Aswin Patanvadiya

Children Stories Inspirational

5.0  

Aswin Patanvadiya

Children Stories Inspirational

પિંકી

પિંકી

3 mins
450


સ્કૂલમાં હું વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય તપાસતો હતો. ત્યા અંજુની નોટબુક મારા હાથમાં આવી, તેના અક્ષર જોયા, જાણે કે મોતીનાં દાણાજ જોઇ લો. દરેક અક્ષરને વજનથી માપો કે તેના કદથી, બન્ને રીતે એક સરખા જ. મેં ભૂલ શોધવા આંખે ચશ્મા ચઢાવી, સુક્ષ્મદર્શક યંત્રથી જેમ ડુંગળીના કોષ જોતો હોય તેમ, હું તેના અક્ષરને બારીકાઇથી જોવા લાગ્યો. મને ક્યાય ભૂલ જોવા ન મળી.

ત્યા અંજુ બોલી, 'સર કેમ કાય ભૂલ છે ? કે અક્ષર સારા નથી ?'

હું કઇ બોલ્યો નહી, મે એની સામે જોઇ મેં વ્હાલભર્યુ સ્મિત કર્યુ.અને કહ્યું "અતિ સુંદર, આપણી શાળા"

'સર, આ મારા સારા અક્ષર એ, તમારા અનુલેખન કાર્ય સોપવાનાં અને તમારા સલાહ સૂચનના કારણે છે સાહેબ.'

મેં કહ્યું, 'સલાહ સૂચન તો આ જગતમાં બધાજ આપતા હોય છે, અંજુ પણ એ સલાહ ગાંઠ બાંધવા વાળી તું પહેલીજ છે. ગુડ અંજુ, મને તારી આ સલાહની ગાઠ બાંધવાની ટેવ ગમી.'

'એક વાત પુછુ સર ?'

મેં કહ્યું બોલ, 'તારે શી વાત પુછવી છે ?'

'સર તમે કોની સલાહની ગાઠ બાંધી હતી ?'

મારા અને અંજુના વાર્તાલાપ વચ્ચે જ પીરીયડ પૂરો થતા, બેલ સંભળાયો એટલે હું વાતને અધુરી રાખી ક્લાસ છોડીને સ્ટાફરૂમમાં જઇ બેઠો. આ અંજુ પણ ખરી છે, અંજુનો આ સવાલ મને ભૂતકાળના સોળ વર્ષ પહેલા મૂકી આવ્યો. ત્યારે હું નવમાં ધોરણમાં ભણતો. હું ભણવામાં હોશિયારતો ખરો પણ આળસુનો પીર વધારે. અને રમતીયો પણ એટલોજ, હું મારુ રોજનુ લેશન બંદુકની ગોળીએજ પતાવતો. તેથી કેટલીક વાર મારા પિતાજી પણ કહેતા: "અલ્યા તારી નીચે આગ લાગી છે કે શું ? શાંતીથી લખને, રમવાનુ તારુ નાસી નથી જવાનુ ?" પછી તે મારી નોટબુક જોવા માંગતા, એટલે ડરના માર્યા, મને તો એવું થઇ આવતું કે જાણે મારા ગાલનુ લોહીજ જામ ન થઇ ગયું હોય. તેથી એક હાથ ગાલે રાખીને પપ્પા પાસે જતો.

જતાની સાથે પપ્પાની બે લપડાક ખાતો, ને ગાલની ઉપરની લોહીની બધી નસોમાં ફરીથી લોહી દોડતું થઇ જતું. પછી પપ્પા ગુસ્સા સાથે કહેતા:" આ મુરખાને ને જેમ મારીએ તેમ વધારે ડોબોજ થતો જાય છે. ક્યારે આ ગધેડાને લખવા વાંચવાનું સુજશે ? " ઘરેથી સ્કૂલ જતો એટલે ત્યાં સ્કૂલ ટીચર પણ પપ્પાનોજ નિત્યક્ર્મ અપનાવતા. મને પણ હવે માર ખાવો અને નવા નવા પ્રાણીઓના નામ સાંભળવાની ટેવજ જાણે પડી ગઈ હતી.

પપ્પા રોજ મારી ફરિયાદ ટીચરને આપતા, અને ટીચર મારી ફરિયાદન પપ્પાને. અને અડધા ઉપરની ફરિયાદતો હું મારી તર્કબુદ્ધિથી અટકાવી દેતો. આમને આમ ચાલતુ રહ્યુંને દશમાં ધોરણની પરીક્ષા આવી. પરીક્ષામાં હું બીજા નંબરે પાસ થયો. ઘરે પપ્પાને અને સ્કૂલમાં ટીચરને તો એમજ લાગ્યું કે જાણે, રણમાં ગુલાબજ ખીલી ગયું. અને આજે મારા માટે કંટકવાળી જીભેથી આજે સૌ પહેલીવાર ફુલ વર્શાવતા હતા અને જે હાથ માત્ર ગાલ ઉપર પડતા હતા, તે આજે હેતથી માથે મુકાતાં હતા.

પપ્પા મને અભિનંદન આપીને મીઠાઇ ખવડાવતા હતા, ત્યા પિન્કી આવી. 'જય શ્રી ક્રિષ્ણ અંકલ, મિલનનુ કહેવુ પડે હા અંકલ, અરે ! મિલન હું તો તને કોંગ્રેચ્યુલેશન કેહવાનું ભુલીજ ગઇ. સોરી, હા. કોંગ્રેચ્યુલેશન' કહેતા તેને મારા હાથમાં હેન્ડ ટુ હેન્ડ મેળવ્યાં. 


મેં કહ્યું થેંક્સ પિન્કી, 'બટ મારી આ સફળતાનો શ્રેય હું તનેજ આપુ છું પિન્કી. જો તે મને મારા અક્ષર સુધારવા, માટે સલાહ સુચન અને મને ચેલેંજ ન આપી હોત તો....હું મારા મન ઉપર ગાંઠ વાળત નહિ અને કદાચ આ પરીક્ષામાં, હું ઉપરથી બીજા નંબરને બદલે નીચેથી બીજો નંબરે આવ્યો હોત. ખરૂને પિન્કી,' ત્યા પિન્કી હસી પડી. અને સાથે મમ્મી-પપ્પા પણ.

'તુ એ ચેલેંજ જીતી ગયો છે. તો આજે તારા તરફથી પાર્ટી, બોલ, પાર્ટી આપીશને.?'મે કહ્યું, 'કેમ નહિ, ચોક્કસ આજે પાર્ટી બસ.''તો ચોક્ક્સ સાંજે મળીએ મીલન. બાય, તારી ગીફ્ટ પણ હું તૈયાર રાખીશ.'' સર, ચલોને અમારા ક્લાસમાં તાસ પણ બદલાય ગયો.' હું માર બાળપણની બારીએ ડોકીયું કરી પાછો આવ્યો. 'હા , બેટા તમે વર્ગખંડમાં જાઓ, હું આવું છું.' એમ કહી મેં તેમણે વર્ગખંડમાં મોકલ્યા.

સહજ સ્વસ્થ થઈ. તાસ લેવા વર્ગખંડમાં ગયો.. ને રોજની જેમ આજે પણ મેં બૉર્ડ પર સુવિચાર લખ્યો.' અને નેહાને મેં તે સુવિચાર વાંચવા કહ્યું, નેહાએ ઊભા થતા સુવિચાર વાંચવા લાગી, "સારા અક્ષર રૂપી સુંદરતા, સફળતા રૂપી સુવાસ ફેલાવે છેં.જે કદી કરમાતી નથી."


Rate this content
Log in