STORYMIRROR

Vishnu Mali

Comedy Others

3  

Vishnu Mali

Comedy Others

જમણવાર

જમણવાર

3 mins
15.1K


થોડાક દિવસો પહેલાજ અમારા ઘરે સોસાયટીમાં રહેતા પરેશભાઈ પટેલની છોકરીના લગ્નની કંકોત્રી આવી હતી અને જે છોકરીના લગ્ન થઈ રહ્યા હતા તે છોકરી મારી બેનની બેનપણી હતી એટલે તેમને લગ્નમાં ખાસ આવવાનું કહ્યું હતું. આમતો અમે પેસાવાળા ન હતા પણ તે સોસાયટીમાં ચોકી કરતા હતા. પણ લગ્નનો બધો પ્રોગ્રામ પાર્ટી પ્લોટમાં હતો એટલે અમારે પાર્ટી પ્લોટમાં સાંજે જમવા જવાનું હતું. હું, મારી બહેન અને એક દોસ્તાર જમવા પાર્ટી પ્લોટમાં ગયા. હું પાર્ટી પ્લોટના લગ્નમાં પહેલીવાર ગયો હતો એટલે રંગીન લાઈટો, ડિસ્કો ડાન્સ, જમવાની અવ-નવી વાનગીયો જોતા મને આ બધું નવાઈનું લાગ્યું. મને અને મારા મિત્રને તો મજા પડી ગઈ.

અમે પહેલા તો પાણી પૂરી ખાધી પછી બીજી વાનગીઓ પર તૂટી પડ્યા. પેટભરી પછી અમે પાર્ટી પ્લોટમાં ફર્યા કર્યા. પછી મને પેશાબ લાગ્યો પણ મને એ ખબર ન હતી કે મુતરડી ક્યાં છે. હું અને મારા મિત્ર મુતરડી ગોતવા ગયા પણ મુતરડી ન મળી એટલે હું પાર્ટી પ્લોટની બારે મુતરવા ગયો. હું પાર્ટી પ્લોટમાં પાછો જતો હતો ત્યારે મેઈન ગેટ પર જાન આવી હતી એટલે ત્યાં ઘણી ભીડ હતી એટલે હું બીજા નાના ગેટથી જતો હતો. જેવો હું ગેટમાં જવા ગયો કે મને બે-ત્રણ છોકરાઓ પકડી લીધો.

તેમને વોચમેનને બોલાવીને કહ્યું કે "આ છોકરો અંદર ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો અને અમે પકડી પાડ્યો.’’

વોચમેન મને પૂછવા લાગ્યા કે “ક્યાંથી આવે છે.”

મેં કહ્યું “પાર્થ સોસાયટીમાંથી આવું છું. જે છોકરીના લગ્ન થાય તેમની બાજુમાં જ રહીએ છીએ.”

વોચમેન “ સાલા, જુઠું બોલે છે, મફતમાં ખાવું છે. સાચું બોલા ક્યાંથી આવે છે.”

મેં કહ્યુ “હું સાચું કહ્યું છું હું છોકરીના લગ્નમાં મારી બેન સાથે આવ્યો છું. તમને ના મનાતું હોય તો અંદર મારી બેન બેઠી છે તેને પૂછી લો.”

પણ વોચમેને મારી કોઈ વાત સાંભળ્યા વગર મને એક ખેચીને લાફો માર્યો.

વોચમેન “સાનો-માનો અહિયાથી નીકળી જા નહીતર વધારે મારીશ.”

મેં કહ્યું “મારી બેન અંદર છે મને અંદર જવા દો.”

પણ વોચમેને મને અંદર ન જવા દેધો. પછી મને સમજાયું કે મેં નવા કપડા નતા પહેર્યા એટલે વોચમેને મને અંદર જવા ન દીધો. હું ગેટની બારે વીસ મિનીટ ઉભો રહ્યો. પછી જયારે વોચમેન પાર્ટી પ્લોટની અદર ગયો ત્યારે હું પણ તેની પાછળ સંતાતો-સંતાતો અંદર ઘુસી ગયો. પછી જ્યાં રંગબેરંગી લાઈટમાં ડાન્સ થતો ત્યાં હું મારા મિત્ર સાથે ડાન્સ જોવા જતો રહ્યો. ત્યાં ડીજે પર મસ્ત મસ્ત ગીતો વાગતા હતા. ત્યાં વળી પાછો વોચમેન આવ્યો.

મને કહેવા લાગ્યો કે “પાછો અંદર આવી ગયો તને કેટલીવાર કહેવાનું હે.”

મેં કહ્યું “ હું મારી બેન સાથે લગ્નમાં આવ્યો છું, ના મનાતું હોય તો ચાલો મારી સાથે મારી બેનને પૂછવા.”

વોચમેન “ જા, હેડ હવે.”

પછી વોચમેન મારી સાથે ના આવ્યો અને ત્યાંથી જતા રહ્યો. વોચમેનના ગયા પછી પેલા છોકરા મારી પાસે પાછા આવ્યા. મને કહેવા લાગ્યા કે “તું અંદર કેવી રીતે આવ્યો હમણા જ વોચમેનને બોલવું.”

મેં કહ્યું “જાઓ બોલાવી લાવો તમારા વોચમેનને તેમનાથી ડરતો નથી.’’

એક છોકરો મારી સાથે ઉભો રહ્યો અને બીજા છોકરા વોચમેનને બોલવા ગયા. પણ તે છોકરા પાછા ન આવતા જે છોકરો મારી સાથે ઉભો હતો તે પણ જતો રહ્યો. પછી ડાન્સ જોતા જોતા અગ્યાર વાગી ગયા હતા એટલે અમે હાથગેણું લખાવીને ઘરે આવતા રહ્યા. પાર્ટી પ્લોટમાં લગ્ન થતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy