Aswin Patanvadiya

Children Stories Inspirational

5.0  

Aswin Patanvadiya

Children Stories Inspirational

રજાનો સદ્ઉપયોગ

રજાનો સદ્ઉપયોગ

6 mins
240


મારો પુત્ર રોજ કરતા આજે કઇક વહેલો જાગી ગયો. વહેલો તૈયાર થઇ હોમવર્ક પણ ફટાફટ પુરુ કરવા લાગી ગયો. હું તે મારી ફાટી આંખે, જોતો જ રહી ગયો! મનમાં શંકા થઇ, કે આજે સૂરજ આથમણો તો નથી ઉગ્યો ને! મેં જરા સભાન થઇ પુત્રની પાસે જઇ પુછ્યું : ઓમ બેટા, કેમ આજે વહેલો જાગી ગયો? આજે એવું તો શું છે, કે તું કશું પણ કહ્યા વગર હોમવર્ક કરવા બેસી ગયો.? 

જેમ ફુલ સ્પીડથી ચાલતી કાર, અચાનાક સ્પીડ બ્રેકર આવતા બ્રેક વાગે તેમ ઑમુ એ તેની બોલપેન લખતા-લખતા અટકાવી.

પપ્પા એક વાત કહું ? હું આજે સ્કુલે નહિ જાવ ! .....

મારા હ્યદય જરૂર કરતા વધારે જ ધડકી ઉઠ્યું, મેં કહ્યું કેમ, આજે તો કોઇ તહેવાર નથી, પ્રસંગ નથી અને તારી તબીયત પણ ઠીક જણાય છે. તો શું કામ તારે ઘરે રહેવું છે? 

પ્લીઝ પપ્પા! , મને ઘરે રહેવા દોને!....

મે કહ્યું: “પહેલા કારણ જણાવ.” 

"પપ્પા, આજે દાદા આવવાને છે.”  

" અલ્યાં તને કોણે કહ્યું ? "

"પપ્પા ફોન પર દાદાએ તો તમને કહ્યું હતું, કે તેઓ સત્તર તારીખે આવશે. ત્યારે એ મેં સાંભળ્યું હતુંં. "

“ પણ આજે ક્યાં સત્તર તારીખ છે? ” 

"અરે ! પપ્પા જૂઓ તો ખરા ! આજે સત્તર તારીખ જ થઇ છે."

મેં ચશ્મા ચઢાવી કેલેંડરમાં ધ્યાનથી જોયું તો આજે સત્તર જ તારીખ થઇ હતી.

ઑમ જોર જોરથી હસવા લાગ્યો, 

એટલે મેં ગુસ્સાથી કહ્યું," બસ હવે બવ થયું, દાદા આવે તેમા તારે શું કામ ઘરે રહેવાનું...જો મારે અને તારી મમ્મીને ઑફિસ જવાનું લેટ થાય છે. ઘરની ચાવી બાજુંમાં આપીને જઇશું, દાદા આવશે એટલે તે દાદાને ઘર ખોલી આપશે..દાદા એસીવાળા રૂમમાં ટીવી જોતા જોતા આરામ કરશે, ત્યાં સુધી અમે ઑફિસેથી આવી જશું."

મારા આવા વેણ સાંભળી, ઑમુ રોવા જેવો થઇ ગયો ! તે કહે, “ પપ્પા દાદાને જેટલી ખુશી મને જોઇને થશે, તેટલી ખુશી ટીવી કે એસીવાળા રૂમમાં નહી મળે…! શું તમે નાના હતા ત્યારે તમારા દાદા આવવાના હોય તો તમે ઘરે ન’તા રહેતા?"!!

‘ મારા પુત્રના આવા સવાલે મને ચાર વર્ષનો બનાવી દીધો, ’  

જેમ રાત્રે આકાશમાં તારાઓ ગોઠવાઇ તેમ, ગોળ કુંડાળામાં લખોટીઓ ગોઠવાઇ હતી. સૌં મિત્રો પહેલો દાવ લેવા આતુર હતા. ત્યા નિરંજને બધા પાસેથી માચુક(મન પસંદ લખોટી) લીધા, અને મોટેથી કહેતો. “બધા પોત-પોતના માચુક જોઇ લો, જો પછી એક માચુકના બે માલીક થયા તો, બન્ને રમતમાંથી બહાર સમજજો. ” તેથી બધા ફરીથી પોતાના માચુકની અલગ અલગ ઓળખ રાખીને, નિરંજનના હાથમાં મુકતા. નિરંજન જાદુગરનો ખેલ બતાવતો હોય તેમ તે, બે હાથમાં બધી લખોટીઓ હલાવતો,આ લખોટીઓનો અવાજ છેક મારા ઘરના ઓટલા સુધી આવતો. નિરંજને લખોટી હલાવીને ઉચે ઉલાળી, જેમ એક ઝાડ પર બેઠેલા પક્ષીઓ અવાજ થતા આકાશમાં ફેલાય તેમ, નિરંજનના ખોબાની લખોટીઓ જમીન પર છુટી ફેલાય ગઇ. બધા પોતાનો નંબર જોતા બોલતા હું પહેલો, હું બીજો અને હું ચોથો જેવો મને અવાજ સંભળાતો. 

પહેલા નંબર આવેલ કમલો પોતાના દાવ લેવા તૈયારી કર્તો, જેમ શ્રેષ્ઠ તીરંદાજ હાથમાં ધનુષ પર બાણ ચડાવી, ઘુટને બેશી, ડાબી આંખ બંધ કરી નીશાન તાકે તેમ, કમલો ગુટણે બેસતો. ધનુષના બદલે પહેલી આંગળી, તીરના બદલે લખોટી પકડી. કુંડાળાની લખોટીઓ તરફ નિશાન લગાવતો ત્યારે મને તે મહાભારતના કર્ણ જેવો જ દેખાતો.. 

તે પોતાની આંગળીથી લખોટી છોડે તે પહેલા બુમ પડી, એ નાહજો, મુછાળો આવે છે, બીજો કહે પોલીસ હશે,તીજો કહે નાના આપની સ્કૂલના ગુરૂજી હસે, ત્યાં ચોથો ડાહ્યો બોલ્યો. અલા જે હોય તે પણ આપની લખોટી જશે, અને માર પડશે તે અલગ. એ નાહજો જ. કરતા બધા ભાગી ગયા, 

હું હજી મારા ઘરના ઓટલે જ બેઠો- બેઠો ગોળ કુંડાળામાં જોતો હતો, ત્યા મારા ખભે હાથ મુકાયો, હું ધ્રુજી ઉઠ્યો! મેં ભાગતા પહેલા તે મુછોવાળા સામે જોયું.. હું ધ્રુજતા ધ્રુજતા હસવા લાગ્યો, ને દાદા,દાદ,દાદા કહી કુદવા લાગ્યો,

દાદાએ મને ઉંચકી લીધો. દાદા અમારા ગામડેથી પહેલી વાર અમને મલવા આવ્યા હતા. તેથી આ શહેરમાં અજાણ્યા હતા. તેથી તેનને અમે જે ભાડાનાં ઘરે રહેતા હતા તે જોયુ નહતુંં. 

દાદા કહે “ ચાલ ઘરે જઇએ બેટા” હું નાનો હતો અને મારી સમજ પણ. મને થયું દાદા મને ઘરે લઇ જવા આવ્યા છે. તેથી હું તેમને બસ સ્ટેશને લઇ ગયો. હું અને દાદા બાકડા પર બેઠા,

દાદા કહે “પણ બેટા, અહિ તારું ઘર ક્યા છે ?

મેં કહ્યું. “દાદા હમણા બસ આવશે, દાદા બસમાં બેસવાની મજા પડશે! ” 

દાદા વિચારતા હશે. હું બસમાં પાંચ પાંચ કલાક બેશીને તો આવીયો છું, આ મારા બેટાને હજી મને બસમાં બેસડવો છે, 

દાદા બીચારા થાકી ગયા હતા,

થોડી વાર થઇ એટલે દાદા એ ફરી, પુછ્યુ. “ બેટા તારુ ઘર ક્યા?” 

મેં કહ્યું:”હમણા બસ આવશે, બસમાં બેસવાની મઝા પડશે...દાદાને હવે મારી પાસે આશા ન રહતા, તેઓ જરા મુજાયા…ને મારી નજર સામે બરફની લારી પર મંડાય, 

દાદા, બરફ-બરફ....ખાવો.

દાદા કહે “ બરફ ખાવો લ્યા. તારે?

મેં કહ્યું ‘ હા દાદા લાલ કલર વાળો,દાદાને એમ કે હું તેમને બરફ ખાયને ઘર બતાવીશ. હું બરફ ખાવામાં વ્યસ્ત હતો,ત્યા દાદા બે-ત્રણ દુકાણે મારા ઘર નુ સરનામુ પુછી આવ્યાં.પણ તેમનો એ પ્રયત્ન વ્યર્થ રહ્યો, વળી પાછા મારી પાસે આવ્યા.ને ફરી પાછા બોલ્યા “બેટા તારું ઘર ક્યાં છે, બતાવને બેટા? "આમ દાદા ગુસ્સો અને પ્રેમ મીક્સ કરીને બોલ્યા.

મારો તો, તેજ તટસ્થ જવાબ, “દાદા બસ આવશે, બસમાં બેસવાની મઝા પડશે! " 

દાદા મનમાં બબડ્યા મારો બેટો, દારૂડીયાની માફક એક ને એક જ જવાબ આપે છે..દાદાએ હતાશ થઇ આકાશ તરફ જોયું ને ફરી બોલ્યાં “મારા બેટાએ ધોળા દિવસે તારા બતાવી દિધા” દાદાને ખુબ ગુસ્સો આવતો હતો.પણ તે કરે શું ?   

હું નાના હતો, અને મારી સમજ પણ....

અતિસય થાકના કારણે હંમેશા ઉચી રહેતી તેમની મુછ પણ નીચી થઇ ગઇ હતી. દાદાની ટેવ હતી કે મુછોને વાતે-વાતે ને ખુશ થાય ત્યારે મુછ મરડી ઉચી કરતા.પણ આજે તો તે મુછો મરોડવાનું કે ઉચી કરવાનું ભુલી જ ગયા, કે પછી તેમને આજે મુછ ઉચી કરવાનું યોગ્ય નહિ લાગ્યું હોય......


આખરે દાદાએ પુછ્યું બેટા તારા પપ્પા- મમ્મી ક્યા છે? 

મે કહ્યું “પપ્પા તો ઑફિસ ગયા છે અને મમ્મી શબ્દ બોલતા જ હું ઉભો થઇ ગયો, મમ્મી તો નદીએ કપડા ધોવા ગઇ છે. હવે ઘરે પણ આવી હશે. હું ફટાફટ ચાલવા લાગ્યો, ને મારી પાછળ દાદા પણ...

હું જ્યા બેઠો હતો ત્યા જ ઓટલો ચઢી ઘરમાં ગયો,  

ઘરમાં જતાની સાથે મને મમ્મીએ મને ધમકાવી નાખ્યો, “તને ના પાડી હતી ને ઘરનો ઓટલો છોડી ક્યાય જતો નહી. બોલ ક્યા ગયો હતો? 

મે કહ્યું, મમ્મી હું તો ઓટલે જ બેઠો હતો, પણ દાદા આવ્યાં એટલે હું......... 

ત્યા દાદા બોલ્યા. “ હા વવ બેટા, એ ઓટલે જ બેઠો હતો”.....પછી બબડ્યા એતો મારી મતી મારી હતી કે. ઘરના ઓટલે બેઠેલા ટીનીયા પુછ્યુ: બેટા તારુ ઘર ક્યાં....હું પણ કેવો ગાંડો........

આવો આવો મોટા, અંદર આવો.. 

દાદાએ ઘરમાં પ્રવેશતા નિરાતે શ્વાસ લીધો. દાદાએ ખાટલે બેસવાને બદલે વિષ્ણુ ભગવાનની મુદ્રામાં પગ લાબા કરીને માથે બે ગોદળી વાળી ટેકો લીધો. ત્યા મમ્મી પાણી લઇને આવી. દાદા લોટા અને ગ્લાસનુ પાણી પી ગયા. 

ખાલી લોટોને ગ્લાસ લેતા મમ્મી બોલી,“મોટા અહિનું પાણી જ એવુ છે. કોપરા જેવું, પાણી પીવાનુ જ મન થાય,” મમ્મી ચા બનવવામા વ્યસ્ત થઇ, ત્યા પપ્પા પણ ઑફિસેથી આવ્યાં, પપ્પા દાદાને જોઇ ખુબ જ ખુશ થયા, 

" મોટા બો(બા) શુ કરે છે, બોની તબીયત કેવી છે? " 

દાદા કહે “ બો ની તબીયત સારી છે, તમને ખુબજ યાદ કરે છે. તેને પણ આવવુ હતુંં, પણ પાછો ભેંસનો હંતાપને, તારી બો વિના દૂધ કોણ કાઢે? એકેય સીધી ઊંભી રે તેવી નથીને તેથી તેને આવવાનું માંડી વાળ્યું." 

પપ્પા કહે, “ અહિયા કેટલા વાગ્યે આવ્યા?”

દાદાએ કહ્યું; આ શહેરમાં બે વાગે અને તારા ઘરમં પાંચ વાગે” આમ બોલી તે હસી પડ્યા.....  

સાથે મારાથી પણ હસતા, હસતા આંખમાંથી આંસુ આવી ગયા..અને હું મારા બાળ શૈશવમાં ડૂબકી લગાવી બહાર આવ્યો.

મારી આંખમાં આંસુ જોઇ મારો પુત્ર ઓમુ બોલ્યો “પપ્પા મારુ ઘરે રહેવું તમને ન ગમતું હોય તો, હું સ્કૂલે જઇશ.

વળી પાછો તે બોલ્યો." દાદાને ઘર નય મળે તો? " 

 ત્યા ઑમીની મમ્મી બોલી ચાલોને કેટલીવાર, ઑફિસ જવાનું લેટ થવાય છે.  

 મેં કહ્યું:”આજે ઓફિસ નથી જવું......" 

" હવે તમારે પણ!, બાપ બેટા બન્ને સરખા જ છો. ઑમી તો ઘરે રહે છે. અવે તમે શું કામ રજા બગાડો છો? " 

" અરે! ઑમીના દાદા એ મારા પપ્પા પણ છે, તેથી હું રજાનો બગાડ નહી પણ આજે રજાનો સદઉપયોગ કરીશ...." 

" બોલ તું કરીશ ? ? ?"


Rate this content
Log in