STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

બુધીશાળી કોને કેવો?

બુધીશાળી કોને કેવો?

1 min
543


સિદ્ધ કરે નિજ સ્વાર્થ તેજ જન સુજ્ઞ ગણાએ,

હીમ્મત હારી કામ તજે તે મુર્ખ ગણાએ.

એક દીવસે બાદશાહે બીરબલને પુછ્યું કે, 'અહો ? બુદ્ધીના ભંડાર બીરબલજી ! બુદ્ધીવંત અને મુરખ શીરોમણી કોને કહેવા ? હાજરજવાબી બીરબલે કહ્યું કે, 'મારા કદરદાન નેક નામદાર શાહ ? જે માણસ હીંમતથી મંડી રહ્યા છે તે પોતાના ધારેલા કામને પાર પાડે છે તેનેજ બુદ્ધીવંત જાણવો ? પણ જે કાયર બની પોતાના આરંભેલા કામને અધવચમાં મુકી દે છે તે માણસને અકલનો અધુરો અને મુરખ શીરોમણી જાણવો.' આ સાંભળી શાહ ઘણો ખુશી થઇ બીરબલની અકલ માટે ગુણ ગાવા લાગ્યો.

સાર - દરેક માણસે એટલું યાદ રાખવાનું છેકે, કંઇ પણ કામનો આરંભ કરવા પહેલા નક્કી વીચાર કરવા પછીજ આરંભેલા કામ કરવાને આગળ પગલું ભરવું કે જેથી તન મન અને ધનનો નાશ થતાં અટકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics