ચાંદો નથી પકડવો
ચાંદો નથી પકડવો


બાલમિત્રો, તમે તમારા શિક્ષક કે દાદા-દાદી પાસેથી ચાંદો પકડ્યો વાર્તા સાંભળી હશે. બોલો સાંભળી છે ને, એ વાર્તામાં કેવા વાંદરાઓ પાણીમાં પડેલા..અને ઠંડીમાં ઠુઠવાઇ ગયેલા...હવે એ વાર્તામાં આગળ શું થયેલું તે હું કહું છું.. વાર્તા સાંભળવી છે ને? તો સાંભળો..
પુનમની રાત આવે ત્યારે વાંદરાના નાના બચ્ચાઓ, ચાંદો પકડવાની જીદ કરતા, એટલે વળી પાછા વાંદરાઓ એક બીજાની પુછડી પકડી લટકતા. અને પાછા હંમેશની જેમ પાણીમાં ધબાક કરતા પડતા, કેટલાક બાચ્ચાને વાગતું પણ ખરૂ. પંરતુ વળી પાછી પૂનમની રાત આવે તો, એજ ઘટના વારંવાર બનતી, એક ઘરડો વાંદરો આ બધુ રોજ જોતો હતો. તે જાણતો હતો કે તળાવમાં કોઇ ફળ નથી. પણ ચાંદાનો પડછાયો છે.. પંરતુ નાના બાળક હોય કે વાંદરાઓના બચ્ચા તેમને સમજાવા લોઢાના ચણા ચાવવા બારબાર હોય છે.
એક દિવસ તે ઘરડો વાદરાને વિચાર આવ્યો. મારે હવે આ વાંદરાઓ માટે કઇ કરવું પડશે. નહિતર રોજ રોજ પાણીમાં પડશે તો બિમાર થશે કે હાથ-પગ ભાંગશે.
આમ વિચાર કરતો હતો, ત્યાં એની નજર ચાંદા જેવા આકાર ઉપર પડી. તે બરાબર ચાંદા જેવું જ લાગતુ હતું. તે સફેદ કોળું હતું. તે ત્યાથી તોડી લાવ્યો. અને જ્યારે બધા જ વાંદરાઓ તળાવ છોડી કયાંક ફરવા ગયા હતા, ત્યારે તે ઘરડા વાંદરા એ રોજ પૂનમ દિવસે જયા ચાંદાનું પ્રતિબિંબ પડતું હતું, ત્યાં બરાબર તે પેલા કોળાના ફળને પાણીમાં નાખી દીધું.
બીજા દિવસે પૂનમની રાત હતી, બધા વાંદરાના બચ્ચા તળાવનું ફ્ળ ખાવા તૈયારી કરતા હતાં ત્યાં વચ્ચે ઘરડો વાંદરો બોલ્યો. “રોજ તમે તે ફળ પકડવા પ્રયત્ન કરો છો, તો આજે મારો વારો”...
બધા જ બચ્ચા ખુશ થઈ ગયા...બધા તાળી પાડવા લાગ્યા. ત્યારબાદ તે વાંદરાએ મોટી છલાંગ લગાવી. પાણીમાં ડુબકી મારી ને તે પેલું ફળ બહાર લઇ આવ્યો. વાંદરાનાં કુદવા ના કારણે પાણીમાં હવે ચાંદાનો પ્રતિબિંબ દેખાતું ન હતું, બધા બચ્ચાઓનો ખુશીનો પાર ન રહ્યો. બચ્ચાઓ ફળ ખાવા આતુર હતા, પછી તે ઘરડા વાંદરા એ કોળાનો થોડો-થોડો ભાગ ચાખવા બચ્ચાઓને આપ્યો, બચ્ચાઓ ખાતાની સાથે જ થું-થું કરવા લાગ્યા. થું-થું આવું ફળ કોણ ખાય? ત્યારબાદ વધેલું કોળું પાણીમાં નાખી દીધું. થોડીવાર પછી પાણી સ્થીર થતા ફરી તળાવમાં ચાંદામામા નું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. વાંદરાઓ ફરી તે ફળને ધ્યાનથી જોવા લાગ્યાં. ઘરડો વાંદરો કહે ફરી ચાંદો પકડવો છે? વાંદરાના બચ્ચા કહે “થું-થું, ના ના હવે ચાંદો નથી પકડવો..
બોધ : બાળકોને સાચી સલાહની સાથે તે સલાહ આપવાની રીત પણ સાચી હોય તો.બાળકો તેને ચોક્ક્સ ગ્રહણ કરતા થશે.....