી જ તેમના વચ્ચે મજબુત સબંધ બંધાઈ ગયો. કરસનભાઈના પ્લોટમાં એક કુતરી હતી. બહુજ સુંદર હતી અને તેના કાન સસલા જેવા ઉભા હતા. દર વરસે વિવાય પણ એક પણ બચ્ચું જીવે નહિ. વારફરતી બધા બચા મારી જતા. કરસનભાઈની પત્નીને આ કુતરી પાળવાનું ગમતું નહી. કુતરી શિયાળામાં રોજ રાતે ખાટલા પર સુઈ જતી. કોઈવાર ઘરમાં ઘુસી કોઈ વસ્તુ ખાઈ જતી. પ્રવિણાબેન કરસનભાઈને કુતરી બીજે ક્યાંક મૂકી આવવાનું કહેતા. કુતરીને પ્લોટ અને શેરીમાંથી ખાવાનું મળી રહેતું.
જયારે કુતરી વિયાતી ત્યારે શેરીના છોકરા પેસા ઉઘરાવી બિસ્કીટ અને રાબ બનાવી ખવડાવતા. કુતરી ક્યારે પણ કરડતી નહી. તેથી નાના છોકરાઓ તેની બખોલમાંથી ગલુડિયાને નીકળીને રમાડતા અને તેમના નામ પણ પડતા. પણ એક પણ બચ્ચું જીવતું રહેતું નહિ. કોઈ ગાડી નીચે કચડાઈ જતું તો કોઈ રોગના લીધે મરી જતું. અશોકભાઈને ચિંતા થતી કે બિચારા અબોલ પ્રાણિયો કેવી રીતે મરી જાય છે. તે હમેશા પશુ-પખીઓંની સેવા કરવા માટે તત્પર રહેતા. અશોકભાઈ કુતરીને બિસ્કીટ ખવરાવવા માટે કરસનભાઈના છોકરાઓને પૈસા આપતા પછી છોકરાઓ તેને ખાવાનું ખવરાવતા. આ સિવાય અશોકભાઈ રોજ સાંજ-સવારે કુતરી માટે રોટલી તો કોઈ વાર બીજું ખાવાનું લાવતા. અશોકભાઈને પણ પ્રાણીઓની સેવા કરવામાં અલગ પ્રકારની મજા આવતી.
અમુકવાર અશોકભાઈ પણ ગલુડિયાને રમાડતા ત્યારે ભાવનાબેન તેમને બોલતા ‘‘શું છોકરા જેવા થાયો છો, હવે તો મોટા થયા છો.’’ બાદમાં અશોકભાઈ હશીને ચાલ્યા જતા. તે ઉતરાયણમાં પક્ષી બચાવો અભિયાન ચલાવતા અને છોકરાઓને પણ પ્રાણીઓની સેવા કરવાનું કહેતા. તેમને પક્ષીઓં બચાવવા માટે સાથે લઈ આખા શહેરમાં ઘાયલ પક્ષીઓને પકડતા. પક્ષીઓને કાળજીપૂર્વક દવાખનામાં લઈ જતા અને તેમની સારવાર કરાવતા. ઉતરાયણના દિવસોમાં શેરીના છોકરાઓ ભેગા કરીને તેમને ઉતરાયણમાં ઓછી પતંગ ચગાવવાનું કહેતા. જયારે અશોકભાઈ ઘાયલ પશુ-પંખી જોતા ત્યારે તેમનાથી તે દુઃખ જોવાતું નહિ. અને તરત જ ગોંશાળામાં ફોન કરતા પછી જ્યાં સુધી ગોશાળાની વાન આવે ત્યાં સુધી ઉભા રહેતા પછી તેને વાનમાં બેસાડીને જ જતા.
ભાવનાબેન કરસનભાઈને હમેશા બોલતા કે ‘‘આ કુતરીને બીજે ક્યાંક મૂકી આવો, આખું ઘર ગંદુ કરી નાખે છે.’’
કરસનભાઈ કહેતા ‘‘કુતરી આપના પ્લોટની ચોકી કરે છેને. કોઈ અજાણ્યું માણસ ઘરમાં ઘુસતા ડરે, નહીતર કોઈપણ માણસ ઘરમાં ઘુસી જાય. તે ભલે પ્લોટમાં રહેતી આપણને ક્યાં નડે છે.’’
ભાવનાબેન કહે ‘‘કુતરી ઘરમાં ગંદુ કરે છે તેના લીધે છોકરાઓ માંદા પડશે, પછી તેમને દવાખાને લઈ જવા પડે. કદાચ ખજવાળ થઈ ગઈ તો.’’
ગયા વર્ષની જેમ આ વખતે પણ કુતરી શિયાળાની કડકડતી ઢંડીમાં વિયાય છે અને ચાર બચ્ચાને જન્મ આપે છે. પણ કડકડતી ઢંડીના લીધે એક બચ્ચું રાત્રે મારી જાય છે, ત્રણ બચ્ચા જીવતા રહે છે. કરસનભાઈ સવારે તે બચ્ચાને બારે ફેકાવે છે. કુતરી વિવાઈ છે તેવા સમાચાર સાભળીને અશોકભાઈએ સવારે કુતરી માટે ગરમા-ગરમ રાબ બનાવીને લાવી.
છોકરાઓ બખોલમાંથી ગલુડિયા કાઢી તેમને રમાડે છે. તેમના નામ પણ પડી દીધાં, જે કાબર-ચીતર્યું હતું તેનું નામ ચિન્ટુ રાખ્યું. બીજાનું નામ ટોમી રાખ્યું. છેલ્લાનું નામ બંટી રાખ્યું તે ખુબ ધોળું હતું. પણ બધા બાળકો ધોળા રંગના ગલુડિયાને વધારે પસંદ કરતા હતા. બાળકો બચ્ચાને પકડવા તેમની
પાછળ ભાગતા. જયારે શેરીના છોકરાઓ ગલુડિયા માટે ખાવાનું લઈને આવતા તો તેમને ભાવનાબેન બોલવા લાગતા.
ભાવનાબેન કહેતા ‘‘બચ્ચાને બારે લઈ જઇને ખવડાવવાનું અને છોકરાઓને ગલુડિયા તેમના ઘરે લઈ જવાના.’’
પણ છોકરાઓના માં-બાપ બોલતા એટલે તે છાનામાના બચ્ચાને બખોલમાં મુકીને જતા રહેતા. જયારે કુતરી બચ્ચાને લઈને પ્લોટમાં આવી ત્યારે ભાવનાબેન ગુસ્સે થઈને કુતરીને સાવરણી મારી જેથી કુતરી ત્યાંથી ચાલી ગઈ અને રસ્તા પર આવીને ઉભીને ત્યારે રસ્તા પર આવતી ગાડી કુતરી પર ચડી ગઈ. તે રાડા-રાડ કરી ઉઠી. શેરીના હરેશભાઈ તરત બારે આવ્યા. તેમને ગાડીવાળાને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ગાડીવાળો સ્પીડ વધારી ત્યાંથી નીકળી ગયો. કુતરી રાડારાડ કરતી હતી. શેરીના માણસો ભેગા થયા ત્યારે જોયું તો કૂતરીના પાછળના બે પગ ચગદાઈ ગયા હતા, તે ઉભી થઈ સકતી નહોતી. હરેશભાઈ કરસનભાઈના છોકરાને બોલાવી તેને પ્લોટમાં લઈ જવાનું કહ્યું,
ભાવનાબેન કહ્યું ‘‘પ્લોટમાંના લાવો, એના કરતા એને દવાખાને લઈ જાયો.’’
જયારે અશોકભાઈ દુકાનેથી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં આવ્યા. અશોકભાઈએ જોયું કે કુતરી લોઈ-લુહાણ હતી અને તેના શરીરમાંથી લોહી નીકળતું હતું. અશોકભાઈએ તરત પશુ દવાખાનામાં ફોન કર્યો. અર્ધો કલાક પછી ડોક્ટર આવ્યા. કુતરીમાં હજુ પણ જીવ હતો. ડોકટરે તેને બેહોસીનું ઈન્જેકસન આપ્યું. પછી ડોકટરે તેનો ઘા સાફ કરી પગ પર પાટો બાંધ્યો, થોડી દવા આપી.
ડોક્ટર સાહબે કહ્યું ‘‘કુતરીને વધારે પીડા થાય તો ફોન કરજો.’’
અશોકભાઈએ પૂછ્યું ‘‘ કુતરી કેટલા દિવસમાં સાજી થશે.’’
ડોક્ટર કહે ‘‘એનું કોઈ નક્કી ના કહેવાય, પણ જો સારી સંભાળ રાખવામાં આવે તો તે પંદરેક દિવસમાં સાજી થઈ સકે.’’ કરસનભાઈ ડોકટરને મુકવા જાય છે.
અશોકભાઈ તેના માટે કોથળો પાથરે છે અને પછી તેને કોથળા પર સુવાડે છે. કુતરી ચાલી સકતી નથી તેથી તે એક જ જગ્યાએ દપાઈને પડી રહી. બીજા દિવસે કુતરીને સારું ના રહેતા અશોકભાઈએ ડોક્ટરને બોલાવ્યા. ડોકટરે બીજી દવા આપી અને એક પાટો આપ્યો.
ડોકટરે કહ્યું ‘‘આ પાટાને ગરમ કરી કુતરીના પગ પર સવાર-સાંજ સેક આપવો, અને તેના પગ પર ગરમ પાણી રેડવું. જેથી તેના હાડકાને અસર થાય, તે જલ્દી સાજી થઈ જાય.’’
અશોકભાઈ સવાર-સાંજ પ્લોટમાં આવી છોકરાઓ પાસે પાણી ગરમ કરાવી, પગ પર રેડાવતા. પછી ગરમ પાટા પગ પર મુકતા અને ખાવામાં દવા આપતા. ગલુડિયા પણ તેની માની હાલત જોઈ આખો દિવસ રડતા અને કૂતરીની આસપાસ ટળવળયા કરતા. અશોકભાઈ બચ્ચાઓ માટે દૂધ લઈ આવતા. ડોક્ટરને બોલાવી કુતરીનું બે બે દિવસે ચેકઅપ કરાવતા. કુતરી હવે થોડીક સાજી થઈ હતી. કોઈક વખત તે જાતે પણ ઉભી થઈ જતી પછી નીચે પડી જતી તો કોઈકવાર તે થોડીક સુધી ચાલી આવતી.
અશોકભાઈએ ખુશ થઈને કહ્યું ‘‘કુતરી સાજી થઈ ગઈ છે.’’
પણ આ ખુશી જાજી દિવસ ના રહી. અચાનક તેના પગના ઘામાં જીવડા પડી ગયા. કુતરીના બચ્ચા તેની આસપાસ ટળવળયા કરતા હતા. કૂતરીના જીવડા બચ્ચાઓને વળગી જાય તેથી બચ્ચાઓને કુતરીથી અલગ રાખવામાં આવતા અશોકભાઈએ ડોક્ટરને બોલાવ્યા પછી કુતરીનું ચેકઅપ કરાવ્યું.
ડોક્ટર સાહેબે થોડી દવા આપી ‘‘કહ્યું જયારે પગમાં જીવડા સળવળતા હોય ત્યારે ઘા પર આ દવા રેડવી જેથી જીવડા મારી જશે.’’
અશોકભાઈ પણ કેટલીકવાર કૂતરીના ઘા સાફ કરી તેમાં દવા નાખતા. છોકરાઓને રોજ દવા નાખવાનું સૂચવતા. કુતરી હવે થોડી થોડી ચાલી શકે એમ હતી. હજી પણ કૂતરીના પગમાં જીવડા હતા. એક વાર કુતરી બારે ચાલી ગઈ પછી તે પાછી ના આવી એટલે અશોકભાઈ આખા વિસ્તારમાં ગોતવા નીકળ્યા પણ કુતરી ના મળી. પછી અશોકભાઈએ કૂતરીના બચ્ચાને મોટા કર્યા. તે બચ્ચા આજે અશોકભાઈના ઘરની ચોકી રાખે છે.