STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

બુદ્ધિવાન તેજ બળવાન

બુદ્ધિવાન તેજ બળવાન

1 min
718


એક વખતે શાહે દરબારીને પૂછ્યું કે, 'ઉનાળો, શીયાળો અને ચોમાસું એ ત્રણે કાળમાં કયો કાળ સરસ છે. જો તમારા જાણવામાં કે અનુભવવામાં આવ્યો હોય તો કહો ? આનો ખરો ખુલાસો કરી આપનારને ઈનામ આપવામાં આવશે.' આનો વાસ્તવીક રીતે ખુલાસો ન કરતાં કોઈએ ઉનાળાને, તો કોઈએ શીયાળાને વખાણ્યો, પણ તે શાહના મનમાં ન રૂચવાથી શાહે તેજ મુજબ બીરબલને પૂછ્યું, ત્યારે બીરબલે કહ્યું કે, હજુર! હું તો સર્વમાંથી સરસ વર્ષાકાળને પ્રસન્ન કરું છું. જેના વડે ધાન્ય પાકી રાજા તથા રંકને સુખદાયક થઇ પડે છે, એના સીવાય બીજો સરસ કાળ છેજ નહિ!" આ સાંભળી શાહ ઘણો ખુશી થઈને બીરબલને ઈનામ આપ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics