STORYMIRROR

Meena Mangarolia

Drama

4  

Meena Mangarolia

Drama

બુધ્ધુ

બુધ્ધુ

1 min
28.7K


"કેટલો સીધો સાદો હતો

તારા આવ્યા પહેલા...

પછી હું બુધ્ધુ કહેવાયો..

હુ ખપ પૂરતુ જ બોલતો....

કામ થી કામ..

ના ગમો ના અણગમો..

સમય અને હું સમાંતરે વહયા જતા હતા..

ના એને કયાય પહોંચવા ની ઉતાવળ

કે ઝંખના હતી કે ના મને હતી.

હુ સુરક્ષિત હતો મારા પારદર્શક કોચલા ની અંદર..

 

એક દિવસ નહીં ધારેલા વરસાદ ની

જેમ તુ અચાનક અને અણધારી વરસી પડી.... માટી ના ઢેફા પર એક વરસાદ નું બૂંદ પડયું.

અને સુગંધ ને એક નવુ ઘર ( સરનામું) મળયુ.

જે મને બહુ ગમ્યું.

જરાક અમથી ઝરમર આવી અને પણોઁ મા છૂપાયેલી લિલાશ અચાનક બેઠી થઈ.

આજે મારા સ્વાથઁ ની વાત નથી કરતો પણ આજે હું મારા પ્રેમ નો એકરાર કરવા માગું છું

તારા પ્રેમ ની સરવાણી મારા આથમતા જીવન ને અનહદ આનંદ આપેછે.

તારા તરંગો અને મારા સ્પંદનો એક રસ થયા અને તું મને ધીમે ધીમે ગમવા લાગી.

ધીમે ધીમે તે મારી અંદર છેક સુધી પગપેસારો કયોઁ. હું પૂરે પૂરો લીલોછમ થઈ ગયો.

જાણે ઝાકળ ના સ્પશઁ થી મહોરી ઉઠેલી કૂંપળ.

તારા પ્રેમ ની સરવાણીમા હુ વહેતો રહયો.  તારા સ્પશઁ પછી મારી અંદર થીજી ગયેલી સંવેદના ઓ ધોધમાર વહી,

જે વહેતી જ રહી .....વહેતીજ રહી..અવિરત........હુ જાણે ગાગર માં સાગર થઈ ગયો..

અને મારા તરંગો માં હુ તારી લહેરો સાથે

ઓળઘોળ થઈ ગયો.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama