STORYMIRROR

Vishnu Mali

Inspirational Others

3  

Vishnu Mali

Inspirational Others

ભગત

ભગત

4 mins
14.4K


ભગત એ એમનું ઉપનામ હતું. તેમનું અસલી નામ કોઈ જાણતું ન હતું. પણ બધા દુકાનદારો તેમને ભગત તરીકે ઓળખતા હતા. તે સીધા-સાધા માણસ હતા. તે પોતે વ્યવસાયે છકડાના ડ્રાઈવર હતાં. તેમના છકડામાં રાખેલ માલમાંથી તે કદીયે કોઈ વસ્તુ લેતા નહિ. તેમને તો માલ જ્યાં પહોચાડવાનો હોય ત્યાં પહોચાડવામાં જ મતલબ રાખતા, બીજું કોઈ આડા-અવળું કામ કરતા નહિ.

આમ તો અમારી દુકાનમાં અઠવાડિયાના સાતેય દિવસ ફૂલ ગરાગી રહેતી પણ સોમવાર અને મંગળવારે વધારે ગરાગી રહેતી. અને એમાય આજે સોમવાર હતો. અમે ઓડર્ર તૈયાર કરી રાખ્યો, તેવામાં ભગત છકડો લઈને આવી પહોચ્યો. ભગતને આજે ધાનેરાનો ફેરો હતો એટલે શેઢે અમારી જોડે ધાનેરાનો માલ છકડામાં ભરાવ્યો. ભગત બે મહિના પહેલા જ અમારી દુકાને ફેરો કરવા આવ્યા હતા અને પછી તે રોજ અમારી દુકાને ફેરો કરવા માંડ્યા. તે સમયસર ફેરો કરી દેતા એટલે અમે તેમને જ ફેરો આપતા.

પછી તે ધાનેરાનો ફેરો લઈને ઉપડ્યા. સામેવાળા દુકાનદારો જયારે અમે ઉઘરાણી કરવા જતા ત્યારે રૂપિયા આપતા. પણ આ વખતે તે દુકાનદારે ભગતને વીસ હજાર રૂપિયા આપ્યા કારણ કે ભગત પાછો અમારી દુકાને આવવાનો હતો. તે દુકાનદારે શેઠને ફોન કરીને જણાવી દીધું કે ભગતને વીસ હાજર રૂપિયા આપ્યા છે તે લઈ લેજો. ભગત રોજ એક-બે વાગે ફેરો કરીને પાછો આવી જતો પણ આજે તે પાંચ વાગ્યાં સુધી ન આવ્યો એટલે શેઠને ચિંતા થવા લાગી કે ભગત હજુ સુધી કેમ ન આવ્યો. શેઠે ભગતને ફોન કરવાના ઘણા ટ્રાય કર્યો પણ ભગતને ફોન ન લાગ્યો. તેથી શેઠ ચિંતા કરવા લાગ્યા કે ભગત રૂપિયા લઈને નાસી તો નથી ગયોને. શેઠે ભગતને ઉપરા-ઉપર ફોન કર્યો પણ ભગતને ફોન લાગતો ન હતો પછી શેઠે સામેવાળા દુકાનદારને પણ ફોન કર્યો તે દુકાનદારે જણાવ્યું કે ભગત તો ક્યારનો પેસા લઈને તમારી દુકાન તરફ નીકળી ગયો છે. શેઠ ગભરાઈ ગયા કે ભગત પેસા લઈને નાસી તો નથી ગયોને ?

શેઠ બોલ્યા “બેટો, ક્યાં સુધી પેસા લઈને ફરશે. આજે નહિ તો પછી તો પકડાશે ખરો.”

એમાંને એમાં સાંજના આઠ વાગી ગયા, હજી સુધી ભગતનો કોઈ પતો લાગ્યો ન હતો પછી દુકાન વધાવી ઘરે ગયા. બે દિવસ થઈ ગયા, હજી સુધી ભગત દુકાને પેસા આપવા પાછો નતો આવ્યો એટલે શેઠને લાગ્યું કે રૂપિયા ગયા. ત્રીજા દિવસે જયારે અમે દુકાન ખોલતા હતા ત્યારે ભગત તેનો છકડો લઈને આવ્યો. શેઠન

ે તેના પર ગુસ્સો હતો પણ તે ચુપ રહ્યા.

ભગતે શેઠને કહ્યું “મોડું થયું તે માટે મને માફ કરજો.’’

“ભગત તમે તો કેટલું મોડું કરો છો કે અમારે તમારી બે-બે દિવસ સુધી વાટ જોવી પડે છે, આટલા દિવસ સુધી ક્યાં ખોવાઈ ગયા હતા.’’ કહ્યું શેઠે

ભગતે હસતા-હસતા કહ્યું “ હાલ, તેનું કારણ ન જણાવું તેમા જ મારું ભલું છે.”

શેઠે કહ્યું “અને હા, ફોન કેમ નતા ઉપાડતા, તેનું તો કારણ જણાવો.”

ભગતે કહ્યું “ફોન ન ઉપાડવાનું કારણ છે મોબાઈલમાં ચાર્જીગ પૂરું થઈ ગયું હતું અને મને મોબાઇલ ચાર્જ કરવાનો ટાઇમ ન મળ્યો એટલે મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.”

ભગતે ખીજામાંથી પુરા વીસ હાજર રૂપિયા કાઢી શેઠને આપ્યા. શેઠેને હાશકારો આવ્યો કે પેસા તો આવી ગયા

શેઠે કહ્યું “ભગત હવે તો મોડું થવાનું કારણ જણાવો.’’

ભગત : “અસલમાં એવું હતું કે હું તમારા પેસા લઈ ધાનેરાથી નીકળ્યો પણ રસ્તામાં મને કોઈનો ફોન આવ્યો.” મેં ફોન ઉપાડીને કહ્યું “ હલો, કોણ બોલો છો.

કોઈક માણસે કહ્યું “ હલો, તમે રામજીભાઈ બોલો છો ?

મેં કહ્યું : “હા, હું રામજીભાઈ બોલું છું. બોલો શું કામ હતું ?”

ફોન કરનાર બોલ્યો કે “તમારી પત્નીનો એક્સિડન્ટ થયો છે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમે જલ્દી દવાખાને આવી જાયો.”

ભગત: “પછી હું રસ્તામાં સબંધીની દુકાન આવતી હતી ત્યાં છકડો મૂકી. હું સીધો દવાખાને રવાના થયો. ત્યા મને ખબર પડી કે મારી પત્નીને વધારે તો નથી લાગ્યું પણ બે દિવસ દવાખાનામાં રાખવી પડશે. એટલે હું બે દિવસ દવાખાનામાં રહ્યો અને આ બધી ગડ-થલમાં હું મોબાઇલ ચાર્જ કરવાનું ભૂલી ગયો. પછી મારા સબંધીએ તેમનો ફોન મને ફોન કરવા આપ્યો એટલે પછી મેં મોબાઈલ ચાર્જ ના કર્યો.”

શેઠ “ ઘણું તો નથી લાગ્યુંને. હવે સારું છેને !”

ભગત : “ ઘણું તો નથી લાગ્યું પણ પગે વધારે છોલાઈ ગયું છે બીજું બધું સારું છે. ડોકટરે રજા આપી એટલે આજે સવારે ઘરે લાવ્યા છે. ઘરે આવ્યા પછી મને યાદ આવ્યું કે તમારા પેસા આપવાના બાકી છે એટલે ફટાફટ તમારા પૈસા આપવા આવ્યો છું. બસ હવે હું રજા લવ છું.”

શેઠે “ પેસાની કે બીજી કોઈ જરૂર હોય તો ફોન કરજે અને બીજી કોઈ ચિંતા ન કરતો બધું સારું થઈ જશે” પછી ભગત દુકાનેથી નીકળ્યા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational