Aswin Patanvadiya

Inspirational Thriller

5.0  

Aswin Patanvadiya

Inspirational Thriller

ડૉરબેલ

ડૉરબેલ

4 mins
14.9K


ટીંગ...ટોંગ, ટીંગ...ટોંગ.. ડૉરબેલ રણક્યો, ત્યા હું બબડ્યો.” મારે આ ડૉરબેલ કે પછી આ ડૉર ને જ ઉખાડી નાખવો પડશે...આખા ગામના બધા મહેમાનોને મારૂ જ ઘર દેખાય છે?

ત્યાં પપ્પા બોલ્યા “બેટા અનિલ, જો આપણો સ્વભાવ સારો હોય તો, મહેમાન તો આવવાનાં જ..

"હા પપ્પા, એટલે તો શંભુના ત્યા દરવાજા નથી હોતા ને!"

"અલ્યા અનુ, તું કયા શંભુની વાત કરે છે? આ તારો નવો મિત્ર છે કે શું?"

"ના પપ્પા એ મારો જ નહિ, આખા જગતનો મિત્ર છે. ભગવાન ભોલે નાથ.. મારી આ વાત સાંભળી બધા હસી પડયા, હસતા હસતા મમ્મી બોલી “અરે! આ અનિલ પણ ખરો છે, મઝાક કરવામાં ભગવાનને પણ નથી છોડતો.”

ત્યા વળી પાછો ડૉરબેલ રણકયો.. ટીંગ...ટોંગ, ટીંગ...ટોંગ.. રેલગાડી જેવા લાંબા ઘરમાં, મેં દોટ મુકીને દરવજો ખોલ્યો...

સામે પોસ્ટમાસ્તર હતા, તે બોલ્યા “શું અનુભાઇ દરવાજો ખોલવામાં આટલી બધી વાર? આટલી વારમાં હું આખા ગામની ટપાલ આપીને આવી જાઉ.."

મેં કહ્યું “લાવો બધી ટપાલ. મારી વાત સાંભળી પોસ્ટમાસ્તર ચમક્યા!. શું મારી ટપાલ તમે આપવા જશો?

"ના અંકલ, વાત એમ છે કે, આખા ગામના મહેમાન પહેલા મારા જ ઘરે આવીને જાય છે. એટલે."

"એવું કેમ અનુભાઇ?"

મે કહ્યું “કારણ કે મારુ ઘર, ગામમાં પ્રવેશતા પહેલું જ આવે છે.”

"તો સારૂ ને અનુભાઇ...તમારુ ઘર ગામમાં મોખા ઉપરનું ઘર છે..આવું ઘર ક્યા મળે?"

"હા અંકલ એતો છે જ, સાથે મહેમાન ફ્રી…. બોલો તમારે જોઇએ છે?"

તે હી...હી.. કરી હસ્યા, પછી કંઇ પણ બોલ્યા વગર ચાલતા જ થયા....હું હવે દરવાજો બંધ કરી અંદર જતો હતો, ત્યા ડૉરબેલ ફરીથી રણક્યો...ને .. હું ભડક્યોં!

"અલા બાપુ" કહી મેં ડૉરબેલ તરફ ગુસ્સાભરી નજર નાખી, મનમાં બબડીયો.. “આ ડૉરબેલને બદલે, મારે હવે શંભુનો ઘંટ જ ઉચકી લાવવો પડશે. કાં તો મારે પોઠીયો બની દરવાજા સામે જ બેસી રહેવું પડશે.....આમેય એ મંદિરનાં શંભુ અને મારા ઘરનાં શંભુમાં કંઈ ફરક નથી.."

મેં દરવાજો ખોલ્યો કે, સામે છીતાકાકા હતા. મેં કહ્યું “મારા પપ્પા તમને જ યાદ કરતા હતા.” મે સહજ કટાક્ષમાં કહ્યું, "તમે સીધા વાડામાં જાઓ, તેઓ બાલુકાકા-ભીખાકાકા, અને મનુકાકા સાથે બેઠા છે. અને હવે તમે ચોથે ચોખઠું પુરાવો.."તેઓ મારી વાતનું ખોટુ લગાવ્યા વગર તે સિધા જ વાડામાં જતા રહ્યાં.

હવે મેં દરવાજો બંધ કરતા પહેલાં વિચાર કર્યો કે દરવાજો બંધ કરુ કે નહિ? ..મેં ઘરની બહાર નીકળી - ચારે દિશાઓમાં; આંખની કીકી નાની મોટી કરી, બારીકાયથી નજર મારીને જોયુને.આનંદભેર બોલ્યો: "ચાલ અનિલ, હવે કોઇ નહિ આવે."...હું દરવાજો બંધ કરી સીધો પપ્પા પાસે ગયો.

"અરે અનિલ કોનો કાગળ છે? "

મેં કહ્યું “પપ્પા કાગળ તો મારા મોટા ભાઇનો લાગે છે.”

"વાંચતો, શું લખે છે, તારો ભાઇ"

"પપ્પા મોટાભાઇએ તમને અમદાવાદ તેડાવ્યાં છે..". આખા કાગળનો મુખ્ય સારાંશ કહીને, હું મનમાં હરખાયો....

આજે પિતાજીને અમદાવાદ ગયાને પુરા બે મહિના થવા આવ્યા હતા...શરૂઆતમાં મને ઘરનું શાંત વાતવરણ મને ખુબ જ ગમ્યું....આજે આ ઘરના શાંત વાતાવરણમાં મારી નજર પેલા ડૉરબેલ ઉપર ગઇ..." મને છેલ્લા કેટલાય દિવસથી આ ડૉરબેલનો અવાજ નથી સંભળાયો." હું ડૉરબેલની સ્વીચ દબાવવા ઘરની બહાર ગયો. હું સ્વીચ દબાવું તે પહેલા તો પોસ્ટમાસ્તર આવ્યાં,

તે મારી નજીક આવીને બોલ્યા: “કેમ અનિલભાઇ આજે જાતે જ મહેમાન કેમ બનો છો? હવે તમારા ઘરે કોઇ મહેમાન નથી આવતુ કે શું? પોસ્ટમાસ્તરના આ સવાલે મારી આંખમાં પાણી લાવી દીધું..હું તરત જ ફોન કરવા પી.સી.ઓ સેન્ટર પોહોંચ્યો.

મેં તરત જ ફોન હાથમા લઈ મોટાભાઇને ફોન લગાવ્યો,,

" હેલો.."

" હેલો..મોટાભાઇ "

" હેલો કોણ અનિલ "

" હા મોટાભાઈ "

" બોલ અનિલ કેમ મઝામાને? "

મે કહ્યું ‘ હા મોટાભાઇ મઝામાં, મોટાભાઈ જરા પપ્પાને ફોન આપોને..?

" ઓકે અનુ, લે પપ્પા સાથે વાત કર..."

" હા બોલ બેટા "

" પપ્પા .... પપ્પા ...."

" બોલ અનુ તબિયતતો સારી છેને ? "

" હા પપ્પા, તબિયત તો સારી છે. પણ.....

" પણ શું , કેમ અનુ શું થયું લ્યાં?

" પપ્પા ઘરનો ડૉરબેલ નથી વાગતો....."

" અરે એમા શું બેટા, કોઇ સારા ઇલેકટ્રીશનને બતાવ તે ચાલુ કરી આપશે..."

મેં કહ્યું : " ના પપ્પા એ ઇલેકટ્રીશનથી ચાલુ નહિ થાય?"

" કેમ નહિ થાય બેટા? "

" કારણ કે, આ ડૉરબેલના ઇલેકટ્રીશન તમે જ છો પપ્પા..........!!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational